તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:નવી શરૂઆત માટે આત્માનુશાસન જરૂરી

એક મહિનો પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

ગયા વર્ષે કોવિડના હુમલાથી પહેલા એક સામાન્ય ભારતીય સડકના કિનારેથી કંઈ પણ ખરીદીને ખાઈ શકતો હતો. મુંબઈકર સામાન્ય રીતે નવરાશની થોડી પડો મળતાં જ ઉપનગરીય રેલવે સ્ટેશન પર કે સમુદ્ર કિનારે ગરમા-ગરમ વડા પાવ કે દાબેલી ખાતા હતા, જ્યારે દિલ્હીવાળા ગોલ માર્કેટમાં છોલે-ભટુરેનો આનંદ ઉઠાવતા હતા. આવું દરેક શહેરમાં થતું હતું. જોકે, એક વર્ષ પછી સડકો પર ભોજન વેચનારા હોકર્સ હવે ધંધાના કોરોનાથી અગાઉના સ્તરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. અનેક ભીડભાડવાળા વિસ્તારોમાં પોતાનાં સ્વાદિષ્ટ ભોજન માટે વખણાતા વિક્રેતા પણ ભીડના ભય અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ગ્રાહકોને ભેગા કરતાં ડરી રહ્યા છે. આ ઉપરાંત મહામારી પછી લોકો પણ ઘરેથી જ જમવાનો ઓર્ડર આપી રહ્યા છે કે ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે.ઓગસ્ટ-2020 પછી સડકના કિનારે હોકર્સ પાસેથી વસ્તુઓ ખરીદનારા ગ્રાહકોના પ્રકારમાં મોટું પરિવર્તન આવ્યું છે. માત્ર બાંધકામ કામદાર, રોજમદાર કે લઘુતમ આવક ધરાવતા કર્મચારીઓ જ હોકર્સ પાસેથી સામાન ખરીદી રહ્યા છે. મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો પણ લારી પર ઊભા રહીને ખાવાને બદલે ઘરે મગાવી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં અનેક લારીવાળાને લાગ્યું કે તેમનો ધંધો ધીમો પડ્યો છે, પરંતુ તેઓ સમજ્યા નહીં કે અનેક હરીફ લારીવાળા સડકોથી કેમ ગાયબ હતા. જાન્યુઆરી સુધી જ્યારે મોટાભાગના લારીવાળા પાછા આવી ગયા, પરંતુ હજુ તેમનું વેચાણ કે નફો વધ્યો નથી.જો આપણે ઈચ્છીએ છીએ કે, લારીવાળાનો ધંધો કોરોનાથી અગાઉના સ્તરે પહોંચે તો એક નવી વ્યવસ્થા બનાવવી પડશે. એવા અસંખ્ય આઈડિયા છે, જેનાથી સ્ટ્રીટ ફૂડ બિઝનેસમાં ફરીથી પ્રાણ ફૂંકી શકાય છે. તેમાંથી એક સિંગાપુર મોડલ હોઈ શકે છે, જે લારીવાળાને બિઝનેસ સામાન્ય કરવામાં મદદ કરી શકે છે. ડિસેમ્બર-2020માં સિંગાપુરની સ્ટ્રીટ ફૂડ હોકર્સ સંસ્કૃતિને યુનેસ્કોએ વૈશ્વિક વારસાનો દરજ્જો આપ્યો છે. આ સમૃદ્ધ, વિવિધ પાકકલા વારસાને ઉચિત સમયે અપાયેલું સન્માન છે. આ ઓળખ સરકાર પાસેથી દાનમાં નથી મળી. તેના માટે લારીવાળાઓની પણ મહેનત છે. નહીંતર ‘ધ ગાર્ડીયન’ દ્વારા બહાર ખાવા માટેનાં 58 સ્થળોની પ્રતિષ્ઠિત મિશિલિન બિબ ગોરમેન્ડ યાદીમાં સિંગાપુરના 33 લારીવાળાને ક્યાંથી સ્થાન મળતું? આ લારીવાળા સિંગાપુરના બહુ સંસ્કૃતિવાદને આગળ વધારે છે અને એશિયન ફૂટ ઈન્ફ્લૂએન્સર્સને સસ્તુ, સ્વાદિષ્ઠ ચાઈનીઝ, મલેશિયન અને ભારતીય ભોજન વેચે છે. અહીંથી અનેક લારીવાળા ચેમ્પિયન શેફ બન્યા છે, જેમણે મિશલિન સ્ટાર જીત્યા છે અને તેમનાં વ્યંજનોમાંથી કેટલાકની કિંમત રૂ.50-60 (1.25 સિંગાપુર ડોલર)થી પણ ઓછી છે.આખરે તેનું રહસ્ય શું છે? લારીવાળા તરફથી સંપૂર્ણ સાફ-સફાઈ (હાઈજીન), જે હકીકતમાં આવા આઈડિયાની સફળતાનો આધાર હોય છે. એક શહેર પોતાનાં રહેવાસીઓને ફરીથી સડકો પર બોલાવી શકે છે, જો લારીવાળા સ્વચ્છ ભોજન સંસ્કૃતિને માને અને આ ધર્મની સાથે ભૂખ્યાનું પેટ ભરવાનું મૂલ્યતંત્ર પણ હોય. પૈસા કોઈ પણ મૂલ્યતંત્રની પાછળ આવે છે. સાથે જ સરકાર તરફથી સુનિયોજીત ફૂડ કોર્ટ, હાઈજીનના માપદંડ નક્કી કરવા અને દેશવાસીઓ માટે ભોજન બનાવવા લારીવાળા માટે સંચાલનની નિયત પ્રક્રિયા બનાવવી તથા ફાઈલોની પ્રક્રિયામાંથી મુક્ત થઈને સમાન લાઈસન્સ વ્યવસ્થા બનાવવા જેવા પગલાં લેવા જોઈએ, જેથી સૌને સમાન તક મળે.ફંડા એ છે કે, કોઈ પણ બિઝનેસને જૂની સ્થિતિમાં પહોંચાડવા માટે આંત્રપ્રેન્યોર અને સુવિધા આપનારા (સરકારી એજન્સીઓ)એ હાથ મિલાવવા પડશે અને પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક કરવું પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો