તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૃષ્ટિકોણ:ભારતીય ટીમના વિજયમાંથી આપણે શું શીખી શકીએ

3 મહિનો પહેલાલેખક: રાજદીપ સરદેસાઈ
 • કૉપી લિંક
 • ઓસ્ટ્રેલિયા પર ભારતીય ક્રિકેટ ટીમના વિજયમાં આપણા સૌના માટે કેટલાક જરૂરી બોધપાઠ છુપાયેલા છે

ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવે એક સપ્તાહથી વધુ સમય થઈ ચુક્યો છે, પરંતુ સફળતાની ચમક યથાવત છે. આ વિજયમાં કેટલાક બોધપાઠ રહેલા છે. એવું શું છે, જે આપણે સૌ, જેમાં જાહેર જીવનવાળા પણ સામેલ છે, મેદાન પર રહેલા આપણા હીરો પાસેથી શીખી શકીએ છીએ? કેપ્ટન અજિંક્ય રહાણેથી શરૂ કરીએ. તે એવો નેતા છે, જેણે કડક બોસના આધુનિક સ્ટિરિયોટાઈપને તોડ્યો છે. સારા-ખરાબ સમયમાં શાંત રહીને રહાણેએ બતાવ્યું કે, કડક નેતા બનવા માટે આક્રમકતા બતાવવી જરૂરી નથી. રહાણેના શાંત વ્યવહાર પાછળ મજબૂત દૃઢનિશ્ચય છે, ક્રિકેટના યોદ્ધાઓમાં કોલેજિયમમાં બુદ્ધ જેવી શાંતિ છે. કદાચ તેની કેપ્ટનશિપની એ નિર્ણાયક ક્ષણ હતી, જ્યારે બોર્ડર-ગાવસકર ટ્રોફી ઉઠાવ્યા પછી તે ખુશી-ખુશી પાછળ ખસી ગયો અને યુવાન સાથીદારોને વિજયનો આનંદ લેવા આગળ બોલાવ્યા હતા. આજના વ્યક્તિપરક યુગમાં રહાણેનો વ્યવહાર એ સૌમ્ય યુગની યાદ અપાવે છે, જ્યારે સફળતાને સંયુક્ત પ્રયાસ તરીકે જોવામાં આવતી હતી. ટીમ હુનરની ભાવનાથી આગળ વધતી હતી, વિશેષાધિકારનું બંધન ન હતું.

એક રાજકારણીનો વારસદાર રાજકીય પાર્ટીને પરિવારની જાગીરની જેમ ચલાવી શકે છે, બિઝનેસ ગૃહનો વડો પણ વારસદાર હોઈ શકે છે, ડૉક્ટર અને વકીલ જેવા વ્યવસાયો પણ વારસા પર ચાલે છે. ક્રિકેટમાં આવું હોતું નથી. એ દિવસો જતા રહ્યા જ્યારે સ્થાનિક નેટવર્ક અને પક્ષપાત ટીમની પસંદગીને પ્રભાવિત કરતા હતા. હું તેનું જીવતું-જાગતું ઉદાહરણ છું. હું મારા પિતાની જેમ ભારત માટે રમવા માગતો હતો, પરંતુ મારા અંદર જરૂરી હુનર ન હતો. હવે જ્યારે હું રિષભ પંત કે શુભમન ગિલ જેવાને બેટિંગની કળાની નવી વ્યાખ્યા કરતો જોઉં છું તો મારો વિશ્વાસ પાકો થાય છે કે ક્રિકેટ ઉત્તરાધિકાર નથી, પરંતુ કુશળતાથી ચાલે છે. ભલે અર્જુન તેંડુલકર પાસે ભારતીય ક્રિકેટનું સૌથી મોટું ઉપનામ હોય, પરંતુ તેને ભારત માટે રમવાની તક ત્યારે જ મળશે, જ્યારે તે મેદાન પર સારું પ્રદર્શન કરશે. હુનર આધારિક ઈકો-સિસ્ટમનો સાથ એક બાબતે આપ્યો, જેને હું રમતનું ‘ધોનીકરણ’ કહું છું. રાંચી જેવા શહેરમાંથી જ્યારે મહેન્દ્ર સિંહ ધોની બહાર આવ્યો ત્યારે તેણે મોટા શહેરથી બહારના હજારો યુવાનોમાં આશા જગાડી કે રમત માત્ર પારંપરિક શ્રેષ્ઠીઓના પ્રભુત્વ અંગે નથી. ધોનીથી અગાઉ કપિલ દેવ જેવાઓએ પણ તમામ અવરોધો તોડ્યા હતા. જોકે, નાના શહેરોની આભાસી ક્રાંતિ ધોનીની પેઢીમાં જોવા મળી, જેણે ભારતીય ક્રિકેટની ભૂગોળને સંપૂર્ણ બદલી નાખી. રમત એવી રીતે લોકતાંત્રિક બની કે, બીજા વ્યવસાયોએ પણ તેનું અનુસરણ કરવું જોઈએ કે કેવી રીતે તક પેદા કરવી અને સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ દરેકને સમાન તક આપવી.

ભારતીય ક્રિકેટની બદલાતી ગતિશીલતામાં માલદાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મોટી ભૂમિકા છે. તક આપવામાં ટી20ની ભૂમિકાને ઓછી માની શકાય નહીં. પછી તે જસપ્રીત બુમરાહ હોય કે હાર્દિક પંડ્યા, આઈપીએલ એવું મંચ બન્યું છે, જ્યાં દર વર્ષે એક સિતારો પેદા થાય છે. ઘરેલુ ક્રિકેટર જ્યારે ડ્રેસિંગ રૂમમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરો સાથે હોય છે તો તેમના અંદર અડગ આત્મવિશ્વાસ પેદા થાય છે. ભારતીય ક્રિકેટ હકીકતમાં આત્મવિશ્વાસની ભાવનાથી જ વૈશ્વીકૃત બન્યું છે, આત્મનિર્ભર ભારતથી નહીં. એકાંકી અને સુરક્ષાત્મક બનવાને બદલે ભારતીય ક્રિકેટ ઉદાર બન્યું અને બીજા અંગે વિચારી રહ્યું છે, જે 21મી સદીમાં સફળ અર્થતંત્રોના મુખ્ય ગુણ છે.

ભારતીય ટીમનો બીજો એક ગુણ, જેને અપનાવવાની જરૂર છે, તે છે હુનરને વધુ તક આપવાની વિશેષતા. લગભગ દરેક ભારતીય ટીમને હવે એવા ખેલાડી મળે છે, જે ઝડપથી અંડર-19માંથી સીનિયર રેન્કમાં આવી ગયા છે. તેનું શ્રેય રાહુલ દ્રવિડ જેવાને મળવું જોઈએ, જેમણે છેલ્લા કેટલાક વર્ષ જુનિયર ટીમના માર્ગદર્શનમાં ખર્ચ કર્યા છે. આ અર્થમાં ક્રિકેટ કોઈ નવા સ્ટાર્ટ-અપની જેમ વસતીવિષયક ફાયદાને ઓળખી રહ્યું છે અને અપનાવી રહ્યું છે. તેનાથી વિરુદ્ધ આપણી રાજનીતિ છે, જ્યાં હજુ પણ આગામી પેઢીને અપનાવવામાં ખચકાટ જોવા મળી રહ્યો છે. ભાજપા એ રાષ્ટ્રીય પાર્ટીમાં સામેલ છે, જે કદાચ યુવાનોને તક આપવામાં આગળ રહી છે. જેના કારણે તે 30 વર્ષથી નાની વયના મતદારોને આકર્ષિત કરવામાં સફળ રહી છે.
જોકે, ભારતીય ટીમનો સૌથી આકર્ષક ગુણ કોઈ પણ ડર વગર આઝાદીથી રમવાનો છે. તેના પાછળ થોડો હાથ આર્થિક સુરક્ષાનો પણ છે. જોકે, મોટું કારણ એ છે કે, આ રમતને ઉદ્દેશ્યની શુદ્ધતા આકાર આપે છે. ક્રિકેટનું મેદાન કોઈ વોટ બેન્ક નથી, ફાયદા માટે અહીં કોઈ ભેદભાવનો લાભ લેવાતો નથી. તે આપણી રાજનીતિથી તદ્દન વિપરીત છે, જેમાં ભડકાઉ નિવેદનબાજી હોય છે, જે આપણા અંદરમાંથી વધુ ખરાબને બહાર લાવે છે. રાજકીય ચર્ચાને આકાર આપનારી હિન્દુ-મુસ્લિમ કટ્ટરતા ક્રિકેટના મેદાનમાંથી ગાયબ છે. આ જ કારણે આપણી ક્રિકેટ ટીમ વિવિધ ધર્મી રાષ્ટ્ર હોવાની આપણી પ્રકૃતિ બતાવે છે. શ્રેષ્ઠ અને વધુ સંગઠિત ભારતના પ્રતીક તરીકે ટીમ ઈન્ડિયાનું સન્માન અને અનુકરણ કરવાનું આ એક બીજું કારણ છે.
- વરિષ્ઠ પત્રકાર
rajdeepsardesai52@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો