તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:દરરોજ કોઈને કંઈક સારું આપવાનો સંકલ્પ લો

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

જરા વિચારો કે તમે એક દિવસમાં કોઈ પણ એક વ્યક્તિને શું સારું આપી શકો છો, તેમાં કેટલું સારું પરિવર્તન લાવી શકો છો. મનુષ્ય બનાવ્યા છે તો આપણે દરરોજ કોઈને કંઈક સારું એવી ભાવના સાથે આપવું જોઈએ કે આપણને તેની પાસેથી કંઈક મેળવવાનું નથી. પછી જુઓ, તમે જ્યારે આ દુનિયા છોડીને જશો તો એ વાતનો સંતોષ હશે કે આ સંસારમાં રહીને આપણે અસંખ્ય લોકોને ઘણું બધું આપી દીધું છે. એવું કહેવાય છે કે, જગતમાં એવી રીતે રહો જેવી રીતે બધા જ આપણાં સ્વજન છે અને જ્યારે દુનિયા છોડીને જાઓ ત્યારે એવી રીતે જાઓ કે કોઈ આપણું ન હતું. કોઈને કંઈક આપવા માટે સામેની વ્યક્તિને સૌથી પહેલા ધીરજથી સાંબળો. પછી તેના દાયરાને સમજીને એ દાયરામાં જ સુચન કરો. તેને કેટલીક એવી યાદો સંભળાવો જે પ્રેરક હોય, પરંતુ જેમાં આપણા ‘હુંની જાહેરાત ઓછી હોય, હું આવું કરતો હતો, મેં આવું કર્યું વગેરે.’ આપણે જે કંઈ જાણ્યું બની શકે કે કપરી રીતે પ્રાપ્ત કર્યું હોય, પરંતુ સામેની વ્યક્તિને જ્યારે તેના અંગે જણાવો તો અત્યંત સરળતા અને સહજતા સાથે પ્રસ્તુત કરો. એક દિવસ, સપ્તાહ કે એક મહિનો, જે કોઈ સમયમર્યાદા નક્કી કરો, કોઈ એક વ્યક્તિ માટે કંઈક સારું કરતા રહો.

જીવન પથ કોલમ પં. વિજયશંકર મેહતાજીના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે 9190000072 પર મિસ્ડ કોલ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો