Divya Bhaskar

Home » Rasdhar » અંકિત દેસાઈ
લેખક યુવા પત્રકાર છે અને ‘દિવ્ય ભાસ્કર’માં નવાં પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે.

તલગાજરડાનું વૈચારિક કલ્પવૃક્ષ

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
મોરારિબાપુ સંદર્ભનાં બે મજાનાં પુસ્તકોની આજે વાત કરવી છે. એક પુસ્તક છે ‘તલગાજરડી આંખ’, જેનું સંપાદન કર્યું છે ડૉ. દિનુભાઈ ચુડાસમાએ અને બીજું પુસ્તક છે ‘કલ્પવૃક્ષ’, જેનું સંકલન કર્યું છે જયદેવ માંકડે. આ બંને પુસ્તકો પોતપોતાની રીતે આગવાં અને વૈચારિક રીતે

આ બંને પુસ્તકો ગુજરાતી વાચકો માટે એક મજાનો અનુભવ બની રહેશે. અહીં માત્ર અધ્યાત્મ જ નહીં, અહીં જીવનની વિવિધ સમસ્યાના ઉકેલ પણ છે

ઘણું ઊંડાણ ઘરાવે છે. એકમાં માત્ર વિચાર છે, તો બીજામાં છે વિસ્તાર.
ડૉ. દિનુભાઈ ચુડાસમા સંપાદિત પુસ્તકમાં મોરારિબાપુના કુલ ૧૧૧૧ ક્વૉટ્સનું સંપાદન કરવામાં આવ્યું છે, જે તમામ ક્વૉટ્સ અત્યાર સુધી થયેલી રામકથાઓના અસીમ મહાસાગરના બહુમૂલ્ય મોતીસમા છે. આ તમામ ક્વૉટ્સ ભાવકને માત્ર રામાયણ તરફ જ નહીં, પરંતુ જીવન તરફ પણ વાળે એવું ઊંડું દર્શન ધરાવે છે. મોરારિબાપુના અવનવા ફોટોગ્રાફ્સ અને બે પ્રકારના કલર કૉમ્બિનેશનથી પુસ્તકનો લેઆઉટ ઘણો મજેદાર થયો છે. પુસ્તકમાં બાપુના વિચારોની સાથોસાથ વિવિધ લેખકો-કલાકારોએ બાપુ વિશે પ્રકટ કરેલી તેમની ભાવના પણ શબ્દસ્થ કરીને આવરી લેવામાં આવી છે. પુસ્તક યુતિ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાયું છે.
તો જયદેવ માંકડના સંપાદન ‘કલ્પવૃક્ષ’માં મોરારિબાપુના વિવિધ લેખો અને રામકથાઓમાં તેમણે કહેલી જીવનોપયોગી વાતોને વિસ્તૃત રીતે આવરી લેવામાં આવી છે. અરુણોદય પ્રકાશન દ્વારા તૈયાર થયેલા આ પુસ્તકને સત્ય, શ્રદ્ધા, કરુણા, સમાજજીવન, ધર્મ, પ્રેમ, પ્રસન્નતા અને યુવાપેઢી એમ આઠ ખંડોમાં વહેંચી દેવામાં આવ્યું છે. આ આઠેય વિષયો પર મોરારિબાપુએ કહેલી વાતોને રસાળ શૈલીમાં વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવી છે. અરુણોદય પ્રકાશનનાં પુસ્તકો માટે તો આ લખનાર અહીં વારંવાર
કહી ચૂક્યા છે કે અરુણોદયનાં પુસ્તકોના લેઆઉટ્સ પુસ્તકનાં કન્ટેન્ટને આગવી ઊંચાઈ પર લઈ જાય છે.
આ બંને પુસ્તકો ગુજરાતી વાચકો માટે એક મજાનો અનુભવ બની રહેશે. અહીં માત્ર અધ્યાત્મ જ નહીં, અહીં જીવનની વિવિધ સમસ્યાના ઉકેલ પણ છે, જે વાચકોને ઘણા ખપમાં આવશે. {
ક્વોટ કોર્નર
હાથથી છૂટે એ ત્યાગ અને હાર્ટથી છૂટે એ વૈરાગ.
(‘તલગાજરડી આંખ’માંથી)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP