Divya Bhaskar

Home » Rasdhar » અંકિત દેસાઈ
લેખક યુવા પત્રકાર છે અને ‘દિવ્ય ભાસ્કર’માં નવાં પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે.

પેનડ્રાઈવમાં વાર્તાઓનો ખજાનો

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
યુ વાન વાર્તાકારો સબળ ટૂંકી વાર્તાઓ લઈને આવે ત્યારે અનેરો આનંદ થતો હોય છે. અને આ વખતે એ આનંદ કરાવ્યો આનંદે જ! એટલે કે યુવાન વાર્તાકાર આનંદ ઠાકર એક મજાનો વાર્તાસંગ્રહ લઈને આવ્યા છે, જેનું નામ છે ‘પેન ડ્રાઈવ’.

‘પેન ડ્રાઈવ’ની વાર્તાઓમાં આનંદે કશીય ચિંતા કર્યા વિના કેટલાક પ્રયોગો કર્યા છે, જે ખરેખર દાદ દેવાલાયક છે. સંગ્રહની ઘણી વાર્તાઓ ધ્યાન ખેંચે એવી છે

‘પેન ડ્રાઈવ’ની વાર્તાઓમાં આનંદે કશીય ચિંતા કર્યા વિના કેટલાક પ્રયોગો કર્યા છે, જે ખરેખર દાદ દેવાલાયક છે. આમ તો સંગ્રહની ઘણી વાર્તાઓ આપણું ધ્યાન ખેંચે એવી છે, પરંતુ ‘પેનડ્રાઈવ’ વાર્તા એ બધામાં વિશેષ છે. આપણા સૌના પ્રિય ધૂમકેતુની અત્યંત સેલિબ્રેટેડ વાર્તા ‘પોસ્ટઑફિસ’ને આનંદે આજના સંદર્ભમાં લખી છે અને અલીડોસા અને મરિયમના સંબંધને ઈમેલ અને પેનડ્રાઈવના સમયમાં વર્ણવી છે.
તો વિજ્ઞાન કથા કહી શકાય એવી ટૂંકી વાર્તાઓ પણ સંગ્રહમાં સમાવાઈ છે. ટૂંકી વાર્તાઓમાં વિજ્ઞાનકથાઓ બહુ જૂજ આલેખાતી હોય છે ત્યારે આ વાર્તાકારનું પાત્ર રાજુ ‘માર્સ મિસ્ટ્રી’ નામની વાર્તામાં છેક મંગળ પર જઈને રોમાન્સ કરે છે! વાહ ભાઈ વાહ… આ ઉપરાંત વાર્તામાં અવકાશ વિજ્ઞાનને લગતી બાબતોને પણ ઘણી સારી રીતે વર્ણવાઈ છે. તો ‘હજી વધારે’ નામની વાર્તા ઘણા બૉલ્ડ વિષય પર લખાઈ છે. સંગ્રહમાંની ‘પારિજાતનું ફૂલ’, ‘જાદુગરણી હજુ જીવે છે’ કે ‘બગલાના વતમાં’ જેવી વાર્તાઓ પણ મજાની છે.
‘પેન ડ્રાઈવ’ની વાર્તાઓમાં વિષય વૈવિધ્ય ઘણું છે. વિષયની માવજત કરવા માટે વાર્તાકારે કરેલી મહેનત પણ ઊડીને આંખે વળગે એવી છે. એટલે જ વિવિધ વિષયોની પસંદગી કરવા અને વાર્તાને સરસ ટ્રીટમેન્ટ આપવા માટે વાર્તાકારને અભિનંદન આપવા ઘટે. સાથે જ એક ટકોર પણ કરવી રહી કે જો વાર્તાકાર ભાષાકર્મ અને વાર્તામાં વર્ણવાતી વિગતો બાબતે થોડું વધુ ધ્યાન આપે તો વાર્તાઓ કોઈ જુદી ઊંચાઈએ પહોંચે. {
ક્વોટ કોર્નર
માણસ ખરેખર વિજ્ઞાન વચ્ચે રહીને પણ લાચાર રહ્યો. વિજ્ઞાન કર્ણ જેમ શાપિત છે, ખરે ટાણે કામ ન લાગે તેવું…
(‘પેનડ્રાઈવ’ વાર્તામાં અલીડોસો કૉમ્પ્યુટર રિપેર કરનારને કહે છે.)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP