તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:હસવા-હસાવવા પર પ્રતિબંધ, અશ્રુ પર નહીં

2 મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
 • કૉપી લિંક

રામ ગોપાલ વર્માએ ફિલ્મ બનાવી હતી, ‘ડરના મના હૈ’. આ ફિલ્મના બીજા ભાગનું નામ હતું, ‘ડરના જરૂરી હૈ’ અને જો રામગોપાલ વર્મા વધુ સક્રિય રહેતા તો ફિલ્મ બનાવતા કે, ‘હંસના મના હૈ’ અને તેનો બીજા ભાગનું નામ રહેતું ‘રોના મના હૈ’. હસવું-હસાવવું બાળકોનો ખેલ નથી. હાસ્ય કલાકારનું વ્યક્તિગત જીવન ઘણું જ કપરું હોય છે. તેણે અશ્રુના માધ્યમથી સ્મિત અભિવ્યક્ત કરવાનું હોય છે. અલિખિત દંડ વિધાનમાં નવી ધારાનો ઉમેરો થયો છે કે, હાસ્ય કળા દંડનીય અપરાધ છે. સામાજિક વ્યવહારમાં સ્મિત આપવું સ્વાગત પ્રક્રિયાનો ભાગ છે. ટીવી પર પ્રસ્તુત થયેલી ‘સારા ભાઈ વર્સિસ સારા ભાઈ’ ગુજરાતમાં જન્મેલા લેખક કપાડિયાએ લખી હતી.

આ સર્વકાલિક સફળ કાર્યક્રમમાં ઉચ્ચ આવક વર્ગના પરિવારના વડા માયા સારાભાઈ પોતાની પુત્રવધુની જીવનશૈલીથી નારાજ રહે છે. માયા સારાભાઈ પોતાની પુત્રવધુને સમજાવે છે કે, સ્વાગત કરવા માટે સ્મિત અડધા ઈંચથી વધુ મોટી ન હોવી જોઈએ અને નજીકના વ્યક્તિ માટે સ્મિત દોઢ ઈંચ સુધી જઈ શકે છે. એક સાહિત્ય રચનાનું નામ હતું ‘દેઢ ઈંચ મુસ્કાન’. સામાજિક વ્યવહાર હેઠળ સ્મિત આપતા રહેવામાં મોઢામાં દુ:ખાવો થવા લાગે છે. કેટલાક લોકો ચહેરા પર સ્મિત રેલાવીને લાંબો સમય પસાર કરી શકે છે. જાહેરમાં રડવું પણ અશિષ્ટ મનાય છે. અશ્રુ પણ ગણતરી સાથે પાડવા જોઈએ. રાજસ્થાનમાં એક ધનિક વ્યક્તિના મૃત્યુ પર વ્યવસાયિક લોકોને પૈસા આપીને રડવા માટે બોલાવાય છે. આ વિષય પર ‘રુદાલી’ નામની ફિલ્મ બની હતી. વ્યવસાયિક રુદાલીનું દુ:ખ એ છે કે, જ્યારે તેનું કોઈ સ્વજન મરી જાય છે ત્યારે તે છાતી કૂટીને રડી પણ શકતી નથી.

વાત એવી છે કે, એક હાસ્ય કલાકાર પોતાના ઘરમાં રિહર્સલ કરતો હતો. પડોશી ખબરી દ્વારા જાણ કરાયા પછી તેની ધરપકડ કરાઈ છે. આજે બધા જ પડોશી એક-બીજા પર નજર રાખે છે. આ આપણી ગુપ્તચર સેવાનું નવું મોડલ છે. તે સંપૂર્ણ સ્વદેશી છે અને આપણે તેની નિકાસ કરી શકીએ છીએ. હકીકતમાં હાસ્ય કલાકારે કબ્રસ્તાનમાં જઈને રિહર્સલ કરવાની જરૂર હતી, મડદા વાંધો ના ઉઠાવતા. મનોજ રૂપડાની નવી વાર્તા ‘આખરી સીન’માં નિવૃત્ત વયોવૃદ્ધ નિર્દેશક એક ફિલ્મની પટકથાની કલ્પના કરી રહ્યો છે. જેનું નામ છે ‘કબ્રસ્તાન’. લીવર નામની કંપનીમાં નોકરી કરનારા જોની લીવરને હાસ્ય કલાકાર બનવાની તક મળી હતી. ઈન્દોરમાં જન્મેલા બદરૂદ્દીન (જોની વોકર) બસ કન્ડક્ટર હતા. મુસાફરોને હસાવતા રહેતા હતા. પોતાની લાંબી ઈનિંગ્સમાં જોની વોકરે ક્યારેય દ્વીઅર્થી સંવાદ બોલ્યા નથી. હાસ્ય કલાકાર દેવેન વર્માનું ક્યારેય સાચું મુલ્યાંકન થયું નથી.

આજકાલ ટીવી પર પ્રસારિત હાસ્ય કાર્યક્રમોમાં અભદ્રતા રજુ થાય છે અને મહિલાઓની મજાક ઉડાવાય છે. સાંભળ્યું છે કે, સલમાન ખાન તેના પ્રાયોજક છે. સલમાન ખાને ક્યારેય કોઈ મહિલાનું અપમાન કર્યું નથી. સંભવત: તેઓ પોતાના મૂડી રોકાણનો કાર્યક્રમ જોતા નથી. સાહિર લુધિયાનવીના શબ્દોમાં, ‘આસમાં પર ખુદા હૈ ઔર જમીં પર હમ, પર આજકલ વહ ઈસ તરફ દેખતા હૈ કમ’. નાણાકિય ખાધ ઘટાડવા હાસ્ય પર ટેક્સ લગાવવો જોઈએ. - ફિલ્મ સમીક્ષક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો