• Home
  • Photo
  • Life-sized dolls outnumber humans in this deserted Japan village

જાપાનના નાગોરો ગામમાં માત્ર 27 લોકોની જ વસતી છે, તેમની એકલતા દૂર કરવા એક મહિલાએ 270 પૂતળાં બનાવી દીધા

જાપાનના શિકોકૂ ટાપુ પર વસેલા નાગોરો ગામની કુલ વસતી 100 વ્યક્તિ કરતાં પણ ઓછી છે. અહીં 69 વર્ષનાં એક વૃદ્ધાએ ગામવાસીઓની એકલતા દૂર કરવા આખા ગામમાં 270 પૂતળાં લગાવી દીધા છે.

ગામમાંથી મોટા ભાગના લોકો રોજગારીની શોધમાં શહેરોમાં જતા રહ્યા છે. ગામને ઉજ્જડ થતું બચાવવા આયનો સુકિમી નામની મહિલાએ પૂતળાં લગાવવાનું નક્કી કર્યું.

ત્યાર બાદ સુકિમીએ ગામની સ્કૂલ, બસ સ્ટોપ, દુકાનો અને રમતના મેદાનમાં પૂતળાં જ પૂતળાં લગાવી દીધા, જેમાં બાળકો, પુરુષો અને મહિલાઓના પૂતળાં સામેલ છે.

સુકિમી જણાવે છે કે તેઓ એકલતા અનુભવે ત્યારે આ પૂતળાં સાથે રમે છે, વાતો કરે છે.

સુકિમીને ખેતરોમાં ચાડિયા જોઇને પૂતળાંનું ગામ વસાવવાનો વિચાર આવ્યો હતો.

નાગોરો પૂતળાંના ગામ તરીકે પણ ઓળખાય છે.

નાગોરો પૂતળાંના ગામ તરીકે પણ ઓળખાય છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી