Divya Bhaskar

Home » Rasdhar » અંકિત દેસાઈ
લેખક યુવા પત્રકાર છે અને ‘દિવ્ય ભાસ્કર’માં નવાં પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે.

શક્તિઓનો ચમત્કાર

  • પ્રકાશન તારીખ04 Jun 2018
  •  

ઓસ્ટ્રેલિયન લેખિકા રૉન્ડા બર્નની ‘ધ સિક્રેટ’ સિક્રેટ સિરીઝનાં પુસ્તકો દુનિયભરમાં ખૂબ વંચાયાં અને વખણાયાં છે. એ તર્જ પર જ તાજેતરમાં ગુજરાતીમાં એ સિરીઝનાં બે પુસ્તકો ‘શક્તિ’ (ધ પાવર) અને ‘ચમત્કાર’ (ધ મેજિક)નો અનુવાદ થયો છે. નવભારત સાહિત્ય મંદિરના માધ્યમથી પ્રકાશિત થયેલાં આ પ્રેરણાદાયી પુસ્તકોનો અનુવાદ સોનલ મોદીએ કર્યો છે.
‘શક્તિ’ અને ‘ચમત્કાર’ પુસ્તકોમાં પાને પાને પૉઝિટિવિટી છે અને એ બંને પુસ્તકો તમને સહેજ જુદી રીતે જીવન જીવવા માટેની પ્રેરણા આપે છે. ‘ચમત્કાર’ પુસ્તકમાં આપણા જીવન સાથે સંકળાયેલી અઠ્યાવીસ મહત્ત્વની બાબતોની વિસ્તૃત છણાવટ કરાઈ છે. સાથે જ દરેક પ્રકરણના અંતે મૅજિક પ્રેક્ટિસ પણ આપવામાં આવી છે, જે પ્રૅક્ટિસ ખરેખર વાચકને અત્યંત ઉપયોગી થઈ પડે એવી છે.

આ બંને પુસ્તકો તમને સહેજ જુદી રીતે જીવન જીવવા પ્રેરે છે

તો ‘શક્તિ’માં પણ જીવનમાં ખપમાં આવે અને વર્તમાનમાં જિવાતા જીવનને બદલી શકાય એવી જાણકારીઓનો ખજાનો ભર્યો છે. આ પુસ્તક એ બાબત સ્પષ્ટ કરી આપે છે કે આપણી અંદર અમાપ શક્તિઓ ધરબાયેલી છે, પણ આપણામાંના મોટાભાગના લોકો એ શક્તિઓથી વાકેફ નથી થઈ શકતા અને એ શક્તિઓનો બીજી દિશામાં વેડફાટ કરીએ કરીએ છીએ. આપણી અંદરની એ શક્તિઓને પિછાણવામાં અને તેનો યોગ્ય ઉપયોગ કરી જીવનને ઘણું બહેતર બનાવવા માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
બંને પુસ્તકોનો અનુવાદ પણ અત્યંત સરળ અને રસાળ શૈલીમાં કરાયો છે. ગુજરાતી વાચકોને આ પુસ્તકો પસંદ પડશે જ.
ક્વોટ કોર્નર
તમે ઈચ્છતા હો, કે તમારા પ્રત્યેક કાર્યનું પરિણામ શ્રેષ્ઠ જ આવે, તો પરિણામો પર નિયંત્રણ રાખતાં એ પરિબળો પર તમારે વિજય મેળવવો પડશે. શ્રેષ્ઠ પરિણામોને તમારા તરફ ખેંચી લાવવા માટે તમારે તમારા વિચારો અને ભાવનાઓનો ઉપયોગ કરવો પડશે. આ કામ કરવાનો સૌથી સરળ રસ્તો એટલે કૃતજ્ઞતા!(‘ચમત્કાર’માંથી).
તમારું ચિત્ત જો ક્ષુલ્લક બાબતોથી ભરેલું હશે તો એ ક્ષુલ્લક બાબતો તમને ચલિત કરશે અને નીચા પાડશે. તમારી જિંદગીને સરળ બનાવો. નજીવી બાબતોને ઝાઝું મહત્ત્વ આપશો નહીં.(‘શક્તિ’માંથી.)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP