• Home
  • Photo
  • Rohit Sharma becomes the first Indian opener to score a century in all three formats

રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો

ભારતે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે વિશખાપટ્ટનમ ખાતે 59.1 ઓવરમાં વિના વિકેટે 202 રન કર્યા હતા. રોહિત શર્મા 115 રને અને મયંક અગ્રવાલ 84 રને અણનમ છે.

દિવસની શરૂઆતમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી, દક્ષિણ આફ્રિકા એશિયામાં સતત આઠમી વખત ટોસ હાર્યું હતું.

રોહિત શર્મા અને મયંક અગ્રવાલ પ્રથમ વાર ઘરઆંગણે ઓપનિંગ કરી રહ્યા હતા. ઘરઆંગણે એક જ ટેસ્ટમાં ભારતના બંને ઓપનર્સ પ્રથમ વાર એક સાથે ઓપનિંગ કરી રહ્યા હોય તેવું 47 વર્ષ પછી બન્યું છે. અગાઉ 1972/73માં સુનિલ ગાવસ્કર (પ્રથમ હોમ ટેસ્ટ) અને રામનાથ પાર્કર (ડેબ્યુ) પ્રથમ વાર સાથે ઘરઆંગણે ઓપનિંગ કરી હતી.

રોહિત- શિખર ધવન, લોકેશ રાહુલ અને પૃથ્વી શો પછી ઓપનિંગ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ભારતીય ઓપનર બન્યો હતો. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 174 બોલમાં 12 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 115 રન કર્યા હતા.

રોહિત પહેલા ક્રિસ ગેલ, બ્રેન્ડન મેક્કુલમ, માર્ટિન ગુપ્ટિલ, તિલકરત્ને દિલશાન, અહેમદ શહેઝાદ, શેન વોટ્સન અને તમીમ ઇકબાલે ઓપનર તરીકે તમામ ફોર્મેટમાં સદી ફટકારી હતી.

રોહિતનો સાથ આપતા મયંક અગ્રવાલે 183 બોલમાં 11 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી પોતાના ટેસ્ટ કરિયરની ચોથી ફિફટી ફટકારી હતી. તે ટેસ્ટમાં પોતાની પ્રથમ સદીથી 16 રન દૂર છે.

ભારતીય ટીમે સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો, જર્સી પર લોગો લગાવીને ખેલાડીઓ મેદાન પર આવ્યા હતા.

વરસાદના લીધે 30.5 ઓવર ઓછી રમાઈ હતી.

વરસાદના લીધે 30.5 ઓવર ઓછી રમાઈ હતી.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી