તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:ભાગવતના પ્રસંગથી જાણો 50ની વયનો અર્થ

15 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

ઉપરવાળાએ પણ મનુષ્યની જિંદગીની રચના અનોખી રીતે કરી છે. એક ઉંમરે જે વાત સુખ લાગે છે, બીજી અવસ્થામાં એ જ દુ:ખી લાગવા લાગે છે. થોડા દિવસે પહેલા મને એક સજ્જનના 50મા જન્મદિવસે સામેલ થવાનો અવસર મળ્યો હતો. તેમણે મને પુછી લીધું કે, આ 50 પર તમારે સંદેશો શું છે? મારો પોતાનો તો કોઈ સંદેશો ન હોઈ શકે, પરંતુ મને ભાગવતનો એક પ્રસંગ યાદ આવ્યો. ભાગવતના 10મા સ્કન્ધના બીજા ભાગના 50મા અધ્યાયમાં જરાસંઘ મુથા પર 17 વખત આક્રમણ કરે છે અને કૃષ્ણ તેને દરેક વખત હરાવે છે. આ પ્રસંગ સંદેશો આપી રહ્યો છે કે, ઉંમરના 50મા પડાવે જરાસંઘનો પ્રવેશ થઈ જાય છે. 18મી વખત કૃષ્ણ, ભાઈ બલામને કહે છે, આપણે યુદ્ધનું મેદાન છોડી દઈ અને બંને લગભગ ભાગી ગયા હતા. અહીંથી કૃષ્ણનું એક નામ રણછોડદાસ પડ્યું. તેના અંગે જ્યારે કૃષ્ણને પુછાયું તો તેમણે કહ્યું હતું કે, જીવનની યાત્રામાં જો કોઈ કૂદકો મારવો હોય તો બે પગલાં પાછળ ખસવું પડે છે. જેને સમજ કહે છે, ધીરજ કહે છે. 50મી વય પછી દરેક મનુષ્યએ રણછોડદાસનો સંદેશો સારી રીતે સમજી લેવો જોઈએ. દરેક આક્રમણમાં સમાધાન થશે, દરેક ગતિમાં વિરામ થશે. દરેક વાણીમાં સુઝ-બુઝ હોવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો