અમદાવાદમાં ઊજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઊડીને આંખે વળગે એવી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, જેમાં સૌથી વધુ વખાણ ભોજન માટેના માઇક્રોપ્લાનિંગને લઈને થઈ રહ્યાં છે. પ્રમુખસ્વામીનગરમાં આવતા લોકો પ્રસાદરૂપે ભોજન લઈ શકે એ માટે 60 સંત અને 8 હજાર સ્વયંસેવક સુચારુ રૂપે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. લાખો લોકોના આગમન બાદ પણ મેનુમાં સામેલ ચીજવસ્તુ તરત મળી શકે, અન્નનો બગાડ ન થાય અને આરોગ્ય જળવાય એ માટે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આજની DB REELSમાં જુઓ પ્રમુખસ્વામીનગરમાં બનાવેલા મેગા કિચનની એક ઝલક.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.