તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:‘ગંગા આયે કહાં સે, ગંગા જાયે કહાં રે...’

12 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

પ્રિયંકા ચોપડાએ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કામ કરવાનું સ્વીકાર્યું અને એડવાન્સ રકમ પણ લઈ લીધી હતી. એ જ સમયે પ્રિયંકાને ‘સ્કાય ઈઝ પિન્ક’નો પ્રસ્તાવ મળ્યો, જેના માટે તેને નામ માત્રનું મહેનતાણું મળી રહ્યું હતું. પ્રિયંકાએ સલમાનના પૈસા પાછા આપી દીધા અને ‘સ્કાય ઈઝ પિન્ક’માં કામ કર્યું. આ એક બિન-વ્યવસાયિક નિર્ણય હતો. જેમાં અનૈતિકતાનો અપરાધ બોધ પણ હતો. સાથે જ સલમાન સાથેની જુની મિત્રતા તુટી ગઈ. ક્યારેક મનુષ્ય ખુદને જ નુકસાન પહોંચાડતો હોય છે. આપણે આજીવન નિર્ણય લેવાના હોય છે.થોડા દિવસ પહેલા જ ક્રિકેટર કોહલીએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અધવચ્ચે છોડી દીધો હતો. કોહલી પત્ની અનુષ્કા સાથે બાળકના જન્મ સમયે રહેવા માગતો હતો. તેનાથી તેને આર્થિક નુકસાન પણ થયું. મહાભારત યુદ્ધમાં પણ સ્વજનો વચ્ચે જ યુદ્ધ લડાયું હતું. દરેકને નિર્ણય લેવો પડ્યો કે, કોના પક્ષે રહેવું. શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામને લાગ્યું કે, આ યુદ્ધ તો અસત્ય વિરુદ્ધ અસત્ય જ છે. આથી તેઓ હિમાલય તરફ જતા રહ્યા હતા. અડુર ગોપાલકૃષ્ણનની એક ફિલ્મમાં એક બ્રાહ્મણે નિર્ણય લેવાનો હતો કે, તેના બાળપણના મિત્ર બ્રાહ્મણના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા, કેમ કે તે આજીવન એક અસ્પૃશ્ય મહિલા સાથે રહ્યો હતો. પછી બ્રાહ્મણે રીતિ-રિવાજ મુજબ જ મિત્રના અંતિમ સંસ્કાર કર્યા હતા. જીવનમાં નિર્મળ આનંદ પ્રાપ્ત કરવો સાચું કે ખોટું હોવા કરતાં વધુ મહત્ત્વનું હોય છે. તથાકથિત નૈતિકતા કે અનૈતિકતાથી આગળ નીકળવાની વાત છે. જીવનમાં બીજાને કષ્ટ આપ્યા વગર નિર્મળ આનંદમાં ડૂબેલા રહેવું, આનંદ લેવો અને આપવો મહત્ત્વનું છે.પ્રિયંકા ચોપડાએ પોતાની કારકિર્દીનો પ્રારંભમાં ‘એતરાઝ’ નામની ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવી હતી. એક છબીમાં કેદ થવાથી કલાકારને સતત કામ મળતું રહે છે, પરંતુ લીક છોડીને ચાલવાથી નુકસાનનો ડર રહે છે. પોતાની પ્રતિભાનો વિકાસ કરવો, તેને સતત મજબૂત કરવી અને પ્રયોગ કરવા સારું છે. પ્રયોગ કરતા રહેવાથી જ નવી દવાની શોધ થાય છે. મેડમ ક્યુરી સતત કામ કરતા રહ્યાં, એટલે તેમને બે વખત નોબેલ પુરસ્કાર મળ્યો.એક વખતમાં ત્રણ ચતુર્થાંસ બહુમત પ્રાપ્ત કર્યા પછી સંકુચિત માનસિકતાની જિદ હતી કે, જેમનો જન્મ વિદેશમાં થયો છે તે વડાપ્રધાન બની શકે નહીં. એટલે સોનિયા ગાંધીએ મનમોહન સિંહને પદ પર બેસાડ્યા અને તેમણે અત્યંત કુશળતાપૂર્વક પોતાનું કામ કર્યું. આવી જ જિદ જો પાકિસ્તાનમાં હોત તો શરૂઆતના દાયકામાં બનેલા તેમનાં તમામ વડાપ્રધાનનો જન્મ હિન્દુસ્તાનમાં થયો હતો. રાજ કપૂર અને દિલીપ કુમારનો જન્મ પેશાવરમાં થયો હતો, પરંતુ તેઓ ભારતમાં કામ કરતા રહ્યા. કમલા હેરિસના પૂર્વજો ભારતમાં જન્મેલા હતા, પરંતુ અમેરિકન મતદારોએ આ વાતને નજરઅંદાજ કરી હતી. તમામ દેશોના મૂળ નાગરિક જનજાતિઓ જ રહી છે. આર્યોએ ભારત પર આક્રમણ કર્યું, પરંતુ તેમને પાછળથી સ્વીકારી લેવાયા હતા. અમીર ખુસરોનો જન્મ ભારતમાં થયો ન હતો, પરંતુ તેમની રચનાઓ ભારતીય માનવામાં આવીછે.બધા લોકોનો જન્મ ગંગા કિનારે થયો હોતો નથી, પરંતુ ઘરમાં ગંગાજલ રાખવામાં આવે છે અને અંતિમ સમયે બે ટૂપાં ગંગાજલ આપવાથી નિર્વાણ થઈ જાય છે. કેટલાક અંગ્રેજોનો જન્મ ભારતમાં થયો હતો અને તેઓ આજીવન ભારતમાં જ રહ્યા છે. રસ્કિન બોન્ડ આવા જ લેખક છે, જેમની રચનાઓથી પ્રેરિત ફિલ્મો પણ બની છે. શશિ કપૂરનાં પત્ની જેનિફર કેન્ડલનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. પરંતુ તેમની ઈચ્છા અનુસાર તેમનો અગ્નિ સંસ્કાર કરાયો અને એ દરમિયાન શ્લોકો પણ બોલાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો