તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:નિર્દેશકની કલ્પના અને જનતાના મનની વાત

21 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

લગભગ 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્કરની તમામ શ્રેણીમાં અશ્વેત અમેરિકન કલાકારોનું નોમિનેશન થયું છે. ‘ગેસ હુ ઈઝ કમિંગ ટૂ ડિનર’ માટે અશ્વેત અમેરિકનનું નોમિનેશન થયું હતું. શું આ વખતે પરિવર્તનના કારણે સામાન્ય યનાગરિકનું, જો બાઈડેન અને કમલા હેરિસની પસંદગી પ્રત્યેના વલણનો ભાગ માની શકાય છે? યથા પ્રજા તથા રાજા જ ચરિતાર્થ થઈ રહ્યું છે. આપણે ત્યાં આ દ્વંદ્વ નથી. રાજા, પ્રજા બંનેને સંકુચિતતા મન-ભાવન લાગે છે. મહાત્મા ગાંધીના પ્રભાવ કાળમાં આપણા જીવનની ફિલ્મમાં સુંદર સ્વપ્ન દૃશ્ય માત્ર રહ્યું છે. આ રાત ઘણી લાંબી છે, પરંતુ એવી કોઈ રાત નથી, જેની સવાર ન પડે.એક વખત મર્લિન બ્રાન્ડોએ ઓસ્કર લેવાનો ઈનકાર કર્યો હતો, કેમ કે અમેરિકાના મૂળ અને રેડ ઈન્ડિયન નાગરિકો પાસેથી તેમની જમીન અને અધિકાર ઝુંટવી લેવાયા હતા. હકીકતમાં, દુનિયાની મોટાભાગની જમીન મૂળ નાગરિકો પાસેથી લૂંટી લેવાઈ છે. ઓસ્કરના ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્કર ટીમના અધ્યક્ષે કોલકાતા આવીને સત્યજીત રાયને તેમની લાંબી સેવા માટે પુરસ્કાર અપાયો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્સ મહોત્સવમાં સત્યજીત રાયની ફિલ્મ ‘પાથેર પાંચાલી’નો શો સવારે 10 કલાકે રખાયો હતો. જ્યુરીનાં સભ્યો મોડી રાત્રે ભોજન સમારોહમાં ભાગ લેતા હતા અને સવારના શોમાં અડધા ઊંઘમાં રહેતા હતા. આવા જ એક શોમાં જ્યૂરીના એક સભ્ય જાગતા હતા. બીજા સભ્ય ઊંઘી રહ્યા હતા. શો પછી જાગેલા સભ્યએ અન્ય સભ્યોને કોફી પીને તાજા થવાની વિનંતી કરી. ફિલ્મ બીજી વખત બતાવવામાં આવી અને આ વખતે સભ્યોએ એકમત થઈને તેને પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો. કોઈ એક વ્યક્તિના જાગતા રહેવાથી પણ મોટું પરિવર્તન આવી શકે છે. જાગતા રહીને જાગાડવું કપરું હોય છે. ઊંઘતી વ્યક્તિને જગાડી શકાય છે.ઓસ્કર મતદારને ફિલ્મ, સંયોજક દ્વારા પસંદ કરાયેલા સિનેમાઘરમાં જોવાનું હોય છે. મતદારોએ કાર્ડ પંચ કરવાનું હોય છે. મતદાર સિનેમાઘરમાં ફિલ્મ જોયા વગર મતદાન કરી શકતો નથી. ફિલ્મોનાં નિર્માતા, મતદારોને કોઈને કોઈ લાલચ બતાવીને સિનેમાઘર સુધી લાવે છે. પ્રકાશ ઝાની ફિલ્મ ‘દામુલ’માં મતદારોને આવી રીતે જ લાવતા બતાવાય છે. આજે પણ આવું જ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સંકુચિતતાનો પ્રવાહ મોટાભાગના લોકોને તાણીને લાવે છે. સરેરાશ મતદાન માંડ 50% થાય છે અને 30% પર સત્તા મળી જાય છે. આ રીતે લઘુત્તમ લોકોના મતથી જ સત્તા મળે છે. લોકશાહીના આ મોડલ પર ભવિષ્યમાં રિસર્ચ કરવામાં આવશે. વર્તમાનનું રહસ્ય ભવિષ્યમાં જાહેર થશે.ઓસ્કર સંચાલક જાહેરાત લેતા નથી. આ કોઈ પ્રાયોજિત સમારોહ નથી. ઓસ્કર મેળવનારી ફિલ્મ બીજી વખત સિનેમાઘરમાં રજૂ થાય છે. આ વખતે દર્શકોની સંખ્યા વધુ હોય છે. સર રિચર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ ઓસ્કર મેળવ્યા પછી બીજી વખત સિનેમાઘરમાં રજૂ કરાઈ હતી. ત્યારે અનેક અમેરિકનોને ગાંધીજીનું યોગદાન સમજાયું હતું. અમેરિકામાં એવું પણ કરાય છે કે, પહેલા એક કાલ્પનિક પુસ્તકનું વેચાણ પ્રાયોજિત કરાય છે. પછી વધુ સંખ્યામાં વેચાતા પુસ્તકથી પ્રેરિત ફિલ્મની જાહેરાત થાય છે. આ પ્રક્રિયાની સાથે જ ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ રહે છે. ક્યારેક સામાન્ય પ્રજાનો મત જાણવા માટે કોઈ અંતરિયાળ વિસ્તારમાં ફિલ્મ રજુ કરીને દર્શકની પ્રતિક્રિયા સમજવામાં આવે છે. પછી પ્રદર્શન પહેલા જ કુલ જનતા માટે જરૂરી સુધારા-વધારા કરવામાં આવે છે. સ્ટીવન સ્પિલબર્ગ નારાજ છે કે, પુરસ્કા જીતનારી તમામ ફિલ્મો ઈન્ટરનેટ પર રજુ થઈ છે.તેઓ જાણે છે કે, સિનેમાઘરમાં જોવાનો એક અલગ અનુભવ હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો