Home » Rasdhar » અંકિત દેસાઈ
લેખક યુવા પત્રકાર છે અને ‘દિવ્ય ભાસ્કર’માં નવાં પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે.

વૃદ્ધાવસ્થા અને એકલતા

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
વૃદ્ધાવસ્થાની ટેકણલાકડી કઈ? જવાબ આપવો અઘરો છે, કારણ કે કાન સાંભળવા માટે તૈયાર નથી હોતા! વૃદ્ધાવસ્થાની ટેકણલાકડી એકલતા છે. જેણે જીવનના પાછલા સમયમાં એકલા રહેતા (બધાની વચ્ચે) આવડે છે એને વૃદ્ધાવસ્થા માફક આવી જાય છે. જિંદગી સમાધાન કરીને નથી જિવાતી! સમાધાન કરીને જિવાય છે ત્યારે એને વેંઢારવી પડે છે. જિંદગી સમન્વય કરીને

પુરુષ વૃદ્ધાવસ્થામાં સતત કોઈકનો સહવાસ ઝંખે છે

જિવાય છે. સ્ત્રી અને પુરુષ સાથે જીવતાં હોય અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે સહન થઈ જાય છે. પહેલાંના સ્વભાવ અને અભાવે એકબીજા જોડે સમન્વય કરી લીધો હોય છે, પણ એકલી સ્ત્રી વૃદ્ધાવસ્થા જીવે છે ત્યારે એના કરચલિયા‌ળા શરીરની ચૂંદડીમાં ભૂતકાળનું આલબમ બંધ થઈ ગયું હોય છે. એ હવે પછી શું?ની વાતને સ્પર્શવાનો-અનુભવવાનો પ્રયત્ન કરશે! એ ક્ષણને, ભવિષ્યને સ્વીકારવાની વાતને ઊજવશે. અલબત્ત, આ બધું એ અરીસા સામે રડીને દુનિયાને દેખાડશે નહીં! સ્ત્રી અને એકલતા વૃદ્ધાવસ્થાના અંત સુધી એકબીજા પર અકળાયા વગર જીવી જાય છે.
પુરુષ માટે વૃદ્ધાવસ્થામાં એકલા જીવવું અઘરું છે. એ સતત કોઈકનો સહવાસ ઝંખે છે. ‘અમારો જમાનો’ એવું કહીને વર્તમાનની ભૂલો કાઢે છે. જિંદગી જીવવા સિવાય કશા માટે નથી. એની ખબર એને આખી જિંદગી પડતી નથી. પુરુષને ભૂતકાળની વાતો કરતાં કરતાં સતત નવું કરવું છે અને દુનિયાને રંજાડવી છે. એ સમજે છે કે જે જિવાયું છે એને ફરીથી જીવવું એટલે તડકાને ધરતીમાં વાવીને પૂનમનાં ફૂલ ઉછેરવા જેવું અઘરું છે. સંતાનો પોતાના માળામાં આપોઆપ ગોઠવાઈ ગયાં હોય છે છતાંય સંતાનોની ચિંતા મા-બાપને ડંખે છે. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે: એવું શા માટે છે કે દરેક મમ્મી હંમેશાં સરસ વાર્તા કહી શકે છે અને પપ્પાને વાર્તા આવડતી નથી? વાત સાચી પણ છે. દીકરી લાગતી છોકરી મમ્મી બની જાય ત્યારે અચાનક જ કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વચ્ચેની સરહદ પર જીવતી વ્યક્તિ બની જાય છે. જેના પ્રત્યે એને ચીડ હતી અચાનક જ એ બધા જ માટે એને લાગણી જન્મે છે. સંતાનો માટે એના મોઢેથી વાર્તાઓ ખૂટતી જ નથી અને પપ્પા એમને વાર્તા આવડતી જ નથી. વળી, દરેક સંતાનને એવું હોય છે કે પપ્પા પણ મમ્મીની જેમ જ વાર્તા સંભળાવતા હોવા જોઈએ અને થાય છે એવું કે પપ્પાની વાર્તા જલદી પતી જતી હોય છે! પપ્પા સ્વયં વાર્તાનું પાત્ર હોય છે સમજણ આવ્યા પછીનાં સંતાનો માટે.
મમ્મી-પપ્પા વૃદ્ધ થાય છે ત્યારે સંતાનો એમને દોસ્તની જેમ ટ્રીટ કરે છે અને મમ્મી-પપ્પા સાચવી સાચવીને જીવે છે. ‘તબિયત’ એમનું કેન્દ્રબિંદુ બની જાય છે. અજંપો હવે ઉચાટમાં પરિણમે છે. નો બોલમાં આઉટ થઈ ગયેલી જિંદગી સમય નામના અમ્પાયર જોડે સમાધાન કરીને ફરી જીવવા મળે એવી આજીજી પ્રાર્થના બની જાય છે. વૃદ્ધાવસ્થા અનુભવવી અને હોવી એ બંને વચ્ચે ટાંકણીથી જોડે અને યુ પીનથી જોડેલા કાગળો જેટલો ફેર છે. એકમાં ભોંકાય છે અને બધા જ સજ્જડ રીતે એક થઈ જાય છે. એકમાં બધા અલગ ને તોય એક! એકલતા અને વૃદ્ધાવસ્થાથી બચવાનો ઇલમ છે તમારાં પૌત્ર, પૌત્રીઓ, દોહિત્ર, દોહિત્રીઓમાં જીવ પરોવીને તમારાં સંતાનોની જેમ એમને ફરીથી વાર્તા કહો. એમને ટીવી અને ટેબ્લેટ આપ્યા વગર તમારી પાસે રમાડો. કેટલીક વાર જિંદગી બહુ મોડેથી સમજાય છે. ઠળિયાને બીજ બનતાં અને બીજને અંકુરિત થતાં કેટલી વાર લાગે છે? બે પેઢી વચ્ચેના સમન્વયનું નામ વૃદ્ધાવસ્થા છે. {
ઓન ધ બીટ્સ :
કડકડતી નવી નોટ જેવા હતા ને આજે થઈ ગયા સાવ પરચૂરણ, ચલણમાં નથી તોય સંઘરી રાખેલું વીતેલા દિવસોનું વલણ. - અંકિત ત્રિવેદી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP