તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણા મનુષ્ય એક જ સમયે કાંકરો પણ હોઈ છીએ અને બીજ પણ. કાકરો ગમે તે જગ્યાએ વાવો, ગમે તેટલું ખાતર-પાણી આપો, પરંતુ તે કાંકરો પણ પેદા કરી શકતો નથી. જોકે, બીજ પાસે એ સંભાવના હોય છે કે, તે વૃક્ષ બની શકે છે. આપણે મનુષ્ય બીજ છીએ, પરંતુ કર્મથી ખુદને જ કાંકરા બનાવી લઈએ છીએ અને કોઈ પરિણામ આપી શકતા નથી. ઉપરવાળાએ આપણી રચના એવી રીતે કરી છે કે આ શરીરમાં જે જ્યાં છે, સારી રીતે ગોઠવ્યું છે, પરંતુ કેટલાક લોકો તેનો દુરૂપયોગ કરી જાય છે. જેમ કે, મેમરી કાર્ડ મગજમાં હોવું જોઈએ, પરંતુ અનેક લોકો તેને જીભ પર લઈ આવે છે અને પછી કર્કશ વાણી બોલતા રહે છે. આ બીજથી કાંકરો બનવા તરફ એક પગલું છે. ભગાવને આપણને બધું એટલું વ્યવસ્થિત આપ્યું છે કે તેનો સમજદારીથી ઉપયોગ કરો. આઈન્સ્ટીન પાસે કોઈ મોટી પ્રયોગશાળા ન હતી. કહે છે કે તેમનું મગજ, પેન-કાગળ જ તેમની લેબોરેટરી હતી અને તેની મદદથી જ તેઓ આટલા મહાન કાર્યો કરી શક્યા. શું આપણી પાસે નથી? ભારતની સંસ્કૃતિ મોટી સંભાવનાઓની સંસ્કૃતિ છે. એટલે ભારતીયોએ કાંકરામાં પ્રાણ-પ્રતિષ્ઠા કરીને તેને શંકર બનાવી દીધો છે. એટલે કે, આપણા અંદર કાંકરામાંથી બીજ બનવાની ભરપૂર સંભાવના છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.