તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ માજમાં નવા વર્ગભેદ હંમેશા બનતા રહે છે. તાજેતરનો વર્ગભેદ છે, કોરોના વેક્સિન લગાવેલા અને એવા જેમને હજુ લાગી નથી. તેમાં પણ વધુ એક વર્ગભેદ જોડાયેલો છે, પૂનામાં બનેલી કે હૈદરાબાદમાં બનેલી વેક્સિન. ફિલ્મ કલાકારની શાન, ટીવીવાળા કરતાં વધુ છે. હવે એક નવો વર્ગ જોડાયો છે, વેબ સીરિઝ કલાકાર. ધનિકોમાં વર્ગભેદ છે ખાનદાની શ્રીમંદ અને બીજા કેટલાક વર્ષમાં બનેલા. તાજા બનેલા શ્રીમંતોની કન્યાઓની અલગ મુશ્કેલી છે, તે નેલપોલિશ અને લિપસ્ટિકનો ઉપયોગ કરે છે તો માતા કહે છે કે, પગમાં ઝાંઝર જરૂર પહેરજે. આ બાબતે યાદ આવે છે ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બૂર્કા’. મારૂતિના ડ્રાઈવરથી મર્સિડીઝના ડ્રાઈવર ખુદને ઊંચા સમજે છે. પીનારામાં દેશી દારૂ પીનારા, દેશમાં બનેલી તથાકથિત વિદેશી દારૂ પીનારા અને આયાત કરેલી બ્લેક લેબલ પીનારા. સ્કોટલેન્ડમાં બનેલી રેડ લેબલથી ઊંચું સ્થાન છે બ્લેક લેબલનું.દારૂ ન પીનારાને ટી-ટોડલર, દરરોજ પીનારાના પીધેલા અને ક્યારે પીનારાને ટિપલર તથા હદ કરતાં વધુ પીનારાને દારૂડિયો કહેવાય છે. કેન્સરને પછાડીને કોરોના ટોચ પર પહોંચ્યો છે. કવિઓમાં પણ કવિ સંમેલન દરમિયાન મપસંદ કવિ અને ગંભીર વાચકો દ્વારા વાંચવામાં આવતા કવિ છે. કાસિફ ઈન્દોરીએ એક મુશાયરો લૂંટીને કહ્યું કે, તેઓ આજે છેલ્લી વખત દારૂ પી રહ્યા છે. કમનસીબે એ જ દિવસે તેમને ઝેરી દારૂ પીધો અને મરી ગયા. તેમની એક શાયરી ફિલ્મ ‘શાયદ’માં લેવાઈ છે, ‘સરાસર ગલત હૈ મુઝપર ઈલ્ઝામે બાલા નોશી કા, જિસ કદર આંસુ પીએ હૈં, ઉસસે કમ પી હૈ શરાબ’. શબ્દોના ક્રમમાં ભૂલ માટે માફી ચાહું છું.અપરાધ જગતમાં પણ પોકેટ માર સામાન્ય છે અને મોટી લૂંટ કરનારા સૌથી ઊપર છે. આ ડાકુ પણ કેવો, જેના પર માત્ર 50 હજારનું ઈનામ હોય. તેમાં લખપતિની શાન અલગ હોય છે. એક શાન વધારનારાએ રૂ.10ની નોટને સિગારેટ બનાવીને પીધી. બીજાએ 100ની નોટ સળગાવી તો બીજા એક ચતુરે એક લાખના ચેકની સિગારેટ બનાવી. ગીતકાર ગુલશન બાવરા પોતાની 555 બ્રાન્ડના સિગારેટના પેકેડમાં 4 સિગારેટ અને 40 બીડી રાખતા હતા.સાગરના વિઠ્ઠલભાઈ પટેલે ફિલ્ટર બીડીનું નિર્માણ કર્યું, પરંતુ તે બજારમાં વેચાઈ નહીં. વૃક્ષોમાં વડનું આયુષ્ય સૌથી લાંબુ હોય છે, લીમડો નિરોગ કરે છે, કેક્ટસની પણ શાન છે, પરંતુ જંગલી ઘાસ આમ આદમીની જેમ મહત્ત્વ વગરની છે.જાવેદ અખતરની કવિતા છે, ‘મહાન આંદોલનકારી જો મરકર ભી નહીં મરતે, ગિરતે હૈં પરંતુ ઝુકતે નહીં, પિટતે હૈં પરંતુ રોતે નહીં. લોહે કી લાઠિયાં ચલવાને વાલે નહીં જાનતે કે યે કિસાન ઈસ્પાત કે બને હૈં’.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.