તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:વેલેન્ટાઈન ડે: મધુબાલાને યાદ કરવાનો દિવસ

11 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

મધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરી 1933 અને મૃત્યુ 23 ફેબ્રુઆરી 1969ના રોજ થયું હતું. મધુબાલાનું મૃત્યુ ‘મશીનરી મરમર’નામની હૃદયની બીમારીથી થયું હતું જેનો ઈલાજ તે પછીના થોડા જ વર્ષોમાં ઓપરેશન દ્વારા થવા લાગ્યો હતો. આ રીતે જ પૃથ્વીરાજ કપૂરના દેહાંતના અમુક માસ બાદ જ હોજકિન્સ બીમારીનો ઈલાજ શોધી લેવાયો હતો. કોરોનનો ઈલાજ શોધી લેવાયો છે પણ કોરોનના નવા સ્વરૂપ સામે આવી રહ્યા છે. મનુષ્ય સતત સંઘર્ષ કરે છે અને આ સંઘર્ષની ભાવના અપરાજેય છે. જો કે, અત્યારના સમયમાં મધુબાલાનો ઉલ્લેખ કરાય છે કે, કેમ કે તે સુંદરતાનો માપદંડ બની ચૂકી હતી. જૂહી ચાવલા મહેતા મધુબાલા કરતા વધુ સુંદર છે કે પછી સુચિત્રા સેન મધુબાલા જેટલી જ સુંદર છે તેમ કહેવાતું હતું. પાકિસ્તાનના સદર ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ‘મુગલ-એ-આઝમ’ના શૂટિંગ સમયે ત્રણ વાર માત્ર મધુબાલાને જોવા આવ્યા હતા. કેટલાક વર્ષો પહેલા બનેલી ફિલ્મ ‘હેપી ભાગ જાયેગી’માં એક પાકિસ્તાની વ્યક્તિ કહે છે કે, તેના પિતા મનોમન મધુબાલાને પ્રેમ કરતા હતા પણ મધુબાલા માત્ર દિલીપ કુમારને ચાહતી હતી.મધુબાલાના પિતા અત્તાઉલ્લાહ ખાન પણ દિલીપ કુમારના લગ્ન મધુબાલા સાથે એ જ શરતે કરાવવા તૈયાર હતા કે લગ્ન બાદ દિલીપ કુમાર અને મધુબાલા માત્ર તેમના દ્વારા નિર્મિત ફિલ્મોમાં કામ કરશે. દિલીપ પોતાના કામનો સોદો કરવા માંગતા ન હતા. એ સમયે તસ્કર હાજી મસ્તાન, મધુબાલાને એટલી પસંદ કરતા હતા કે ફિલ્મોમાં કામ કરતી એક જૂનિયર કલાકારનો ચહેરો થોડો મધુબાલા સાથે મળતો આવતો હતો, તો તેમણે તેની સાથે લગ્ન કરી લીધા. મિલન લુથરિયાની ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં તેનો સંકેત અપાયો છે. મધુબાલા દિલ્હીમાં જન્મ્યા હતા અને તેમના પિતા પોતાના નામ પાછળ ‘દેહલ્વી’ સરનેમ રાખતા. મધુબાલાએ દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદ ત્રણેવ સાથે અભિનય કર્યો છે. તેમણે ગુરુદત્તની કૉમેડી પ્રેમ કથા ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’માં પણ અભિનય કર્યો હતો. ફિલ્મમાં સંવાદ હતો કે, ‘તે પરી છે જો હાથ અડાડશો તો ઉડી જશે.’ અન્ય એક સંવાદ પણ સાર્થક હતો. નાયકને પૂછવામાં આવે છે કે શું તે કોમ્યુનિસ્ટ છે તો નાયક કહે છે તે કાર્ટૂનિસ્ટ છે. મહિલા કહે છે કે કોમ્યુનિસ્ટ અને કાર્ટૂનિસ્ટમાં કોઈ અંતર નથી. મધુબાલાની પહેલી ફિલ્મ ‘નીલ કમલ’ અને છેલ્લી ફિલ્મ ‘ચાલાક’ રાજ કપૂર સાથે હતી. ‘ચાલાક’ અધૂરી જ રહી. પોતાના અંતિમ વર્ષોમાં મધુબાલા કાર્ટર રોડ પર અરેબિયન વિલા નામના ઘરમાં રહેતી હતી. જેના ગ્રાઉન્ડ ફ્લોર પર તેમણે પોતાના માટે એક નાનકડું થિયેટર બનાવ્યું હતું જેમાં તે મોટાભાગે મહેબૂબ ખાનની ‘અમર’ અને કે.આસિફની ‘મુગલ-એ-આઝમ’ની પસંદગીની રીલ્સ જોતી હતી. ‘મુગલ-એ-આઝમ’ વખતે કે.આસિફે, મધુબાલાને જેલના સીનમાં લોખંડની અસલી જંજીરોથી બાંધી હતી જે ખૂબ પીડાદાયક હતું.પ્રેમનાથે, દિલીપ કુમાર અને મધુબાલાના સંબંધો બગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તે ‘બાદલ’માં પ્રેમનાથ સાથે અભિનય કરી રહી હતી અને પ્રેમનાથે દિલીપ કુમારને કહ્યું હતું કે, મધુબાલા તેને પ્રેમ કરે છે. હકીકતે, મધુબાલાને જોરથી હસવાની આદત હતી, તે વિના કારણ પણ જોરથી હસ્તી જેના કારણે લોકો ભરમાઈ જતા હતા. મધુબાલા પોતાના સૌંદર્યના જાદુથી વાકેફ હતી અને જાણીજોઈને લોકોને ભ્રમમાં મૂકતી. મધુબાલાની વિદાયને અડધી સદી વીતી ગઈ છે પણ દિલીપ કુમારના મનઃ ચક્ષુઓમાં આજે પણ જીવિત છે. તેમની યાદદાસ્ત ગુમ થઇ છે પણ આ ભૂલવાના ક્રમમાં પણ તેમને મધુબાલા યાદ છે. હવે 98 વર્ષે તે માત્ર હાડપિંજર જેવા બની ગયા છે પણ મધુબાલા તો બોનમૅરોમાં વસેલી છે. દિલ્હીમાં પાડોશમાં રહેતો એક યુવાન મધુબાલાને એક તરફી પ્રેમ કરતો હતો અને પછીથી તે ટોપનો ઓફિસર બન્યો. તે આજે પણ 14 ફેબ્રુઆરીએ મધુબાલાની કબર પર ફૂલ ચડાવવા જાય છે, તેને વિશ્વાસ છે કે, ફૂલોની ફોરમ મધુબાલા સુધી પહોંચે છે. ઉલ્લેખનીય છે કે, ‘મુગલ-એ-આઝમ’માં મધુબાલા બાદશાહ અકબરના દબાવમાં આવી સલીમને એક ફૂલ આપે છે જેમાં બેભાન કરવાની દવા મિશ્રિત છે. જો કે, મધુબાલા એ ખુશ્બૂ છે જે આજે પણ ચારેકોર ફેલાયેલી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો