તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:વ્યક્તિત્વના પરિચાયક મગજ, હૃદય, મન,આત્મા

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

નવા-નવા મુદ્દા ઉછાળવા અને તેના પર લાંબી-લાંબી ચર્ચા કરવી આજકાલ ફેશન બની ગયું છે. અત્યારે એ વિચારધારા ફગાવી દેવાઈ છે કે, મનુષ્ય જેટલો બાળપણમાં હોંશિયાર બની જાય છે, આજીવન કામ લાગે છે. હવે મનાય છે કે મનુષ્ય પોતાના મગજને દરેક વયે અલગ-અલગ સ્વરૂપ આપી શકે છે. જોકે, આ નવી વાત આપણાં ઋષિ-મુનિ વર્ષો પહેલા કહી ગયા હતા. શાસ્ત્રો મુજબ શિવ-પાર્વતીના સંવાદમાં જે તંત્ર પર ચર્ચા કરાઈ છે, તેમાં મનુષ્યના વ્યક્તિત્વને મસ્તિષ્ક, હૃદય, મન અને આત્મા વચ્ચે પણ વહેંચીને જોવાયું છે. અનુભવ અને શિક્ષણનો પ્રભાવ મસ્તિષ્ક પર પડે છે, સંબંધ અને સંવેદના હૃદય પર પ્રભાવી થાય છે. દૃશ્ય અને વિલાસનો સંબંધ મન સાથે છે, તથા પૂજા અને ભક્તિ આત્માનો વિષય છે. આ ચારેયમાં આપણે બાળપણ, યુવાવસ્થા, પ્રોઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા પસાર કરીએ છીએ, પરંતુ જો કોઈ યોગની ઉચિત મદદ લે તો કોઈ પણ ઉંમરે આ ચારેયનો સદુપયોગ કરી શકે છે. મસ્તિષ્કે જે શીખ્યું છે, તેના પર હૃદય પોતાનું કામ બતાવે છે. મગજ અને હૃદયને મન ક્યારે ખાઈ જાય, કહી શકાય નહીં, જ્યારે કે આપણે આત્મા સુધી પહોંચવાનું છે. યોગે આ ચારેય સ્થિતિ પર એટલી સારી રીતે કામ કર્યું છે કે, જો કોઈ સારી રીતે સમજી લે તો તેને પોતાનાં મનુષ્ય હોવા પર ગર્વ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો