તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:ભક્તિયોગ દ્વારા આપણને સંઘર્ષનીઊર્જા મળે છે

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

દુનિયાની કસોટીમાં ઘણું બધું એવું કરવું પડે છે, જેને કરવાની ઈચ્છા હોતી નથી કે આમ કરીને આપણે થાકી જઈએ છીએ, હેરાન થઈ જઈએ છીએ.આજકાલ જો વેપારીને પુછો તો કહે છે કે, મુશ્કેલી વેપાર કરવામાં નથી. મુશ્કેલી ત્યારે પેદા થાય છે, જ્યારે વેપાર ઉપરાંત ઘણું બધું એવું કરવું પડે છે, જેને એક શબ્દમાં કહીએ તો ‘ભ્રષ્ટાચાર’. નોકરી કરનારા કહે છે કે, ઘણું બધું એવું કરવું પડે છે, જે તેઓ કરવા માગતા નથી. જેને ચાપલુસી કહી શકાય છે. પરિવાર ચલાવનારા કહે છે કે, ઘણું બધું એવું કરવું પડે છે, જેમાં ઘણી તાકાત લાગે છે. તેને કહે છે, સહનશક્તિ. અંગત જીવનમાં ઘણુંબધું એવું જોવા મળે છે, જે બીજા જોઈ શકતા નથી. આપણું ગંદુ અને ખોટું ચિંતન આપણે જ જોઈ શકીએ છીએ, છતાં આપણે ચિંતિત બની જઈએ છીએ. ધીમે-ધીમે આપણું વ્યક્તિત્વ આ બધાથી બચવાના બહાના બનાવે છે અને એવી રીતે બનાવે છે કે, બહાના પણ ટેવ પડી જાય છે. પછી આપણે દરેક વખતે રોદણું રડવા લાગીએ છીએ કે, જે કોઈ જગ્યાએ જાઓ, માથાકૂટ છે. એટલે, આવું રોદણું રડવા કરતાં તો સારું છે કે, કેટલીક ઊર્જા વધારાના સ્વરૂપમાં એવી રીતે બચાવો જે આ ક્ષેત્રોમાં આવા કામ કરતા સમયે ઉપયોગમાં લઈ શકાય. આવી ઊર્જા ભક્તિયોગથી પ્રાપ્ત થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો