તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:વિકાસ અને સુવિધાઓમાં ભવિષ્યનો વિચાર કરો

એક મહિનો પહેલાલેખક: એન રઘુરામન
 • કૉપી લિંક

આપણે જાણીએ છીએ કે, ઈન્ટરનેટ કેનેક્ટિવિટીના અભાવને કારણે અનેક અંતરિયાળ વિસ્તારના ગામડાને આરોગ્ય, સંદેશા-વ્યવહાર, સરકારી સપ્લાય યોજના વગેરે સેવાઓનો ફાયદો મળતો નથી. કોરોના દરમિયાન વર્ક ફ્રોમ હોમ(WFH) હોવા છતાં મોટાભાગના શહેરી આઈટી વર્કર પોતાના ગામ ગયા નહીં, કેમ કે તેઓ જાણે છે કે, ત્યાં ઈન્ટરનેટ સ્પીડ ઓછી હોવાને કારણે WFH કરી શકશે નહીં. WFH ભવિષ્યમાં પણ ચાલતું રહેશે, એટલે અનેક કર્મચારીની ઈચ્છા છે કે, દરેક ગામમાં ઓછામાં ઓછો એક ઈન્ટરનેટ પાર્ક હોવો જોઈએ.

આ પગલું મોટું પરિવર્તનકારી હોઈ શકે છે. આવું વિચારીને આંધ્ર પ્રદેશે ભારતના પ્રથમ પ્રકારના ‘વિલેજ ઈન્ટરનેટ પાર્ક’ (વીઆઈપી) બનાવવાનો નિર્ણય લીધો છે. વીઆઈપીમાં મફત ઝડપી ઈન્ટરનેટ અપાશે. શહેરી કેન્દ્રો અને વિદેશથી પોતાના મૂળ ગામ પરત ફરી રહેલા લોકોને તેનો ફાયદો થશે. એક વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ બનાવાયો છે અને એપી ફાઈબરનેટ કોર્પોરેશન જેવી કંપનીએએ પાઈલટ પ્રોજેક્ટ માટે ગામ પસંદ કરીને ત્યાં ભૂમિગત કેબલનું કામ શરૂ કરી દીધું છે, જેથી આ પાર્કોમાં વિજળી કે ઈન્ટરનેટ સાથે સંકળાયેલા અવરોધો ન આવે. આંધ્રમાં લગભઘ 10 લાખ ઘરોમાં ઈન્ટરનેટ કનેક્શન છે અને 50 લાખ ઘર વધુ જોડાવાની સંભાવના છે. એવું મનાય છે કે, આંધ્રમાં આઈટીની સમજ ધરાવતી મોટી વસતી છે, છતાં અહીં ઈન્ટરનેટની પહોંચ 31% જ છે. રસપ્રદ બાબત એ છે કે, એક લાખથી વધુ વસતી ધરાવતા શહેરી વિસ્તારોને આ યોજનામાંથી બાકાત રખાયા છે.

આવી પ્રગતિશીલ પ્રક્રિયાઓથી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બોર્ડ જેવા મોટા વિદ્યુત વિતરણ કોર્પોરેશન(એમએસઈબી) આદિમ કાળના વિચારો ધરાવે છે. નાસિક જેવા શહેરનું જ ઉદાહરણ જુઓ, જે આર્થિક રાજધાની મુંબઈની નજીક છે. ઈગતપુરીની નજીક, સમુદ્રની સપાટીથી 3000 ફૂટ ઊંચાઈએ એવેલા નાસિક શહેરનું હવામાન દ્રાક્ષની ખેતી માટે ઉપયુક્ત છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે તે શ્રેષ્ઠ સ્થાન છે, કેમ કે અહીં સહ્યાદ્રી પર્વતમાળાની શુદ્ધ હવા પણ છે. જોકે, અહીંના મકાન માલિક પોતાનું ઘર એક મહિનાથી વધુ સમય માટે બંધ રાખી શકે નહીં. ચોરીના ભયથી નહીં પરંતુ એટલે માટે કેમકે, એમએસઈબી તમાપી પાસેથી એ વિજળીના પણ પૈસા લેશે, જેનો તમે ઉપયોગ કર્યો નથી. જો ઘર બંધ મળે છે તો એ તમારા દ્વારા વિજળીના મહત્તમ વપરાશને આધાર બનાવીને તેની સરેરાશના આધારે બિલ પકડાવી દે છે. એમએસઈબીની ‘મહાવિતરણ’ એપ ગ્રાહકો પર વિશ્વાસ કરતી નથી, જ્યારે કે તેઓ પોતે જણાવે છે કે, તેમણે કેટલા યુનિટ વિજળી વાપરી છે. એપ માલિકના રજિસ્ટર્ડ ફોનથી મીટરનો લાઈવ ફોટો માગે છે અને પડોશી કે કેરટેકર દ્વારા ખેંચેલો ફોટો સ્વીકારતી નથી.

એવા સમયમાં જ્યાં બેન્ક ખાતું ખોલવામાં પણ સેલ્ફ એટેસ્ટ કાગળ લગાવાય છે, ત્યાં એમએસઈબી પોતે જાહેર કરેલા પ્રતિ મહિનાના વપરાશને પણ માનતું નથી. તેઓ ઈચ્છે છે કે, જ્યારે મીટર રીડિંગવાળો ઘરે આવે ત્યારે માલિક હંમેશા ઘરે હાજર હોવા જોઈએ. મીટર રીડિંગની આવી પછાત રીતના કરાણે ઘરમાં ન રહેતા વપરાશકાર અને એમએસઈબી વચ્ચે વિવાદ થતા રહે છે. આપણી માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે. આપણે ગ્રાહકો પર વિશ્વાસ મુકવાની શરૂઆત કરવી પડશે. તે અંગ્રેજો દ્વારા બનાવાયેલો નિયમ હતો, કેમ કે તેઓ આપણને ગુલામ માનતા હતા. આજે આપણે આઝાદ ભારતમાં થીએ અને આપણી મુખ્ય જવાબદારી છે કે, આપણે પોતાના ભાઈ-બહેનો પર ત્યાં સુધી વિશ્વાસ મુકીએ, જ્યાં સુધી એ સાબિત ન થાય કે તેમણે છેતરપીંડી કરી છે. છેતરપીંડી આચરવાની માનસિકતા ધરાવતા લોકો ઘણા ઓછા હોય છે.

ફંડા એ છે કે, વિકાસ અને સુવિધાઓમાં વિશ્વાસ હોવો જોઈએ અને તેમાં ભવિષ્યનો પણ વિચાર હોવો જોઈએ.

મેનેજમેન્ટ ગુરુ, raghu@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો