તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:હિંસાથી દૂર રહો, પરંતુ અધિકારો માટે લડો

21 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

ત્રણ ભારતીય આઝાદીના લડવૈયા, ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 91 વર્ષ પહેલા 23 માર્ચના રોજ અંગ્રેજોએ લાહોરમાં ફાંસી આપી હતી. ભગત સિંહની 71 વર્ષની ભાણી ગુરજીત કૌરે શહીદ દિવસે કહ્યું, ‘ભગત સિંહ હંમેશા પોતાના માટે પહેલ કરવામાં વિશ્વાસ ધરાવતા હતા. હું ક્યારેય પણ હિંસાના માર્ગે જવાનું નહીં કહું, પરંતુ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવો જરૂરી હોય છે’. ગુરજીતની આ વાતથી મને એ વ્યક્તિ યાદ આવ્યો, જેણે 200 રૂપિયાના ટ્રાફિક દંડ વિરુદ્ધ 10 હજાર રૂપિયા ખર્ચી નાખ્યા અને અનેક દિવસ સુધી ઊંઘી શક્યો નહીં, આખરે આ સપ્તાહે કેસ જીતી ગયો.બિનોય ગોપાલને 29 જાન્યુઆરી, 2021ના રોજ પુણેની નજીક પિંપરી-ચિંચવાડની સૌથી વ્યસ્ત સડક પર અધિકૃત પાર્કિંગમાં કાર ઊભી રાખી હતી. આ સડક પર અનેક રાષ્ટ્રીયકૃત બેન્ક, અનેક સરકારી ઓફિસ અને એટીમ છે, એટલે અહીં એક બાજુએ અધિકૃત પાર્કિંગની સુવિધા છે. જોકે, કેટલાક તોફાની તત્વોએ પાર્કિંગ સાઈડના સંકેતને ટેપથી ઢાંકી દીધો, એટલે 45 વર્ષના ગોપાલન તેને જોઈ શક્યા નહીં. તેઓ બેન્કમાંથી પાછા ફર્યા તો અચાનક જોયું કે, ટ્રાફિક પોલીસનો ટેમ્પો ગાડીઓ ઉઠાવી રહી છે અને ગાડી બચાવા આવી રહેલા લોકો પાસેથી ઓનલાઈન દંડ વસુલાઈ રહ્યો છે.ગોપાલને પોલીસવાળાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, આ તોફાની તત્વોની ભૂલ છે અને ‘નો-પાર્કિંગ’ અંગે પોલીસે કોઈ આધિકારીક માહિતી આપી નથી. જોકે, પોલીસવાળાએ તેમની વાત સાંભળી નહીં અને રૂ.200નો દંડ ફટકાર્યો. જેની સામે ગોપાલને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો, સાથે જ સાઈનબોર્ડની પહેલાની સ્થિતિ અને તોફાની તત્વોએ કરેલી છેડછાડના પુરાવા પણ આપ્યા. અધિકારીઓએ શરૂઆતમાં સ્વીકાર્યું કે રેકોર્ડ મુજબ ત્યાં આધિકારિક પાર્કિંગ ઝોન હતો. જોકે, તેમણે કામને ‘મુશ્કેલ’ જણાવીને ઓનલાઈન સિસ્ટમમાંથી તેમના નામનો દંડ દૂર કરવાનો ઈનકાર કર્યો. તેમણે ગોપાલનને કહી દીધું કે, તેઓ દંડ ભરીદે, જેને તેઓ પાછો આપી દેશે અને એવું પણ સ્વીકાર્યું કે, નાશ કરી દીધેલા સંકેતે ગોપાલનને ભ્રમમાં નાખ્યા.ગોપાલનને વિશ્વાસ હતો કે, આ કોઈ તોફાની તત્વનુંકામ નથી, પરંતુ વિભાગના અંદરના જ કોઈ એવા વ્યક્તિનું કામ છે, જેણે કદાચ માસિક ટાર્ગેટ પૂરો કરવા માટે નિશાની દૂર કરી હતી. તમને મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારી સંજય પાંડેની વાત યાદ હશે, જે તાજેતરમાં જ ડીજી, હોમગાર્ડમાંથી મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યોરિટી કોર્પોરેશનના પ્રમુખ બન્યા છે. તેમણે 2012માં આમિર ખાનના કાર્યક્રમમાં સત્યમેવ જયતેમાં કહ્યું હતું કે, વ્યવસ્થિત રીતે લાંચ લેવાય છે અને ટોચના સ્તર સુધી પહોંચાડવામાં આવે છે!એ વાત જુદી છે કે, ટ્રાફિક પોલીસ એમ કહીને છટકી જશે કે, સાઈન બોર્ડની સ્થિતિ જોવી નગર નિગમની જવાબદારી છે, પરંતુ શું એક નિયમિત ટ્રાફિક કોન્સ્ટેબલને એવું જણાવવાની જરૂર છે કે, સડકની કઈ બાજુએ પાર્કિંગ હોય છે? અનેક લોકોએ દંડ ભરી દીધો, પરંતુ ગોપાલને માગણી કરી કે પોલીસે બેઈમાનીથી લીધેલા લોકોના પૈસા પાછા આપે, જેમણે પાર્કિંગમાં કાર ઊભી રાખી હતી. ગોપાલને આખરે ટ્રાફિક પોલીસ પ્રમુખ સામે સુનાવણીન માગ કરી. આખરે એસીપી શ્રીકાંત ડિસલેએ આ સપ્તાહ ઓન-રેકોર્ડ ભૂલ સ્વીકારી અને ચલણ રદ્દ કર્યું. ગોપાલનની સફળતાથી ભગવદ ગીતાની એ વાત યાદ આવે છે કે, તમે જે ઈચ્છો છો, તેના માટે સંઘર્ષ કરતા નથી તો જે ગુમાવ્યું છે તેના માટે રડો પણ નહીં.ફંડા એ છે કે, હિંસાને પ્રોત્સાહિત ના કરો, પરંતુ પોતાના લોકશાહી અધિકારો માટે જરૂર લડો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો