તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:શહેરોની કથા : મુઝફ્ફરપુર, વાસેપુર, બદલાપુર!

એક મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

મુ સાફરીનું અંતર કિલોમીટરની સાથે જ મુસાફરી કરવા માટે લાગતા સમય દ્વારા પણ બતાવાય છે. મુસાફરના મનમાં ઉઠી રહેલા વિચારો પણ મુસાફરીને અઘરી કે સરળ બનાવે છે. પતિને મળવા જઈ રહેલી મહિલા માટે સમય પર્વત ચઢવા જેવો કપરો હોય છે. માર્ગમાં તુટી ગયેલા કિલ્લા, પડી ગયેલા વૃક્ષ પણ માઈલસ્ટોન જેવા દેખાય છે.અસીરગઢનો કિલ્લો જોતાં જ મુસાફર જાણી જાય છે કે હવે બુરહાનપુર દૂર નથી. આ જ પ્રકારનો સંકેત દરેક શહેરની મુસાફરી દરમિયાન મળે છે. મુસાફરીના સમયે સતત સિગારેટ પીનારો વ્યક્તિ જાણે છે કે તે કેટલી સિગારેટ પીધા પછી ગંતવ્ય સ્થાને પહોંચશે. માળા જપનારો વ્યક્તિ મેરુમણી માટે સચેત રહે છે. આ એ મણકો છે, જેને ગણતરીમાં સામેલ કરાતો નથી.ગાલિબ ખુદને આવા જ માનતા હતા. અાકરી મહેનત પછી અલકેમિસ્ટ એ જાણી શક્યો કે તે જે મંઝિલની શોધમાં મુસાફરી કરી રહ્યો હતો, યાત્રાનો પ્રારંભ જ એ મંઝિલ હતી. કાર્તિકેયે લાંબી મુસાફરી કરી, પરંતુ જ્ઞાની શ્રી ગણેશે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરીને જ મંઝિલ પ્રાપ્ત કરી લીધી હતી. સારાંશ એટલો છે કે, મુસાફરીનો ઉદ્દેશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો જ છે. કથાઓ સાંભળવા અને સંભળાવાથી મુસાફરી સરળ બની જાય છે. અંગ્રેજીના પ્રથમ કવિ ચોસરની ‘િપલગ્રિમ્સ પ્રોગ્રેસ’ આવી જ રચના છે. કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા ભજન ગાતા કરવામાં આવે છે. યાત્રાના સમયે ગુફામાં આશ્રય લેનારાઓ પણ કથાઓ કહે છે. બિમલ રોયની ‘દેવદાસ’માં એક તરફ પારો ડોલીમાં બેઠી છે, તો ચંદ્રમુખી પગપાળા ચાલી રહી છે. ગીત છે, ‘કહીં ઘની છાંવ હૈ, કહીં ધૂપ હૈ,યહ ભી એક રૂપ હૈ, વહ ભી એક રૂપ હૈ, કઈ યહાં ખોએંગે, કઈ જાએંગે, ઓ રાહી મંઝિલ કી ચાહ મેં કઈ મિલેંગે રાહ મેં...’.બિહારમાં આવેલું મુઝફ્ફરપુર શહેર અનેક કારણે ચર્ચામાં રહ્યું છે. આ એ જ સ્થાન છે જ્યાં 18 વર્ષના ખુદીરામને 1908માં ફાંસીની સજા અપાઈ હતી. આજે આ સ્માર્ટ સિટીમાં સડક શોધવી પડે છે. ઠેર-ઠેર એટલા ખાડા છે કે સાચવીને ચાલવું પડે છે.ફિલ્મમાં પ્રસ્તુત વાસેપુર પણ આવું જ સ્થાન છે, જ્યાં બધા નાગરિક એક જ ધર્મના માનનારા લોકો છે અને તે બધા જ અપરાધી છે. અહીં દિગ્દર્શકનો પૂર્વાગ્રહ છે. બધા નાગરિક અપરાધી હોતા નથી. શહેર ચિત્ર નિર્ધારણ કેવી રીતે કરી શક ેછે. વૈશાલી જેવી સભ્યતા અને સંસ્કૃતિવાળા સ્થાનનું આ શું થઈ ગયું.વરુણ ધવન અભિનીત ફિલ્મ ‘બદલાપુર’માં રજુ કરાયું છે કે, એક બેન્ક લૂંટતા સમયે કારણ વગર જ પાત્રની પત્ની મરી જાય છે. લૂંટમાં સામેલ એક વ્યક્તિ જેલમાં છે. જેલની સામે નાયક પોતાનું નાનકડું ઘર બનાવે છે. કેદીની સજા સમાપ્ત થયા પછી તે પોતે સજા આપવા માગે છે. ફિલ્મમાં વરુણ ધવને યાદગાર અભિનય કર્યો છે. આ ફિલ્મમાં ભ્રષ્ટાચાર દરેક સ્તરે જોવા મળે છે.‘સ્માર્ટ સિટી’ની કલ્પના સરળ નથી. શહેરોની દશા જોઈને તે અવિશ્વસનિય લાગે છે. ચારેય તરફ રૂરીટેનિયા જ હકીકતમાં બદલી દેવાયા હોય એમ લાગે છે. બધો જ દોષ તંત્રના માથે ઢોળતા આપણે એ ભૂલી જઈએ છીએ કે, તેનું નિર્માણ પણ આપણે જ કર્યું છે. શેક્સપિયરનું કથન છે કે, કોઈ મુસિબત માટે બીજા કોઈના પર દોષનો ટોપલો ન ઢોળવો જોઈએ.દોષ આપણા અંદર જ છે. આપણે ભયાનક વાસ્તવિકતાનો સામનો કરવાની સાથે જ આશા ટકાવી રાખવાની છે.કેતન મહેતાની ફિલ્મ ‘માયા મેમસાબ’માં ગુલઝાર રચિ આશા જગાડનારું અને સ્વપ્ન સંસારમાં ખોવાઈ જવાનું ગીત છે, ‘ઇસ દિલ મેં બસકર દેખો તો, યે શહર બડા પુરાના હૈ, હર સાંસ મેં કહાની હૈ, હર સાંસ મેં અફસાના હૈ,... યે બસ્તી દિલ કી બસ્તી હૈ, કુછ દર્દ હૈ, કુછ રુસવાઈ હૈ, બાહોં મેં કોઈ થામે તો આગોશ મેં ઘિરને લગતા હૈ, યે શહર બડા પુરાના હૈ’.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો