લાઇટ એન્ડ સાઉન્ડના 100 શો સંપન્ન:પ્રમુખસ્વામી નગર મોબાઈલ ફ્લેશ લાઈટથી ઝળહળી ઉઠ્યું, 58 યુવાનને ભગવતી દિક્ષા અપાશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમદાવાદના આંગણે ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ રહી છે. આ ઉજવણી માટે ખાસ ઊભા કરાયેલા પ્રમુખસ્વામી નગરમાં વિવિધ શોથી માંડીને વિવિધ જોવાલાયક સ્થળો અને સ્થાનો ઊભાં કરવામાં આવ્યા હતા. ત્યારે રવિવારે લાઇટ એન્ડ સાઉન્ડ શોના 100 શો સંપન્ન થતાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ 100 શો ભજવનારા કલાકારોને સ્ટેજ પર ફોટો શૂટ કરતાં હતા. ત્યારે હાજર પ્રેક્ષકોએ તેમના મોબાઇલની બેટરીનો પ્રકાશ તેમના તરફ રેલાવીને તેમને નવાજ્યા હતા. આમ તો અનેક પ્રોગ્રામના 100 શો થઇ ગયા છે. પરંતુ ગઇકાલે રવિવારે વધુ એક પ્રોગ્રામના 100 શો પૂર્ણ થયા છે. આમ એક પછી એક રેકોર્ડ તૂટતાં જાય છે. બીજી તરફ મંગળવારે 58 પાર્ષદની દીક્ષા લેનારાને ભગવતી દિક્ષા આપવામાં આવશે. આમ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દરમિયાન કુલ 104 જણાંને દિક્ષા આપવામાં આવી હોવાનો પણ રેકર્ડ નોંધાશે.

શતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવા માટે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી-2023 સુધી અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 600 એકર પૈકી 200 એકરમાં રચાયેલા આ નગરમાં પ્રમુખસ્વામીની 30 ફૂટ ઊંચી મૂર્તિ, દિલ્હી સ્થિત અક્ષરધારની પ્રતિકુતિ, ગ્લો ગાર્ડનથી માંડીને બાળનગરી ઉપરાંત પ્રદર્શન ખંડો ઊભા કરાયા છે. તેમ જ સંત પરમ હિતકારી, સી ઓફ સુવર્ણા, વિલેજ ઓફ બુઝો, જંગલ ઓફ શેરુ, તૂટે હૃદય તૂટે ઘર, હમારા ભારત, મેરા ભારત ચલો, તોડ દે યે બંધન વગેરે પ્રોગ્રામ, વ્યસન મુક્તિ વગેરેના કાર્યક્રમો દિવસભર યોજવામાં આવે છે. જેના કારણે અત્યારસુધીમાં અનેક પ્રોગ્રામોના 100 શો પૂર્ણ કરી દીધાં છે.

100 શો પુરા થતાં તમામ કલાકારોની કામગીરી વધાવી
પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તેમાં રવિવારે લાઇટ એન્ડ સાઉન્ડ શોના 100 શો પુરા થતાં પ્રેક્ષકોએ સ્ટેજ પર હાજર કલાકારો પર મોબાઇલની બેટરી વડે પ્રકાશ રેલાવીને તેમને વધાવી લીધાં હતા. આ શોમાં યોગી સેવા સ્વામી સહિતના સ્વામીઓના માર્ગદર્શન હેઠળ આ શોમાં 13થી 16 વર્ષના 340 બાળકો તથા આ શોમાં જોવા મળતાં હાથી, ઘોડા, ઊંટ, છત્રી બનાવનારા તથા તેમાં એલ.ઇ.ડી. લાઇટીંગની કામગીરી કુલ 45 લોકોએ કરી છે. દરરોજ ચાર શો યોજાય છે. તેમાં ગઇકાલે રવિવારે શતાબ્દી નિમિત્તે યોજાતાં આ શોના 100 શો પુરા થતાં ત્રીજા શોમાં આ તમામ કલાકારોની કામગીરીને વધાવવામાં આવી હતી. તેમાં કલાકારોને સ્ટેજ પર ઊભાં રાખીને ફોટો સેશન કરવામાં આવ્યું હતું. ત્યારે હાજર સૌ કોઇ પ્રેક્ષકોએ તેમના પર મોબાઇલની બેટરી વડે લાઇટોથી પ્રકાશ રેલાવીને તેમને નવાજ્યા હતા.

શું શું છે જોવાલાયક સ્થળો
ભજન કુટિર
વિચારોનું વિશ્વ
બી.એ.પી.એસ. કલામંચ
નયનરમ્ય ઉદ્યાન સુષ્ટિ
નારાયણ સભાગુહ
પ્રમુખ જયોતિ ઉદ્યોન (ગ્લો ગાર્ડન)

પ્રેરક અને પ્રભાવક પ્રદર્શન સુષ્ટિ
સંત પરમ હિતકારી
તૂટે હૃદય તૂટે ઘર
નારી ઉત્કર્ષ મંડપમ
ચલો, તોડ દે યે બંધન
હમારા ભારત, મેરા ભારત
સહજાનંદ જયોતિ મંડપમ

બાળનગરી
નાનાં શિશુ, ઉચ્ચ શૈલી
બાળમંડળ એક્સપ્રેસ
શાંતિનું ધામ - ચાણસદ

બાળ પ્રદર્શન ખંડો
સી ઓફ સુવર્ણા (સુવર્ણાનો સમુદ્દ)
વિલેજ ઓફ બુઝો (બુઝોનું ગામ)
જંગલ ઓફ શેરુ (શેરુંનું જંગલ)

લાઇટ એન્ડ સાઉન્ડ શો મહોત્સવ પૂર્ણ પુરુષ કા

બીજા કયા કયા સ્થાનો મહત્વના
શતાબ્દી પ્રતીક
સંત દ્વાર
સાંસ્કુત્તિક પ્રવેશ દ્વારો
જીવન- ઝરમરની ઝાંખી
પ્રમુખસ્વામી મહારાજ વંદના સ્થળ
અક્ષરધામ

મંગળવારે 58 યુવાનોને ભગવતી દિક્ષા આપવામાં આવશે
પ્રમુખસ્વામી નગરમાં આવતીકાલ તા. 10મી જાન્યુઆરીના રોજ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરનારા 58 યુવાનોને ભગવતી દીક્ષા (સંત દિક્ષા) આપવામાં આવશે. આવતીકાલે સવારે 9 કલાકે આ દિક્ષાની વિધિ હાથ ધરાશે. આ દીક્ષા લેનારા યુવાનો પણ ઉચ્ચશિક્ષણ ધરાવે છે. અગાઉ ગઇ 6 જાન્યુઆરીના રોજ 46 યુવાનોને પાર્ષદી દીક્ષા આપવામાં આવી હતી. આમ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન કુલ 104 યુવાનોને દિક્ષા આપવામાં આવશે.

પ્રમુખસ્વામી મહારાજે 1 હજારથી વધુ સાધુઓને દિક્ષા આપી
અક્ષરપુરષોત્તમ બોચાસણવાસી સ્વામિનારાયણ સંસ્થાન (બી.એ.પી.એસ.)માં પ્રથમ ત્રણ વર્ષ સાધક તરીકે સારંગપુરમાં રહે છે. ત્યારબાદ તેમને પાર્ષદી દીક્ષા આપવામાં આવે છે. ત્યારે તે સફેદ વસ્ત્ર ધારણ કરે છે. એકથી બે વર્ષના સમયગાળા બાદ તેમને ભગવતી દીક્ષા આપવામાં આવે છે. અત્યારસુધીમાં પ્રમુખસ્વામી મહારાજે 1 હજારથી વધુ સાધુઓને દિક્ષા આપી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...