તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બામુલાહિઝા:પોતાના ચોથા સંસ્મરણમાં પ્રણવ દાનું મૌન ખૂંચે છે

13 દિવસ પહેલાલેખક: શેખર ગુપ્તા
  • કૉપી લિંક
  • પ્રણવ મુખરજી પોતાના પુસ્તક ‘ધ પ્રેસિડેન્શિયલ ઈયર્સ’માં જેટલું કહે છે, તેનાથી વધુ છુપાવી જાય છે

દિવંગત પ્રણવ મુખર્જીનાં સંસ્મરણોનો ચોથો ભાગ ‘ધ પ્રેસિડેન્શિયલ ઈચર્સ’ વાંચ્યા પછી તમને લાગશે કે તેમના સૂર બદલાઈ ગયા છે. જેમણે પ્રથમ ત્રણ ભાગ વાંચ્યા છે તેઓ આ વાત સારી રીતે સમજી જશે. હું એવું નથી કહેતો કે તેઓ પુસ્તકમાં જૂઠ્ઠું બોલી રહ્યા છે, માત્ર સાચું કહેવાથી ખચકાઈ રહ્યા છે. તેનું કારણ એ‌વું પણ હોઈ શકે કે, તાજેતરના પ્રકાશિત પુસ્તકમાં તેમણે જે વર્ષોની વાત કરી છે, તે જ પસાર થયા છે. અથવા બની શકે, એક ‘પક્ષ-નિરપેક્ષ વ્યક્તિ’ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં પસાર કરેલા પોતાના સમય અંગે ભાવિ પેઢીને જે કંઈ જણાવવા માગતા હતા, તેમાં આત્મ-સંયમ રાખ્યો હોય. આશ્ચર્યની વાત એ છે કે, કેવી રીતે પ્રણવ દા કોઈ પણ પ્રકારની ગૂંચવણમાં પડવાથી સાવચેત રહ્યા છે. કેટલીક હદ સુધી આ નિરાશ કરે છે, કેમ કે તેઓ જાહેર જીવનમાં અત્યંત સમજી-વિચારીને, સાવચેતીપૂર્વક પસંદ કરેલા શબ્દોમાં બોલવા માટે ઓળખાય છે. યાદ કરો, કેવી રીતે તેમણે આવકવેરા કાયદામાં રેટ્રોસ્પેક્ટિવ (પાછળી તારીખથી) સુધારો કરવાનું વિવાદાસ્પદ પગલું ભર્યું હતું. સોનિયાથી માંડીને મનમોહન સિંહ અને કેન્દ્રિય મંત્રીમંડળમાં ચિદમ્બરમ, સિબ્બલ જેવા વરિષ્ઠ સહયોગી તેના વિરુદ્ધ હતા, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. પુસ્તકના ચર્ચામાં રહેવાનું પ્રથમ કારણ તેમના એ કાર્યકાળનો ઉલ્લેખ છે, જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિભવનમાં તો હતા, પરંતુ પાર્ટીમાં નહીં. માત્ર ઉલ્લેખ કરતા હોય એમ કહે છે કે, સોનિયા ગાંધી સંકટના વર્ષોમાં પાર્ટીને પ્રભાવી નેતૃત્વ આપવામાં નિષ્ફળ રહ્યાં હતાં. તેઓ કહે છે કે, જો તેઓ મંત્રીમંડળમાં રહેતા તો મમતા બેનર્જીને યુપીએથી અલગ થવા દેતા નહીં, કે આંધ્રપ્રદેશના ભાગલા કરીને તેલંગાણા બનવા દેતા નહીં. તેઓ ઉત્સુકતા જગાડે છે, પરંતુ એવું જણાવતા નથી કે તેઓ આમ કેવી રીતે કરતા. શું પ્રણવ જેવા નેતા રાષ્ટ્રીય રાજનીતિની વર્તમાન સચ્ચાઈ કે પોતાની પૂર્વ પાર્ટીની દશાને ભૂલી શકતા હતા? પ્રકાશકો તો પુસ્તકને ચર્ચિત બનાવવા જ માગે છે. પરંતુ સમાચારમાં ચમકવાથી અલગ પુસ્તકની મૂળ વિષયવસ્તુ ક્યાં છે? એ તો ગાયબ છે.

પ્રથમ સંસ્મરણનો પ્રથમ ભાગ તેમણે અત્યંત સ્પષ્ટ રીતે લખ્યો છે. તેમાં તેમણે પાર્ટીના અંદર પોતાની મુશ્કેલીઓ અંગે ખુલાસો કર્યો છે કે, રાજીવ ગાંધીએ કેવી રીતે તેમને સાઈડલાઈન કરી દીધા હતા અને તેમની સાથે ‘વિજાતીય’ (તેમણે પોતે લખેલો શબ્દ) જેવું વર્તન કર્યું હતું. પ્રથમ ભાગમાં પ્રણવે રાજીવને તેમની માતાના ઉત્તરાધિકારી પસંદ કરવાની રીત પર પણ સવાલ ઉઠાવ્યો છે. બીજા ભાગમાં તેમણે ઘણું જ સંયમ રાખ્યું છે. જેનું કારણ કદાચ એ પણ હોય કે, પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ ભવન સુધીના તેમના સફરને હજુ વધુ સમય થયો ન હતો. ત્યાર પછીના ભાગમાં તેમની સ્પષ્ટવાદિતા ફીકી પડવાનું કારણ એ છે કે, તેઓ જેટલું કહે છે, તેના કરતાં વધુ છુપાઈ જાય છે. ઉદાહરણ તરીકે, તેઓ જ્યારે એ વાતને ઉચિત ઠેરવે છે કે વડાપ્રધાને નોટબંધીના નિર્ણય અંગે તેમને એટલે કે રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળને ન જણાવીને યોગ્ય કર્યું છે. જે દેશમાં સાર્વજનિક હસ્તીઓ કદાચ જ કોઈ દસ્તાવેજ, પત્ર કે પુસ્તક છોડી જાય છે, ત્યાં ચાર ભાગ માટે આપણે તેમને આભારી છીએ, પરંતુ અસલ રાજકીય મુદ્દાઓ પ્રત્યે સાવચેતી રાખીને તેમણે નિરાશ કર્યા છે. જો તેમને ખબર હતી કે, મનમોહન અને સોનિયા નેતૃત્વ બાબતે નબળા દેખાઈ રહ્યા હતા તો તેઓ પોતે પોતાની પાર્ટી અને સિદ્ધાંત માટે લડવાને બદલે રાષ્ટ્રપતિ ભવનમાં કેમ જતા રહ્યા? તેમણે એ કઠિન સમયનો કોઈ સંકેત આપ્યો નથી, જ્યારે તેમને ખબર પડી કે સોનિયાએ તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને રાષ્ટ્રપતિ પદ આપવાનો નિર્ણય કર્યો હતો. હવે કોઈ અન્યએ પુસ્તક લખીને એ જણાવવું પડશે કે, તેમણે માયાવતી, મમતા બેનર્જી, શિવસેના અને ત્યાં સુધી કે ભાજપનો સંપર્ક કરીને સોનિયાને કેવી ચતુરાઈથી નિષ્ફળ કરી દીધા હતા. સોનિયા ગાંધી પાસેથી રાષ્ટ્રપતિની ખુરશી છીનવીને તેમણે યુપીએના તેમના યુગમાં સૌથી મોટો પરાજય આપ્યો હતો. આ સવાલનો જવાબ મળવાનો બાકી છે કે, પ્રણવ વિરુદ્ધ ગાંધી પરિવારની ટક્કરમાં કોણ જીત્યું? શું પ્રણવ જીત્યા, જેમણે સોનિયાની મરજી વિરુદ્ધ રાષ્ટ્રપતિની ગાદી મેળવી હતી? અગર આવું છે, તો તેઓ અફસોસ કરતા શા માટે દેખાય છે કે, ગાંધી પરિવારે તેમને એ પુરસ્કાર આપ્યો નહીં જેની તેઓ ઈચ્છા રાખતા હતા? વડાપ્રધાનની ખુરશી. આપણને આ કેવી રીતે ખબર પડશે? તમારે તેમના ચારેય ભાગ વાંચીને જ નક્કી કરવું પડશે કે, પોતાની નજરમાં તેઓ વિજેતા હતા કે પરાજિત. એડિટર-ઈન-ચીફ, ‘ધ પ્રિન્ટ’ Twitter@ShekharGupta

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser