તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:તમારો પ્રેમ ‘ઇન્ટરનેટ’ વાળો છે કે ‘ઇન્ટર-નેટેડ’?

22 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

બાળપણમાં મેં દરેક મહિને પગારના દિવસે વેલેન્ટાઈન ઉજવાતો જોયો છે, પછી એ નાના હોય કે પિતા. તે પગારના દિવસે કેટલાક ગજરા અને મીઠાઈ લાવતા અને પોતાનો આખો પગાર પોત-પોતાની પત્નીઓના હાથમાં મૂકી દેતા. કેમ કે, એક વ્યક્તિ કમાતી પણ બીજી મર્યાદિત આવકમાં મોટા સંયુક્ત પરિવારને સંભાળતી હતી. મને સારી રીતે યાદ છે કે, ક્યારેય અથડાઈ જતા તો શરીરમાં થોડો કરંટ દોડી જતો. પત્ની (મા)ની પાંપણો ઉઠતી અને આંખો એક ખૂણેથી હળવેથી પતિ (પિતા)ને જોતી હતી. પાણીમાં પથ્થર થતા શાંત પાણીમાં વમળો ઉઠે અને પાણી વિખેરાઈ જાય તે જ રીતે તેમની આ સ્થિતિ વિખેરાઈ જતી જયારે હું એ મીઠાઈનો ડબ્બો તેમના હાથમાંથી છીનવી લેતો. મા મારી પાછળ ભાગતી અને પિતાના મુખેથી માત્ર એટલું જ નીકળતું કે, ‘અરે...!’ પણ આ ‘અરે’માં તેમનો મા પ્રત્યેનો પ્રેમ ઝળકતો હતો. તે દિવસે તેઓ ‘ગુસ્સા વિનાના પિતા’ બની જતા.આજે જયારે હું એ દિવસો યાદ કરું છું તો સમજી શકું છું કે, કેટલી આર્થિક સ્થિરતા ચોક્કસ આવી છે પણ મહિને-દર મહિને, કે વર્ષે દર વર્ષે પ્રેમ ઓછો થયો નથી. ઉંમર સાથે પ્રાથમિકતાઓ બદલાઈ છે પણ પ્રેમ વધીને અલગ સ્તરે પહોંચ્યો છે અને એ પ્રેમ છે દરકાર, સારસંભાળ. નાની 80 વર્ષની થઇ તો જમી શકતી ન હતી તેમ છતાં એ ચોક્કસ ખ્યાલ રાખતી કે નાનાજીને નાસ્તો મળી જાય કેમ કે, તેઓ ભૂખ્યા પેટે સૂઈ શકતા ન હતા.નાનાને દહીં મળે એનું પણ એ ધ્યાન રાખતી કેમ કે, તેમના 67 વર્ષના લગ્નજીવનમાં આ તેમનો ક્રમ હતો. જયારે તેમના લગ્ન થયા ત્યારે નાની 9 વર્ષના અને નાના 16 વર્ષના હતા. નાના પણ નાનીને પૂછી જ લેતા ‘તે દવા લીધી?’ કે ‘પગ પર મલમ લગાવ્યો કે નહિ?’ અને જયારે તેમનામાં સવાલ પૂછવાની ક્ષમતા ના રહી તો મારા જેવા પૌત્ર કે દોહિત્રને મોકલીને પૂછી જ લેતા. મારા માટે આ સાર સંભાળ સાચો પ્રેમ છે.હું સ્વયંને ખૂબ નસીબદાર માનુ છું કે, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન જન્મેલા લોકોના પ્રેમથી લઈને અત્યારના મોબાઈલથી શરુ થતા પ્રેમને જોઈ શક્યો છું. જી હા, ઇન્ટરનેટના લીધે આધુનિક પ્રેમના ઘણા પાસાઓ અચાનક બદલાઈ ગયા છે. અમારી પેઢીએ તો ડેટિંગ વિષે સાંભળ્યું સુદ્ધા ન હતું અને આજે ડેટિંગ એપ્સ ઘરે-ઘરે જાણીતી છે. પ્રેમ ખૂબ શક્તિશાળી છે, એવો એક જાદુઈ અનુભવ છે જેનામાં વ્યક્તિને ચલાવવાની તાકત છે. ‘ઇન્ટર-નેટેડ’ પ્રેમ (વાસ્તવિક દુનિયામાં મળીને પાંગરેલો પ્રેમ) જે ‘ભૂખ નથી લાગતી’, ‘ઊંઘ નથી આવતી’ વાળી સમસ્યાઓ લાવે છે. કદાચિત સાથીને પ્રેમ વ્યક્ત કરવાની તક આપે છે. ભૂતકાળમાં પ્રેમ નિક્ટતાઓ પર આધારિત હતો, જેમ કે ભૌગોલિક સ્થિતિ. ‘ઇન્ટરનેટ’ વાળા પ્રેમમાં રાહ જોવી પડતી નથી, દૂરી જેવું કશું છે જ નહિ અને પ્રેમીઓને વધુ પ્રાઇવેસી મળી છે.જો તમને આધુનિક સમયનો પ્રેમ થયો છે તો વર્ચ્યુઅલ રિલેશનશિપ અપનાવતા પહેલા એ સુનિશ્ચિત કરો કે તમે આ સંબંધને ઇન્ટરનેટ આધારિતથી ઇન્ટર-નેટેડ સુધી પહોંચાડશો, વાસ્તવિક દુનિયામાં લાવશો. કેમ કે, ઇન્ટરનેટના પ્રેમમાં ક્યારેક એમ પણ બને કે, કૉમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રિનની સામેની બાજુ કોઈ વ્યક્તિ કદાચ હોય જ નહિ.ફંડા એ છે કે, પ્રેમમાં પડવું તો આખરે પ્રેમમાં પડવું જ છે. એવું જરાય નથી કે, આજે આપણી જૈવિક કે કેમિકલ પ્રતિક્રિયામાં કોઈ ફેરફાર આવ્યો છે. હા, કદાચ માર્ગ બદલાયો છે. પ્રેમને વર્ચ્યુઅલ દુનિયા કરતા અસલી દુનિયામાં વધુ તક આપો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો