તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:અપ્રિય વાતો બહાર ફેંકી મનને પ્રસન્ન રાખો

16 દિવસ પહેલાલેખક: પંડિત વિજય શંકર મહેતા
  • કૉપી લિંક

જીવનનો એક મોટો ભાગ કહેવા-સાંભળવા પર આધારિત હોય છે. ક્યારે, કોણ આવીને શું બોલી જાય, તે અત્યંત મહત્ત્વનું હોય છે. સીતાજીને જાણ થઈ ગઈ હતી કે, શ્રીરામ સેના લઈને લંકામાં આ‌ી ગયા છે અને રાવણના અનેક યોદ્ધાને મારી ચૂક્યા છે. તેમને વિશ્વાસ પણ હતો કે, રાવણ પર રામજીની જીત થઈ જશે. એ જ સમયે રાક્ષસી ત્રિજટા આવી અને યુદ્ધભૂમિનો સમગ્ર ઘટનાક્રમ તેમને સંભળાવા લાગી. શત્રુના શીશ અને ભુજાઓ વધવાની વાત સાંભળીને સીતાજી ડરવા લાગ્યા. પછી ‘મુખ મલીન ઉપજી મન ચિંતા’. તેમનો ચહેરો ઉદાસ અને મન ચિંતિત થઈ ગયું. આપણી જિંદગીમાં પણ આવું થશે. અનેક લોકો આવીને કેટલીક એવી વાતો કહી જશે કે, આપણે ઉદાસ થઈ શકીએ છીએ, ચિંતામાં ડૂબી શકીએ છીએ. જીવનમાં ક્યારેક કેટલીક વાતો એક કાનથી સાંભળવી અને બીજા કાનેથી કાઢી મુકવી પડતી હોય છે. એક પ્રયોગ કરો કે, જ્યારે કોઈ આવી વાત કરતું હોય કે જેને સાંભળીને તમે ચિંતિત-પરેશાન થઈ શકો છો તો એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢી મુકો. એટલે જ્યારે-જ્યારે એકાંતમાં હોવ, શ્વાસોનું નિયંત્રણ કરો, ખુદના અંડર ડોકિયું કરો અને ખુદને એટલા લાયક બનાવો કે જ્યારે કોઈ પણ આવી અપ્રિય વાત કરતું હોય, તેને તરત જ બહાર રવાના કરી શકો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો