તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક વર્ષ અમેરિકામાં હજારો ટન અનાજ સમુદ્રમાં ડુબાડી દેવામાં આવ્યું. જેથી બજારમાં અનાજની કિંમત સ્થિર રહે અને સમન્વય જળવાયેલો રહે. આજે બીજા કારણોથી પંજાબમાં ઉભો પાક ફેંદાઇ રહ્યો છે. આખો પ્રયત્ન એ છે કે તે ખેતીનો વ્યવસાય કોર્પોરેટ ના હાથમાં ન જઈ શકે અને જનતા સુધી પહોંચતાં સુધીમાં અનાજ મોંઘું ન થાય.ફિલ્મોનું નિર્માણ કરતી પ્રથમ કોર્પોરેટ’ કલકત્તા ન્યુ થીયેટર્સ ‘નામની કંપની હતી. હિમાંશુ રાય અને દેવિકા રાનીએ ‘બોમ્બે ટોકિઝ’ની ગઠન કર્યું. એ સમયે ફિલ્મ કોર્પોરેટ બનાવવાનો ઉદ્દેશ એ હતો કે આધુનિક સંશાધનો આયાત કરીને ફિલ્મોની ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકાય. વર્તમાન કોર્પોરેટ માત્ર લાભ કરવા માટે જ રચાયેલો છે. મુસાફરના આરામ માટે વિશ્રામ ગૃહો બનાવ્યાં હતાં. જેનું આધુનિક સ્વરૂપ ફાઇવસ્ટાર હોટલ છે. હોટલમાં કામ કરવાવાળા કર્મચારીઓને ઓછો પગાર મળે છે.યાત્રી ધનિક વર્ગનો છે કે સરકારી કે કોર્પોરેટ ખર્ચ પર રહેવાં વાળો ઓફિસર છે. ફાઈવસ્ટાર હોટલમાં ત્રણેય આર્થિક વર્ગના લોકો હાજર છે. અમીર મહેમાન,પરોપકારી ઓફિસર, ભણેલો-ગણેલો એકાઉન્ટ મેનેજર ,તથા રસોડામાં કામ કરતાં ગરીબ લોકો.આથર્ર હેલેના ઉપન્યાસ’ધ હોટલ’પર ફિલ્મ બની ચૂકી છે. શંકર રચિત ‘ચૌરંગી લેન’માં એક કેબ્રે ડાન્સર એ પોતાના ઠીંગણાભાઇ માટે અંગ પ્રદર્શન વાળું નૃત્ય પ્રસ્તુત કરે છે. તેના પ્રદર્શનમાં તેના સગા ભાઇની સાથે નૃત્ય ના બહાને વ્યક્તિગત અંતરગ પ્રસ્તુતિ કરવામાં આવે છે. અને ભદ્ર લોકો તાળીઓ પાડે છે. હોટલમાં એક બેન્ડ પણ છે બધાં કર્મચારી મોડી રાત્રે ધાબા પર જઈને એકઠા થઇને પોતાનું દર્દ વહેંચે છે.કિચનમાં કાર્યરત કર્મચારીનો દીકરો બીમાર છે અને તેને પૌષ્ટિક ખોરાકની જરૂરિયાત છે. કિચનમાં તંદુરી રંધાઈ રહ્યું છે. તેનો પ્રયત્ન છે કે તંદુરીનો કોઈ એક ભાગ બાળક માટે લઈ જઈ શકે પરંતુ બધા જ કર્મચારીઓની તપાસ કરવામાં આવે છે કારણ કે ચાંદીની ચમચી અને વાટકી પણ જોડાઈ ચોરીઈ શકે છે. તંદુરી ચોરીના પ્રયત્નમાં તે પકડાઈ જાય છે. મહેમાનો દ્વારા એંઠું છોડાયેલું અને વધારાનું ફેંકેલું ભોજન ઈનસિનેટરમાં બાળવામાં આવે છે. એક બાજુ પારાવાર એંઠું ભોજન છે. અને બીજી તરફ ભૂખ છે. દૂધના વાસણમાં બળેલી મલાઈ પણ ગરીબના નસીબમાં નથી. નસીબની રચના જ એક ષડયંત્ર છે. તમાશાનો ભોગ બનનાર આજે પોતે તમાશો બનીને તાળીઓ પાડી રહ્યો છે. અનાજના દાણા પર ઘણાં બધાં શ્લોક લખાયેલા છે. તેને સંગ્રહાલયમાં રાખી શકાય છે પરંતુ ખાઈ નથી શકાતું. તંત્રમાં જ જાળાં બાઝેલાં છે. આવા સમયમાં સમાજમાં પુનઃરચનાની પ્રક્રિયા ચાલુ છે. મોટા લોકો બેખબર છે. અવિશ્વસનીય હકીકતએ છે કે દવાખાના ધાબા પરથી ગોળીઓ ચલાવવામાં આવે છે અને તેમના નિશાન પર કોણ છે. મેક્સીમ ગોર્કીએ કહ્યું હતું કે બંદૂકની ગોળી ગમે ત્યાં બનેલી હોય તેના ટ્રિગર પર ગમે તેની આંગળી રખાય, પરંતુ દરેક ગોળી કોઈ માતાના હૃદયને વિંધે છે. તે પોતાના પુત્ર પતિ કે પિતાને ખોવે છે. આખો ઘટનાક્રમ કેમેરામાં ઝીલાયેલો છે. પરંતુ કેમેરા પણ જુઠ્ઠું બોલી શકે છે. ટ્રીક ફોટોગ્રાફી વિકસી ગઈ છે. એવા કેમેરા પણ બનેલા છે કે મંત્રીજીનું ભાષણ સાંભળવા ભલે માત્ર ડઝનેક લોકો જ આવ્યાં હોય પરંતુ ટેલિકાસ્ટમાં હજારોની ભીડ બતાવી શકાય છે. એક ફિલ્મમાં અંધ પાત્રને ખાલી મેદાનમાં લઈ જવામાં આવે છે અને વિશ્વાસ અપાવવામાં આવે છે કે હજારો લોકોને તેને સાંભળી રહ્યાં છે અને તાળીઓ વગાડી રહ્યાં છે. બધું જ ટેપરેકોર્ડરના માધ્યમથી કરવામાં આવે છે, મેદાન ખાલી છે.ઉલ્લેખનીય છે કે શૈલેન્દ્રનું એક ગીત છે ‘સૂરજ જરા આ પાસ આ, આજ સપનોં કી રોટી પકાયેંગે હમ, ઓ આસમાન તું બડા મહેરબાન,આજ તુજકો દાવત કે લેં જાયેંગે હમ, ચૂલા હે ઠંડા ઓર પેટ મેં આગ હૈ, ગરમાગરમ રોટીયાં કિતના હસી ખ્વાબ હૈ.’
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.