તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:ઈશ્વર ઘરમાં જ મળી જશે, પરિવારમાં શોધો તો ખરા

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
 • કૉપી લિંક

જે વ્યક્તિ પરિવારના સભ્યોની સાથે રહેવામાં રાજી ન હોય, તે ખુદની સાથે પણ નહીં રહી શકે. જે જીવનમાં ખુદની સાથે રહેવાની તૈયારી ન કરી શકે, તે ક્યારેય ભગવાન સાથે પણ રહી નહીં શકે. એટલે આપણા સંતોએ કહ્યું છે કે, પરિવારમાં પરમાત્મા સરળતાથી મળી જાય છે, કેમ કે અહીં બધા જ સભ્યો સહમત થઈને, સમર્થન આપીને, એક-બીજાને સહયોગ કરતા રહે છે. અહીં ‘સાથ’ શબ્દ અત્યંત મહત્ત્વનો છે. પરિવાર પ્રત્યે અનેક વખત આપણે સહમત તો થઈ જઈએ છીએ, પરંતુ જરૂરી નથી કે બીજા દરેકને પણ સમર્થન આપીએ. પરિવારમાં અનેક સભ્યો ઈચ્છે છે કે, તમે તેમનું સમર્થન કરો. વાત આટલેથી જ પૂરી થતી નથી. સહમતિ અને સમર્થન પછી સહયોગ પણ જરૂરી છે. પરિવારમાં સાથ નિભાવવો અત્યંત મહત્ત્વનું છે. જે દિવસે પરિવારના બીજા સભ્યો સાચ્ચે જ સાથ નિભાવે છે, એ દિવસે તમારો અહંકર તુટી જાય છે અને જેવો અહંકાર તુટે છે, પ્રથમ પ્રવેશ પરમાત્માનો થાય છે. તો ભગવાનને શોધવા માટે અહીં-તહીં ન ભાગો. બસ, પરિવારમાં દરેક સભ્યની સાથે રહેવાનો પ્રયોગ કરતા રહો. ઈશ્વર ઘરમાં જ મળી જશે.

humarehanuman@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો