તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મર્દાનગીને માત આપીને સમાચારોમાં આવે છે પ્રિય રમાની એકલી એવી મહિલા નથી આવી ઘણી મહિલાઓ છે જેમને પુરુષોને જુદાં જુદાં ક્ષેત્રમાં ચેલેન્જ આપી છે. અહીંયા રાજનીતિ, વેપાર અને સામાજિક આંદોલનના ક્ષેત્રમાં કેટલીક મહિલાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ બધામાં સમાનતા એ છે કે તેમણે જનતાના હિતનું વિચાર્યુ, સમયની જરૂરિયાતને સમજી અને તેના ઉપર મહેનત કરી અને પોતાના માટે સર્વોચ્ચ જગ્યા બનાવી.- કમલા હેરિસ- વર્ષ 2011માં કેલિફોર્નિયાની અજીમાં રહેતાં કમલાએ ફોર ક્લોઝર સંકટનો સામનો કરી રહેલાં કેલિફોર્નિયાના મકાન માલિકો માટે 25 અરબ ડોલરનું સેટલમેન્ટ જીત્યું. ત્યાં સુધી તેમની શરતો માનવા સુધી મોટી બેન્કો સાથે વાત કરવાનો નિર્ણય ચર્ચામાં રહ્યો હતો. એમાં કોઈ આશ્ચર્ય નથી કે 2020માં તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાં.સાંઈ-ઈંગ-વેન- તાઇવાનની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ સાઈના નેતૃત્વમાં 200 દિવસમાં કોવિડ -19નો એક પણ સ્થાનિક કેસ નથી આવ્યો. અને દેશમાં મહામારી બાદ માત્ર 600 કેસ આવ્યાં અને 7મૃત્યુ થયાં. તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ માં પી. એચ. ડી કરવાવાળી સાઈ 2020 માં 57% લોકપ્રિય મતોથી ચૂંટણી જીત્યાં હતાં તેમણે સજાતીય લગ્નોનો મુદ્દો ઉઠાવ્યો હતો જેણે તેમને યુવાનોમાં પ્રખ્યાત બનાવ્યાં.સોલિસ્ટર બાર્બર- તેમના માત્ર 77 લાખ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. જે ક્રિસ્ટઆનો રોનાલ્ડોના 25.3 કરોડ ફોલોઅર્સના આજુબાજુના પણ નથી. પરંતુ તેના દ્વારા ચલાવેલું ચેરિટી અભિયાન ફેસબુકના ઇતિહાસમાં સૌથી મોટું અભિયાન સાબિત થયું. કોઈએ વિચાર્યું ન હતું કે તેઓ ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગના કારણે ચલાવેલા રાહત ફંડ માટે પૈસા એકત્ર કરવાનાં અભિયાનના એમ્બેસેડર બની જશે. તેનાથી તેમણે 5.13 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર એકઠા કર્યા.શાની ઢાંડા- આસ્ટિયો જિનેસિસ ઈમ્પરફેક્ટા ( કમજોર હાડકાંની એક બીમારી) સાથે જન્મેલી શાનાના બંને પગ 14 વર્ષની ઉંમરે છ વાર તૂટી ચૂક્યાં છે. પરંતુ તેમની માતાએ તેમને સાથે ક્યારે અલગ વ્યવહાર નથી કર્યો. એટલે જ તેઓ મદદ નહીં પરંતુ પરિવર્તન માગતા શીખ્યાં. દિવ્યાંગતાના કિસ્સાઓમાં વકીલે 2019 માં ‘ડાયવર્સેબિલિટિ’ કાર્ડની શરૂઆત કરી. જે યુ.કેમાં પ્રથમ દિવ્યાંગો માટેનું ડિસ્કાઉન્ટ કાર્ડ હતું. જેનો ઉદ્દેશ આર્થિક ભારણ ઓછું કરવાનું અને દિવ્યાંગોના પરિવારને 795 અમેરિકી ડોલર સુધીની આર્થિક ખર્ચમાં મદદ કરવાનું હતું. શાની આખા યુકેના દિવ્યાંગોના જીવનમાં મોટો બદલાવ લઈને આવી.એનગોઝી ઓકે નમે- ઇવિઆલા - આ વૈશ્વિક અર્થશાસ્ત્રી હાલમાં જ વિશ્વ વેપાર સંગઠનની પ્રથમ મહિલા અને આફ્રિકી ડિરેક્ટર બની. હાવર્ડ તેમજ એમ.આઈ.ટીથી ગ્રેજ્યુએટ એનગોન્ઝીએ નાઈઝિરિયાના 30 અરબ ડોલર દેવું માફ કરવાં માટે પેરિસ ક્લબ ઓફ ક્રેડિટર્સને મનાવ્યાં હતાં.ફંડા એ છે કે જો તમે કોઈ પણ ક્ષેત્રમાં લોકપ્રિયતા મેળવવા માગો છો તો એવા ઉદ્દેશની પસંદગી કરો જેમાં તમારો પૂર્ણ વિશ્વાસ હોય અને જેને પૂરો કરવા માટે તમે સંઘર્ષ કરી શકો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.