તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:ઈમાનદાર ભક્ત જ સમજી શકે છે પરહિત

21 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

જીવનની અનેક સમસ્યાઓ એક સરળ નિદાન છે, ઈમાનદારીથી ભક્ત બની જાઓ. અહીં, ઈમાનદારી એટલા માટે કહેવું પડી રહ્યું છે કે, લોકો હવે ભક્તિ બાબતે પણ બેઈમાની કરવા લાગ્યા છે. આપણો જે મૂળ સ્વભાવ હોય છે, તે માતા-પિતા પાસેથી આવે છે. જો તમે અંતર્મુખી છો અને જીવનમાં ઈમાનદારીથી ભક્તિ ઉતરી આવી ગઈ છે તો મૌન થઈ જશો. પછી લોકોને દેખાશે નહીં કે તમને શું મળ્યું છે. બસ, તેને અનુભવશો. જો તમે મૂળ રીતે સક્રિય સ્વભાવના છો તો જીવનમાં ભક્તિ ઉતરી આવતાં સેવા કરશો, સારા, લોકહિતના કાર્યો કરશો અને આટલું બધું કરતા રહીને પણ શાંત રહેશો. અત્યારે આપણે એક વિચિત્ર સંઘર્ષના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. એક વર્ષ પહેલા જ્યારે એક મહામારીએ ટકોરા માર્યા હતા, આપણને સૌને હચમચાવી દીધા હતા. આથી જો તમે ઈમાનદાર ભક્ત છો તો મહામારીનો સામનો કરવાના નિયમ-કાયદા માટે કોઈ બહારના દબાણની જરૂર નહીં હોય. તમે ખુદ સ્વપ્રેરણા સાથે તેનું પાલન કરવાની સાથે-સાથે બીજાનું પણ ભલું કરી શકશો. કેમકે, એક સાચો ભક્ત જ સમજી શકે છે કે, પોતાના હિતની સાથે પરહિત કેવી રીતે કરવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો