અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ હવે અંતિમ ચરણમાં છે. ત્યારે ગુજરાતી ફિલ્મ અભિનેતા અને લોકગાયક કલાકાર તરીકે નામનાં મેળવનાર વિક્રમ ઠાકોર પ્રમુખસ્વામીનગરની મુલાકાતે આવ્યાં હતા. શતાબ્દી મહોત્સવના પ્રદર્શનો, ગ્લો ગાર્ડન અને બાળનગરી જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં હતા. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વિક્રમ ઠાકોરે પ્રમુખસ્વામીને મળી ન શક્યાં તેનો વસવસો રહી ગયો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ નગરમાં આવતાં જ જાણે કે સ્વર્ગમાં ફરિ રહ્યાં હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. ભલે બાપાને મળી શક્યો નથી પરંતુ બાપા આજે પણ મારા દિલમાં વસેલાં છે.આજની DB REELSમાં માણો વિક્રમ ઠાકોરના કંઠે ગવાયેલું આધ્યાત્મિક ગીત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.