તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શ્યામ બેનેગલ બ્લેઝ કંપની માટે જાહેરાતની ફિલ્મો બનાવતા હતા. આ કંપનીએ તેમની પ્રથમ કથા ફિલ્મ શબાના આઝમી અભિનીત ‘અંકુર’માં રોકાણ કર્યું હતું. અંકુર સામંતવાદી કુપ્રથાઓનું વર્ણન રજુ કરે છે. સામંતવાદ કાયદાકીય રીતે સમાપ્ત કરી દેવાય છતાં પણ અસ્તિત્વમાં છે અને તેણે લોકશાહી ચહેરો ધારણ કરેલો છે. ‘અંકુર’માં અંતિમ દૃશ્યમાં એક બાળક સામંદવાદી હવેલી પર પથરો ફેંકે છે. શ્યામ બેનેગલની સિનેમા જ એ પથરોછે, જે શોષણ દ્વારા બનાવાયેલી હવેલીઓ પર પડે છે. તેમની બીજી ફિલ્મ ‘નિશાંત’ પણ કુપ્રથાઓ પર દૃષ્ટિપાત ફેંકે છે.દૂધના વ્યવસાયને સહકારી સંગઠન બનાવવાનું નામ કુરિયને કર્યું હતું. દુધ સહકારી સંગઠનોના સબ્યોના રૂપિયા લઈને સ્મિતા પાટિલ અભિનીત ફિલ્મ ‘મંથન’ બનાવી હતી. તમામ સભ્યોએ ટિકિટ ખરીદીને પોતાની જ ફિલ્મ જોઈ હતી. એટલે કે, જેમની મૂડીથી ફિલ્મ બની, તેમણે જ દર્શકો તરીકે પોતાની મૂડીને નફા તરીકે પ્રાપ્ત કરી. જેવી રીતે ધરતી પર પડેલું પાણી સૂર્યના કિરણોથી વરાળ બને છે અને તેમાંથી વાદળ બને છે એટલે કે, ‘તેરા તુઝકો અર્પણ, ક્યા લાગે મેરા’. શ્યામ બેનેગલના પિતા યાયાવર પ્રકૃતિના મનુષ્ય હતા અને દરેક સ્થળે સ્થિર ચિત્ર લેતા હતા. તેમણે પોતાના સંતાનોના પણ ફોટા ખેંચ્યા હતા. આ ચિત્ર જન્મથી માંડીને તેમની બાળપણની વય સુધીના હતા. શ્યામ બેનેગલ પાસે તેમના પિતાએ ખેંચેલા ફોટોગ્રાફ આજે પણ સુરક્ષિત છે. તેમને વસિયત અને વારસા તરીકે સાચવીને રાખ્યા છે. તેમના પિતા 16 એમએમની ફિલ્મ બતાવવાનું એક ઉપકરણ ઘરે લાવ્યા હતા અને પરિવાર સાથે બેસીને ફિલ્મ જોતા હતા. શ્યામ બેનેગલે યુવાવસ્થામાં સત્યજીત રાયની ‘પાથેર પાંચાલી’ 50 વખત જોઈ હતી. ડિસિકાની ‘બાયસિકલ થીવ્સ’ પણ અનેક વખત જોઈ છે. આ ફિલ્મ ોજોઈને તેમણે ફિલ્મ વિદ્યાને સમજવાનો પ્રયાસ કર્યો છે. તેમના પિતાએ તેમને ફિલ્મ જોવાનો શોખ આપ્યો. ‘પાથેર પાંચાલી’ અને ‘બાયસિકલ થીવ્સ’ તેમના માટે અભ્યાસક્રમના પુસ્તકો સમાન રહી છે. એક સમયે લીકથી હટીને કેટલીક ફિલ્મો પણ બની, જેમને સમાનાંતર સિનેમા કહેવાઈ છે. શ્યામ બેનેગલનું કહેવું છે કે, આ સમાનાંતર ફિલ્મો જોવી અને તેમની પ્રસંસા કરવી જ તેમને વિશેષ ભણેલા-ગણેલા સાબિત કરે છે. એટલે કે, તેઓ ખરેખર ફિલ્મો પસંદ કરતા ન હતા, પરંતુ તેને વૈચારિક ફેશનની જેમ માનતા હતા.શ્યામ બેનેગલે કેટલીક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે, જેની દેશ-વિદેશમાં ગણી પ્રશંસા થઈ છે. જીવનની આ લાંબી મજલમાં તેમની ઓફિસ અને નિવાસસ્થાન એક જ રહ્યું છે. હંમેશા સફળતા મળ્યા પછી લોકો પોતાનું નિવાસસ્થાન અને ઓફિસ બદલી નાખે છે. તેમની વૈચારિક પ્રક્રિયા બદલાતી નથી. ધર્મવીર ભારતીની રચના છે, ‘ભટકોગે બેબાત કહીં, લૌટોગે અપની યાત્રા બાદ યહીં’. શ્યામ બેનેગલે શશિ કપૂર માટે ‘રસ્કિન બોન્ડ’ની નવલકથાથી પ્રેરિત મોટા બજેટની ફિલ્મ ‘જુનૂન’ બનાવી હતી અને મહાભારતની કથાને મહાનગરમાં પ્રસ્તુત કરતી ‘કલયુગ’ બનાવી હતી. શ્યામ હંમેશા સામયિક, સામાજિક સમસ્યાઓ પર રોચક ફિલ્મો બનાવતા રહ્યા છે. શું તેઓ ખેડૂત આંદોલન પર ફિલ્મ બનાવશે? શું આવી ફિલ્મ ક્યારેય રજુ થઈ શકે છે? આજે શ્યામ બેનેગલ એક વયોવૃદ્ધ વ્યક્તિ જેવા છે, જે પોતાની જીવન યાત્રા પર અજાણી ફિલ્મને પોતાના મનના સ્ક્રીન પર પોતાના અવચેતનના કેમેરાથી શૂટ કરી ચુક્યા છે. શક્ય છે કે, તેઓ આ ફિલ્મ તેમના પિતા જે કેમેરાનો ઉપયોગ કરતા હતા, તેનાથી શૂટ કરે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.