• Gujarati News
  • Pramukh swami
  • PSM100: Family Peace Campaign Held In More Than 10 Thousand Towns And Villages, 4 Lakh People Resolved To Quit Addiction

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી પૂર્વે યોજાયા વિવિધ સદ્દકાર્યો:10 હજાર કરતાં વધુ શહેર-ગામડાંઓમાં યોજાયું પારિવારિક શાંતિ અભિયાન, 4 લાખ લોકોએ વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • કૉપી લિંક

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 14મી ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારશે. નગરના વિરાટ પ્રવેશદ્વાર પાસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં નરેન્દ્ર મોદીના હસ્તે નગરનું ઉદ્દઘાટન થશે. આ પ્રસંગે બાળકો દ્વારા સ્વાગત નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. જો કે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે છેલ્લાં એક વર્ષથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પારિવારિક શાંતિ અભિયાનથી માંડીને વ્યસન મુક્તિ તેમજ પાણી બચાવો અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

‘બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે.’ આ જીવનમંત્ર હતો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો. સમાજની સદા ચિંતા કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને જીવનની સાચી રાહ ચીંધીને સુખની અનુભૂતિ કરાવી છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં 95 વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતા બચાવ્યા હતા, લાખોને વ્યસનમુક્ત કર્યા હતા, સાથે જ પર્યાવરણ જાગૃતિનાં મહાન કાર્યો કર્યાં હતાં.

ગત એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક સામાજિક પ્રવૃત્તિઓ BAPS સંસ્થા દ્વારા હાથ ધરાઈ હતી. સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પ્રમુખસ્વામી મહારાજના હિતકારી પારિવારિક સંદેશનું પ્રસારણ કરવાનો આદેશ સંસ્થાના વર્તમાન વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજે આપ્યો હતો. તેના ફળસ્વરૂપે વિરાટ વિશ્વવ્યાપી આયોજન થયું હતું. જેમાં પારિવારિક શાંતિ અભિયાન સહિત વિરાટ વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન આદરવામાં આવ્યા હતા.

પારિવારિક શાંતિ અભિયાન કયારે યોજાયું હતું ?
લોકહૃદયમાં વિશિષ્ટ સ્થાન અંકિત કરનાર પારિવારિક શાંતિ અભિયાન 31 જાન્યુઆરી, 2022થી 15 એપ્રિલ, 2022 સુધી 17 રાજ્યોમાં પારિવારિક શાંતિ અભિયાન યોજાયું હતું. જેમાં 72 હજાર કરતાં વધુ પુરુષ-મહિલા સ્વયંસેવકો જોડાયા હતા અને 10 હજાર કરતાં વધુ શહેર-ગામડાંઓમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં 72 લાખ માનવ કલાકોનું સમયદાન આપવામાં આવ્યું હતું. જેમાં 60 લાખ વ્યક્તિઓને પારિવારિક શાંતિની પ્રેરણા આપવામાં આવી હતી.

વ્યસનમુક્તિ અભિયાનમાં 12થી 14 વર્ષના 16 હજાર બાળકોએ અનેક જાહેર સ્થળોએ જનસંપર્ક કર્યો.
વ્યસનમુક્તિ અભિયાનમાં 12થી 14 વર્ષના 16 હજાર બાળકોએ અનેક જાહેર સ્થળોએ જનસંપર્ક કર્યો.

4 લાખ લોકોએ વ્યસન છોડવાનો સંકલ્પ લીધો
શતાબ્દી મહોત્સવ નિમિત્તે BAPS બાલમંડળો દ્વારા 8 મે 2022થી 22 મે 2022 દરમિયાન વિરાટ વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન આદરવામાં આવ્યા હતા. આ વ્યસનમુક્તિ અભિયાનમાં 12થી 14 વર્ષના 16 હજાર બાળકોએ ઘરો, દુકાનો, ફેક્ટરીઓ, સરકારી અને અન્ય ઓફિસ, બસ સ્ટેશન અને અન્ય અનેક જાહેર સ્થળોએ જનસંપર્ક કર્યો હતો. 14 લાખ લોકોની મુલાકાત લઇને 4 લાખ લોકોએ તમાકુ, સિગારેટ જેવા વ્યસન છોડવાનો સંકલ્પ લીધો હતો. ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ 31 મે ના રોજ, દેશભરમાં 100 જેટલી વ્યસનમુક્તિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીઓમાં 50,000 બાળ-બલિકાઓએ ભાગ લીધો હતો.

10 લાખ લોકોએ પાણી બચાવવાનો સંકલ્પ કર્યો
પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં 12થી 14 વર્ષની 14,000 બાલિકાઓએ ભાગ લીધો હતો. 12 લાખ લોકોની મુલાકાત લઇને પાણી બચાવો, વીજળી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો. 10 લાખ લોકોએ પાણી બચાવવાનો સંકલ્પ લીધો, 6 લાખ લોકોએ વૃક્ષારોપણનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત સમગ્ર ગુજરાત અને ભારતમાં 21 સંત સંમેલનો થયા હતા.

દેશભરમાં 100 જેટલી વ્યસનમુક્તિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં 100 જેટલી વ્યસનમુક્તિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

USA 10 જેટલી યુનિટી ફોરમ યોજાઇ
USAમાં 10 જેટલી ‘યુનિટી ફોરમ’ યોજાઈ હતી. જેમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોના અગ્રણીઓ સાથે BAPSના સંતોએ સંવાદ કર્યો હતો. BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ન્યૂજર્સી, લંડન, ટોરોન્ટો, સિડની, દાર-એ-સલામ, લેનેશિયા (સાઉથ આફ્રિકા) વગેરે જગ્યાએ સ્થાપના થઈ હતી.

પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ યોગદાનની ઝાંખી કરાવતા સેમિનાર યોજાયા
પ્રમુખસ્વામી મહારાજના સમાજના અનેકવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાનની ઝાંખી કરાવતાં 16 જેટલાં સેમિનારો થયા હતા. જેવાં કે ભૂકંપ રાહતકાર્ય, આદિવાસી ઉત્કર્ષ, મેનેજમેન્ટ, પશુ પાલન, શાસ્ત્ર-પરંપરાનું પોષણ, બાળ સંસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. પ્રમુખસ્વામી મહારાજની અજોડ કરુણાની ગાથા સમાન BAPSના અનેક રાહતકાર્યો પૈકી કેટલાંક રાહતકાર્યોની ઊંડા સંશોધન સાથે અદ્ભુત ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. જેવી કે મોરબી રેલ રાહત કાર્ય-1979, ગુજરાત દુષ્કાળ રાહત કાર્ય-1987, કચ્છ ભૂકંપ રાહત અને પુનર્વસન કાર્ય-2001, નર્મદા યોજનામાં પ્રમુખસ્વામી મહારાજના પ્રદાન પર અને લંડન મંદિરના નિર્માણ ઉપર ઐતિહાસિક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે.

વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય જીવન અને કાર્યને આપવામાં આવેલી અંજલિની ઝાંખી:

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો.
  • નાયગ્રા ધોધની રોશનીને કેસરી રંગમાં કરવામાં આવી.
  • ટોરોન્ટોમાં 7 ડિસેમ્બર 2022 ને ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ દિન’ તરીકે ઘોષિત કર્યો.
  • વેમ્બલી સ્ટેડિયમ, લંડનમાં આર્ચ કેસરી રંગમાં રંગવામાં આવી હતી.
  • વેસ્ટમિન્સટર સિટી કાઉન્સિલ તરફથી તકતીનું અનાવરણ.
  • જન્મસ્થાન ચાણસદમાં નારાયણ સરોવરનું નિર્માણ.

વિશ્વભરમાં યોજાયેલ શતાબ્દી મહોત્સવોની ઝલક:
રૉબિન્સવિલ (ન્યૂજર્સી), ટોરોન્ટો, કંપાલા, લંડન નિઝડન મંદિર (10 દિવસીય ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન), કોલકતા, નૈરોબી, જલંધર, લુસાકા, વડોદરા (3 દિવસીય જીવન ઉત્કર્ષ પર્વ ),કેનબેરા, પર્થ, સિડની, મેલબોર્ન, સિંગાપોર, બેંગકોક, બ્રિસ્બેન, જોહાનિસબર્ગ, લોસ એનજેલેસ, ડલાસ, સાન હોઝે, રાજકોટ (5 દિવસીય માનવ ઉત્કર્ષ પર્વ)

સમગ્ર વિશ્વમાં ઉજવાયેલા શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ આંતરરાષ્ટ્રીય સ્તરે ભવ્ય ઉજવણી અમદાવાદમાં ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનાર શતાબ્દી મહોત્સવ રૂપે યોજાશે, જેનું આજે સાંજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.

અન્ય સમાચારો પણ છે...