તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ મંગળવારે દહેરાદૂનથી 220 કિમી દૂર બાગેશ્વરના જખની ગામમાં અસંખ્ય મહિલાઓ, જેમાં આઠ વર્ષની બાળકીઓ પણ સામેલ હતી, બધાએ જંગલમાં 500 વૃક્ષોને બાથ ભીડી. તેમનું કહેવું હતું કે, તેઓ મરી જશે પરંતુ વૃક્ષો કાપવા નહીં દે. અહીં બાંજ ઓક અને બુરાંસ જેવા ઉત્તરાખંડમાં જ જોવા મળતા કિંમતી વૃક્ષો છે, જેમને ગામમાં પ્રસ્તાવિત સડક માટે કાપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સડકની જરૂર નછી અને વૃક્ષો કાપવાથી વિસ્તારમાં પાણીની સમસ્યા વધી જશે.આ જ મંગળવારે સ્વિસ એર ટેક્નોલોજી કંપની આઈક્યુએરે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ,2020 બહાર પાડ્યો, જેના અનુસાર દુનિયાના 30 સૌથી પ્રદુષિત શહેરોમાંથી 22 ભારતમાં છે. જેમાં દિલ્હીની ક્વોલિટી ભલે 2019 અને 2020 વચ્ચે લગભગ 15% સારી થઈ છે, તેમ છતાં તે દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં 10મા સ્થાને છે અને તેમના અનુસાર સૌથી પ્રદુષિત રાજધાની છે. સૌથી પ્રદુષિત 15 શહેરોમાંથી 13 ઉત્તર ભારતના છે, જેમાં ગાઝિયાબાદ બીજા અને બુલંદશહેર ત્રીજા સ્થાને છે. દુનિયાની સૌથી પ્રદુષિત રાજધાની ઢાકા(બાંગ્લાદેશ) છે અને તેનાથી મને જર્મનીની એના હેરિંગર યાદ આવી, જેણે ઓસ્ટ્રિયામાં યુનિવર્સિટી ઓફ આર્ટ્સ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈનમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે.એક વખત તે પોતાના આર્કિટેક્ચરના વિદ્યાર્થીને જ્યુરિખમાંથી ઓસ્ટ્રેલિયાના પર્વતો પર લઈ ગઈ. તેઓ જ્યાં પહોંચ્યા તો એનાએ એ જણાવીને તેમને ચકિત કરી દીધા કે, રાત માટે કોઈ ઝુંપડી કે હોટલ બુક કરાઈ નથી. તેણે કહ્યું કે, ‘આ કોઈ ભૂલ નથી, આવું જાણીજોઈને કરાયું છે. પડકરા એ છે કે, અહીં આપણને જે કોઈ સામાન મળે, તેની મદદથી રોકાણનું ઠેકાણું બનાવવાનું છે’. તેઓ બધા ઠંડીથી બચી શક્યા અને આ તેમના માટે એ શીખવાનો સુંદર અનુભવ રહ્યો કે સૃષ્ટિએ અનેક સંસાધન મફતમાં આપ્યા છે અને તેમણે જોવા માટે સંવેદનશીલતા તથા ઉપયોગ માટે રચનાત્મકતાની જરૂર છે.લગભગ 20 વર્ષ પહેલા એના પોતે આવી સ્થિતિમાં હતી, જ્યારે તેને એક સ્કૂલ બનાવવા માટે બાંગ્લાદેશના અંતરિયાળ વિસ્તારના એક ગામ રુદ્રપુર લઈ જવાઈ હતી. પ્રોજેક્ટને સ્થાનિક સમુદાયના સભ્યોની મદદથી પૂરો કરાયો, જેમણે માટી, વાંસ અને પારંપરિક નિર્માણ સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. દીપશિખા એનજીઓ માટે આ સ્કૂલ 2006માં બની. વજન સહન કરતી માટીની દીવાલો સ્કૂલનો આધાર બની, જાડા વાંસની સરંચનાઓ દ્વારા પ્રકાશની વ્યવસ્થા કરાઈ. ભોંયતળીયે અને પ્રથમ માળે ક્લાસરૂમ હતા. તેની સાથે જોડાયેલી નાની ગુફાઓ બનાવાઈ. જેમાં અભ્યાસ, આરામ કે ધ્યાન કીર શકતા હતા, એકલા કામ કરી શકતા હતા કે રમી શકતા હતા. તેમણે પૈસા ભેગા કર્યા અને ધ્યાન રાખ્યું કે બધા જ પૈસા સ્થાનિક સ્તરે ખર્ચ થાય, જેથી સ્થાનિક અર્થતંત્રને મદદ મળે. લોકોએ બાંધકામમાંથી કમાયેલા પૈસાથી કપડા ખરીદ્યા, વાળ કપાવ્યા, જેથી પૈસા ગામમાં જ રહ્યા. એનાનું માનવું છે કે, જો પૈસા સિમેન્ટ અને સ્ટીલ પાછળ ખર્ચ થતા તો તે સ્થાનિગ ગામમાંથી બહાર જતા રહેતા.એના અન્ય પ્રોજેક્ટમાં વર્ષ 2008માં પૂરી થયેલી નજીકમાં જ આવેલી ઈલેક્ટ્રિશિયનની વ્યવસાયિક તાલીમ આપતી સ્કૂલ ‘દેસી’ (દીપશિખા ઈલેક્ટ્રિકલ સ્કિલ ઈમ્પ્રૂવમેન્ટ) અને મોરક્કોમાં સ્ટેઈનેબિલિટી ટ્રેનિંગ સેન્ટર સામેલ છે. આજે પણ તેનું કામ ન્યૂયોર્ક, બ્રસેલ્સ, પેરિસ, સાઓ પાઉલો અને સ્વાભાવિક છે કે, બર્લિનમાં પણ જોવા મળે છે, કેમકે તે જર્મનીમાં ઉછરી છે. અત્યારે એના ઓસ્ટ્રિયામાં રહે છે અને યુનિવર્સિટીઓ તથા કોન્ફરન્સમાં વ્યાપક રીતે લેક્ચર આપે છે.ફંડા એ છે કે, કોલેજમાં જતા યુવાનો સામે દુનિયાની પડકારજનક પરિસ્થિતિઓ મુકો અને તેમની પાસે સામાજિક ઉદ્દેશ્યો માટે કામ કરાવો. જેથી તેમને પોતાની કારકિર્દી પસંદ કરવા અને ભવિષ્ય મજબૂત કરવામાં મદદ મળશે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.