તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દૃષ્ટિકોણ બજેટનો રાજકીય સંકેત એટલો જ છે કે, મોદી સરકાર વધુ મહેસૂલી આવક માટે વિકાસ પર દાવ લગાવી રહી છેઆ વર્ષના બજેટે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત ભારતના રાજકીય અર્થતંત્રમાં મોટું પરિવર્તન જોવા મળ્યું, તે પણ સાચી દિશામાં. તે વૈચારિક પણ હતું અને સમજદારીપૂર્ણ પણ. રાજકીય ભાષામાં કહીએ તો આ મોદી સરકારનું પ્રથમ ભાજપા બજેટ છે. આ અગાઉ તમામ કોંગ્રેસ+થી કોંગ્રેસ+++ વાળા જ હતા. ટીકાકારોમાં ભારતની તમામ સમસ્યાઓ માટે 1991ના સુધારાને દોષ આપવાનું ચલણ રહ્યું છે. બીજી તરફ, આ ભારતનો અભિશાપ છે કે, તેના સુધારાની તક કેટલી દુર્લભ રહી છે. એટલે જ્યારે આવું કંઈક મળે છે તો તેને ડ્રીમ બજેટ કહે છે. 1991 પછી આપણી પાસે દેવેગૌડાની ડાબેરી સમર્થિત સંયુક્ત મોરચા સરકારના નાણા મંત્રી તરીકે પી. ચિદમ્બરમનું 1997-98નું બજેટ હતું. જોકે, આ સરકારની પ્રથમ કેબિનેટમાં ગૃહ અને કૃષિ જેવા વિભાગ ક્રમશ: સીપીઆઈ નેતા ઈન્દ્રજીત ગુપ્તા અને ચતુરાનન મિશ્ર પાસે હતી. આપણે કદાચ ત્યાર પછીના યશવંત સિન્હા અને જસવંત સિન્હાના ત્રણ બજેટને સુધારાવાદી માની શકીએ છીએ.રાવ-મનમોહન સિંહની સુધારાની ગતિ 18 મહિનામાં જ ધીમી પડી ગઈ, ચિદમ્બરમનું 1997-98નું બજેટ જરૂર એક અપવાદ હતું. 2004માં વાજપેયીના પરાજયે યુપીએને નવી ફોર્મ્યુલા ‘સર્વસમાવેશક વિકાસ’નો પ્રોત્સાહન આપ્યું. ત્યાર પછી એવી માન્યતાએ જન્મ લીધો કે, વાજપેયીના વિકાસની તરફેણના પ્રસ્તાવોથી પરેશાન દેશના ગરીબોએ કોંગ્રેસને વોટ આપ્યો છે. યુપીએના બીજા કાર્યકાળ સુધી ભારતમાં જે કંઈ બગડ્યું અને ગરીબોની સ્થિતિમાં જે ઘટાડો આવ્યો, તેના માટે વૃદ્ધિને જવાબદાર ઠેરવાતી રહી. આ જ સમય હતો જ્યારે આપણે શિક્ષણથી માંડીને ખાદ્ય અને રોજગાર સુધી, પોતાના અધિકાર આધારિત કાયદા પસાર કર્યા. અફસો, યુપીએ સરકાર વધુ ચાલી નહીં, નહિંતર સારું ચોમાસું અને ક્રિકેટમાં વિજયની ગેરન્ટી આપતા કાયદા પણ પસાર કરાવી દેતી. પછી આવી મોદી સરકાર. તેણે લોકસભામાં નવા જમીન સંપાદન (સુધારા) ખરડાને પસાર કરવાનું પ્રથમ મોટું પગલું લીધું. ત્યાર પછી ‘સૂટ-બૂટની સરકાર’ના નામે હોબાળો થયો અને બધું જ અટકી ગયું.મુશ્કેલી છે કે, આ બજેટમાં નરેન્દ્ર મોદીએ મહામારીના કારણે મળેલી મદદથી ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી નાખ્યા છે. એક લોકશાહીમાં આરોગ્યથી માંડીને સંરક્ષણ, અર્થતંત્ર, કલ્યાણ અને બજાર સુધી બધું જ રાજનીતિ પર નિર્ભર કરે છે. એક લોકશાહીમાં અર્થતંત્રના મેનેજમેન્ટથી માંડીને દશા-દિશા બધું જ રાજનીતિ છે. તમે ચૂપચાપ કોઈ સુધારા કરી શકો નહીં. તેનાથી વિરુદ્ધ મોદી સરકારે છેલ્લા છ વર્ષમાં અનેક ભૂતકાળની રીતો પાછી આવતી જોવા મળી, જેમ કે નોકરશાહીને નવા અધિકારો આપવા, સંરક્ષણવાદી આયાત નિયંત્રણ અને શુલ્ક, કરવેરાના દર અંગે અનિશ્ચિતતા.હું આને ભારતના રાજકીય અર્થતંત્રમાં વળાંક માનું છું. આ બજેટની સૌથી સારી વાત એ છે કે, તેમાં ટેક્સેશન પર કંઈ કહેવાયું નથી. કરવેરાના તમામ દર પહેલા જેવા જ છે. આ પ્રગતિ છે. એક રાજકીય પગલું છે. કરવેરામાં વધારાથી માંડીને સંપત્તી જપ્ત કરવી, ભૂતકાળના નિષ્ફળ નિર્ણયો ફરી લાગુ કરવા, ધનીકો પર ટેક્સ લગાવવા અને અવાસ્તવિક મૂડી લાભ પર પ્રિસમ્પટિવ કર જેવા હાથ-પગ વગરના વિચારો હવામાં તરતા હતા. જોકે, શું આપણે એ વાતની કલ્પના કરી શકીએ કે, જો બજેટમાં આવા પ્રસ્તાવ લાગુ થતા તો તેનું પરિણામ આગામી સમયમાં શું આવતું? મોદી સરકાર એક બાબત અંગે કુખ્યાત છે કે, તે અર્થશાસ્ત્રીઓની વાત સાંભળતી નથી. આ વખતે તેમણે એવું કર્યું નથી. કેમ કે, પાછળથી અર્થશાસ્ત્રીઓને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ કામ નેતાઓનું છે. ગમ કે ન ગમે, મોદી સરકારે એક વિશિષ્ટ રાજકીય પગલું ભર્યું છે.દાયકાઓથી, ખાસ કરીને 1991ના સુધારા પછીના ત્રણ દાયકામાં ભારત વિકાસ વિરુદ્ધ અસમાનતાના બેવડા વિચારમાં ગૂંચવાતું રહ્યું છે. આ ચર્ચા નિરર્થક છે. કેમ કે, જો વિકાસના કારણે અસમાનતા વધી છે તો વિકાસના અભાવમાં શું થાય છે? વિકાસથી ધનીક વધુ ધનીક બને છે, પરંતુ શું ગરીબ વધુ ગરીબ બને છે? ધનીકોને તો ત્યારે પણ કોઈ ફરક પડતો નથી જ્યારે વિકાસમાં બેવડા આંકડામાં ઘટાડો થતો હોય છે. હવે વૈશ્વિક રોદણું જ જુઓ કે, મહામારીના વર્ષમાં પણ કેવી રીતે અબજપતિઓએ પોતાની સંપત્તિ વધારી દીધી, જ્યારે કરોડો લોકોને નોકરીથી હાથ ધોવા પડ્યા છે.આ બજેટનો રાજકીય સંકેત એટલો જ છે કે, મોદી સરકાર મહેસૂલી આવક પ્રાપ્ત કરવા વિકાસ પર દાવ લગાવી રહી છે. હું વોલસ્ટ્રીટ ફિલ્મમાં માઈકલ ડગલસે ભજવેલા પાત્ર ગોર્ડન ગેકોના શબ્દોથી સાથે મારી વાત સમાપ્ત કરીશ કે, ‘દેવીઓ અને સજ્જનો, સારા શબ્દના અભાવમાં વિકાસ સારો છે. વિકાસ અસરકારક છે. વિકાસ સ્પષ્ટતા લાવે છે અને વિકાસ સંબંધિત ભાવનાનો સાર પકડે છે. માનવ જાતિના ઉત્થાન માટે વિકાસ જરૂરી છે. તેના અનેક સ્વરૂપ છે : જીવન માટે વિકાસ, પૈસા માટે, પ્રેમ માટે, જ્ઞાન માટે.’
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.