તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એ ક ચૂંટણી ઉમેદવારે બળદગાડી યલાવીને પ્રચાર કર્યો. કોલકાતાના રોડ પર ટ્રામ, હાથ-રિક્ષા, કાર અને અન્ય સાધનો સાથે સર્વથા સાધનહીન લોગો પગપાડા કરે છે. તેમની સંખ્યા સૌથી વધુ છે. આ અભિનવ ચૂંટણી પ્રચારે પેટ્રોલના વધતા ભાવ અને ખેડૂત આંદોલન તરફ ધ્યાન આકર્ષિત કર્યુ. મેહબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’માં બળદગાડાની દોડનો દ્રશ્ય ખૂબ રસપ્રદ બની ગયો હતો. 1959માં ફિલ્મકાર વિલિયમ બાઉલરની ફિલ્મ ‘બેનહર’માં રથની દોડનો ભાગ ફિલ્મના બીજા યુનિટના ડિરેક્ટર અને કેમેરામેને શૂટ કર્યું હતું. દર્શ વારંવાર જોવા આવ્યા અને ફિલ્મની લોકપ્રિયતાનો શ્રેય તેને આપવામાં આવ્યો. ફિલ્મ ‘નયા દૌર’માં પણ ઘોડાગાડી અને બસની દોડ મનુષ્ય વર્સેસ મશીનની કોમ્પિટિશનનું પ્રતીક બની.બિમલ રૉયની બલરાજ સાહની અભિનીત ફિલ્મ ‘દો બીઘા જમીન’માં એક ખેડૂત મહાજનના પંજાથી મુક્ત કરાવવા માટે મહાનગરમાં હાથ રિક્ષા ચલાવે છે. બે રિક્ષામાં બે જાડા લોકો વચ્ચે પરસ્પર અંહકારના કારણે મંજિલ સુધી પહોંચવા માટે હોડ થાય છે. રિક્ષા ચલાવનારના પ્રાણની વાત આવી જાય છે. દાયકાઓ પછી ઓમ પુરી અભિનીત ‘સિટી ઑફ જોય’નું પ્રદર્શન થયું. પંચતંત્રની કથાથી પ્રેરિત સઇ પરાંજપેની નસીરૂદ્દીન શાહ અને ફારૂખ શેખ અભિનીત ‘કથા’ પણ આ પ્રકારની દોડના માધ્યમથી એક સંદેશ આપે છે. મૂળ કથામાં સસલું, ઝડપથી દોડે છે. તેને પોતાની જીત પર એટલો વિશ્વાસ છે કે તે થોડી વાર થાક ઉતારવા ઈચ્છે છે. તે જાણતો હતો કે અહીં સુધી પહોંચવામાં કાચબાને સમય લાગશે. અતિવિશ્વાસ કરી અહંકારી સસલું સૂઇ ગયું અને કાચબો દોડ જીતી જાય છે. પંચતંત્રમાં પશુ-પક્ષીઓ દ્વારા જીવન જીવવાની રીત પ્રસ્તુત કરવામાં આવી છે. આજના સમયમાં બધુ ઉલટ-પુલટ થઈ ગયું છે. અવાર-નવાર સમાચાર આવે છે કે દીપડો શહેરમાં ઘુસી આવ્યો છે. મનુષ્યએ તેનું જંગલ છીનવી લીધું છે. વર્તમાનનું પ્રચાર તંત્ર નવું પંચતંત્ર રચી રહ્યું છે. વાત હવે મનુષ્યના રોબોકરણ પર આવીને ટકી છે. વિજ્ઞાન ફંતાસી ‘મેટ્રિક્સ’ ફિલ્મ શ્રૃંખલા ઘટિત થી જવાની પ્રબળ શક્યતા છે.પ્રેમચંદની બે બળદની કથાથી પ્રેરિત ‘હીરા-મોતી’ નામની ફિલ્મની પ્રશંસા થઈ હતી. ટ્રેક્ટરના આવવાથી બળદનું મહત્વ ઓછું થઈ ગયું છે. રાજકીય સ્વતંત્રતાના સમયે કોંગ્રેસની ચૂંટણીનો નિશાન બળદનો જોડો હતું. કાળાંતરમાં તે હાથનો પંજો બની ગયું છે. વર્તમાનમાં આંગળીઓમાં પરસ્પર ક્લેશ થઈ રહ્યા છે. અંગૂઠા છાપ રાજકારણનો સમય આી ગયો છે. અભણ લોકો કાયદાકીય દસ્તાવેજ પર સાઇનની જગ્યાએ અંગૂઠો લગાવી દે છે. વાસ્તવમાં અભણ લોકો કરતા વધુ નુકસાન ભણેલા-લખેલા બેઇમાન લોકો કરી રહ્યા છે. બધી ફાઇલની હેરાફેરી તેઓ જ કરી રહ્યા છે.એક કહેવત છે કે ક્યારેય બળદ પર નાવ રાખીને તેને નદી સુધી લાવતા હતા. એક સમય એવો પણ આવે છે જ્યારે નાવ પર લાદીને ગાડીને બીજા કિનારા સુધી લાવવામાં આવતું હતું. વર્તમાનમાં લહેરો જ મનુષ્યને કિનારા સુધી છોડે છે. લહેરો ક્યારેક ગાંડી થઈ જાય છે. એક મુખ્યમંત્રીને વ્હીલચેર પર બેસાડીને પ્રચાર કરવો પડી રહ્યો છે. શું ધક્કો પ્રાયોજિત હતો? સત્ય જાણવાનો આગ્રહ હવે કોઈ વ્યવહારિક અર્થ નથી રાખતો. શાયર મીર તકી મીર યાદ આવે છે. ‘અય ઝૂઠ આજ શહેર મેં તેરા હી દૌર હૈ.’ઉલ્લેખનીય છે કે ચૂંટણી ઉમેદવારને બળદ અને ગાડી શોધવામાં કેટલો સમય અને પરિશ્રમ લાગ્યો હશે. પ્રયાસ સાર્થક સિદ્ધ થયો. ચારેય તરફ તેની જ ચર્ચા છે. આ રીતે મૌલિક વિચાર આજે પણ ઊંડો અર્થ ધરાવે છે. આ તથ્ય છે કે અત્યંત નાનકડી કીડી જ પોતાના વજન કરતા ત્રણ ગણો વવધુ ભાર ઉપાડી શકે છે જ્યારે વિશાળકાય હાથી પાસે આ ક્ષમતા નથી. વ્યવસ્થાના તમામ તામ-ઝામના હાથીની પણ આવી જ સ્થિતિ છે. કીડીની જેમ સામાન્ય વ્યક્તિ પણ પોતાના વજન કરતા 30 ગણો વજન ઉપાડી રહ્યો છે. તે પોતાની પીઠ પર જ પૃથ્વી લઈને ચાલી શકે છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.