Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓટો શોમાં AI બેઝ્ડ કાર્સ છવાઈ, અપકમિંગ કાર્સ આંખ અને અવાજથી કન્ટ્રોલ થઈ શકશે
ઓડીએ શોમાં AI:ME કોન્સેપ્ટ ઇલેક્ટ્રિ વ્હીકલ રજૂ કર્યું. આ કારમાં ટચસ્ક્રીન ડિસ્પ્લેની મદદથી યુઝર પોતાનું મનપસંદ જમવાનું પણ ઓર્ડર કરી શકે છે. આ કાર ડ્રાઇવર સાથે તો વાત કરશે જ પણ સાથે રસ્તા પર ચાલતા લોકો સાથે પણ ઇન્ટરેક્ટ પણ કરશે. તેને નોઇસ અને આઇ ટ્રેકિંગ ફીચર દ્વારા ઓપરેટ કરી શકાય છે.
આગળનો ફોટો જોવા ક્લિક કરો અહીં
શોમાં લક્ઝરી કાર મેકર કંપની મર્સિડીઝે તેની કોન્સેપ્ટ કાર Vision AVTR રજૂ કરી. આ એનિમેટેડ ફિલ્મ ‘અવતાર’થી ઇન્સ્પાયર્ડ છે. તેમાં ઓર્ગેનિક બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને રિસાઇકલ થનારા વેસ્ટ મટિરિયલથી બનાવવામાં આવી છે. કન્ટ્રોલ યૂનિટ પર હાથ રાખતાં જ તે પેસેન્જરના હાર્ટબીટ તો ટ્રેક કરશે જ પણ સાથે તેના શ્વાસ પર પણ ધ્યાન રાખશે.
ચાઇનીઝ કંપની બાયટોને શોમાં તેની ઓલ ઇલેક્ટ્રિક કાર એમબાઇટ રજૂ કરી. તેના ડેશબોર્ડમાં 48 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. તે મોશન સેન્સરથી સજ્જ છે એટલે કે, તે યુઝરની આંગળીઓના ઇશારા પર પણ કાર્ય કરે છે. પાછળની સીટ પર બેઠેલા મુસાફરોને પણ ટીવી જેવી સ્ક્રીન મળશે.
ફેરાડે ફ્યુચર FF91 ઇલેક્ટ્રિક કાર લક્ઝરી અને ટેક્નોલોજીનો બેજોડ નમૂનો છે. જેમાં પાછળની તરફ સોફાનુમા સીટ્સ લાગેલી છે, જેને યુઝર તેમની સુવિધાનુસાર અડજસ્ટ કરી શકે છે. તેમાં લાગેલી ઇલેક્ટ્રિક મોટર 1050 હોર્સ પાવર જનરેટ કરે છે. તેને કલાક દીઠ 100 કિમી સુધી પહોંચવામાં ફક્ત 2.3 સેકંડનો સમય લાગે છે.