તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તોફાન ‘હગિબીસ’એ કહેર વર્તાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી તોફાન હગિબીસે ભારે તારાજી સર્જી છે.

જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી તોફાન હગિબીસે ભારે તારાજી સર્જી છે. ઝડપી હવાઓ અને ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પૂર આવ્યું છે. આ કારણે લગભગ 14 લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ગુમ છે. માત્ર 24 કલાકમાં જ કેટલીક જગ્યાઓએ 93.5 સેન્ટીમીટર સુધી વરસાદ થયો છે. તોફાન શનિવારે જાપાનના પૂર્વોતર તટ સાથે ટકરાયું હતું. ચિબા, ગુનમા, કનાગાવ અને ફુકુશિમામાં સૌથી વધુ તારાજી થઈ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, લગભગ 90 લોકોને ઈજાઓ થઈ છે.

જાપાનના દસ વિસ્તારમાં લગભગ 42 લાખ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું
જાપાનના દસ વિસ્તારમાં લગભગ 42 લાખ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું
જાપાની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને નેશનલ ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે.
જાપાની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને નેશનલ ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે.
જાપાનમાં 60 વર્ષથી સૌથી શક્તિશાળી તોફાન‘હગિબીસ’ની અસરથી રાજધાની ટોકિયોનું આકાશ ગુલાબી થઈ ગયું છે.
જાપાનમાં 60 વર્ષથી સૌથી શક્તિશાળી તોફાન‘હગિબીસ’ની અસરથી રાજધાની ટોકિયોનું આકાશ ગુલાબી થઈ ગયું છે.
જાપાનમાં રગ્બી વર્લ્ડકપની તમામ મેચ રદ કરીને ખેલાડીઓને પરત મોકલવામાં આવ્યા, આ ઉપરાંત ફોર્મ્યુલા રેસ જાપાની ગ્રાન્ડ પીને પણ ટાળી દીધી છે.
જાપાનમાં રગ્બી વર્લ્ડકપની તમામ મેચ રદ કરીને ખેલાડીઓને પરત મોકલવામાં આવ્યા, આ ઉપરાંત ફોર્મ્યુલા રેસ જાપાની ગ્રાન્ડ પીને પણ ટાળી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો