તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૃષ્ટિકોણ:સિનેમાથી ક્રિકેટ સુધી, કોપી-પેસ્ટ સેલિબ્રિટી...

12 દિવસ પહેલાલેખક: રાજદીપ સરદેસાઈ
  • કૉપી લિંક

દૃષ્ટિકોણ આખરે આપણા ટોચના કલાકારો શા માટે લઘુત્તમ વિરોધનો રસ્તો પસંદકરીને સત્તાની વિચારધારાને ટેકો આપતા રહે છેઅક્ષય કુમારથી ઘણા સમય પહેલા કિશોર કુમાર હતા. આ ગાયક-અભિનેતાનો હુનર સુરીલા અવાજ પૂરતો જ મર્યાદિત ન હતો. કટોકટીની જાહેરાતના થોડા દિવસો પછી, 1975માં ઈન્દિરા ગાંધી સરકાર ઈચ્છતી હતી કે, બોલિવૂડ તેમના 20 સૂત્રીય કાર્યક્રમનો પ્રચાર કરે અને કિશોરકુમારને યુવા કોંગ્રેસ રેલીમાં ગીત ગાવવા કહેવાયું. તેમણે ના પાડી દીધી. બદલાની ભાવના સાથે તત્કાલિન માહિતી અને પ્રસારણ મંત્રી વી.સી. શુક્લાએ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર કિશોરકુમાર પર પ્રતિબંધ કરવાનો ‘આદેશ’ આપી દીધો. કિશોર ઉપરાંત બીજા પણ કેટલાક કલાકાર કટોકટી વિરુદ્ધ ઊભા થયા હતા.ભારતીય ક્રિકેટના વર્તમાન કલાકારોથી ઘણા સમય પહેલા બિશનસિંહ બેદી હતા. મહાન ડાબોડી સ્પિનર અનેક વખત અધિકારીઓ સામે પડ્યા છે. તેમણે 1974માં ટૂર પર જનારા ખેલાડીને મળતા સાધારણ ભથ્થાનો વિરોધ કર્યો હતો. ક્રિકેટ બોર્ડે તેમના પર એક ટેસ્ટનો પ્રતિબંધ લગાવી દીધો. અંગ્રેજ ફાસ્ટ બોલર જોન લીવર દ્વારા બોલ પર વેસલિનના અનુચિત ઉપયોગ સામે અવાજ ઉઠાવતા તેમને ઈંગ્લિશ કાઉન્ટીના કરારથી હાથ ધોવો પડ્યો હતો. તાજેતરમાં જ તેમણે ભાજપાના નેતા સ્વ.અરુણ જેટલીની પ્રતિમા ફિરોજશાહ કોટલા મેદાનમાં લગાવવાનો વિરોધ કર્યો છે. પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં બેદી વિદ્રોહી રહ્યા છે.તો આજની દુનિયામાં કિશોર અને બેદી જેવા લોકો ક્યાં છે? શા માટે આજના ફિલ્મ અને ક્રિકેટ સ્ટાર કોઈ પણ કાર્યકારી સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવવા તૈયાર રહેતા નથી, પરંતુ ચમચાગીરીમાં લાગી જાય છે? તાજેતરનું ઉદાહરણ કૃષિ કાયદા પર લગભગ એક સરખી ટ્વિટ્સ છે. એવા લોકો જેમણે અસંખ્ય ખેડૂતોની આત્મહત્યા પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી, તેઓ અચાનક કૃષિ આંદોલન પર ચિંતા વ્યક્ત કરવા લાગ્યા. જોકે, અમેરિકન સિંગર રિહાનાની ખેડૂત આંદોલન અંગે કરાયેલી ટ્વિટ પર કેન્દ્ર સરકારની સુનિયોજિત સોશિયલ મીડિયા પ્રતિક્રિયાનો સ્વાભાવિક ભાગ બનીને આ સ્ટાર ખુદને ‘કોપી-પેસ્ટ’ પ્રોપેગન્ડા કરનારાના સ્તર સુધી લઈ ગયા.એવું નથી કે, 2014 પછી આવું જ થઈ રહ્યું છે. પ્રખ્યાત સાંસ્કૃતિક વ્યક્તિત્વોને નિયંત્રિત કરવા કે ઓછામાં ઓછા સહયોગી બનાવવા કાયમ સત્તાધારી રાજકીય પક્ષોનો શોખ રહ્યો છે. નેહરુની કોંગ્રેસનું લાંબા સમય સુધી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વૈચારિક પ્રભુત્વ રહ્યું છે. નેહરુ અને ઈન્દિરા, બંનેએ રાજ કપૂરથી માંડીને દિલીપ કુમાર અને નરગિસ દત્ત સુધીના ફિલ્મસ્ટારોને સક્રિય રીતે સંરક્ષણ આપ્યું છે. જમણેરીઓનો પણ બલરાજ સાહનીથી માંડીને શબાના આઝમી જેવા સુધી દાયકાઓ સુધી ફિલ્મ અને થિયેટરમાં મજબૂતી દેખાય છે. હવે જ્યારે સમાજ વધુ ધ્રુવીકૃત છે, સિનેમાની દુવિધામાં વધુ વૈચારિક તિરાડો જોવા મળે છે. દરેક અનુપમ ખેર માટે એક નસીરુદ્દીન શાહ, દરેક કંગના રણોત માટે એક તાપસી પન્નુ, દરેક મધુર ભંડારકર માટે એક અનુરાગ કશ્યપ છે. સત્તા જ્યારે પોતાની વિચારધારાના સમર્થકોને સંરક્ષણ આપે છે અને ટીકાકારોને નિર્દયી રીતે નિશાન બનાવે છે, ત્યારે નેતા પાછળ ચાલવાની લાલચ વધી જાય છે. જોકે, અત્યારે જે બેશરમી સાથે આવું કરાઈ રહ્યું છે, તેનાથી સ્વતંત્ર વિચાર ધરાવતા લોકોનું સ્થાન ઓછું થઈ ગયું છે.સેલિબ્રિટિઝ દ્વારા આધિકારિક મતનો પ્રચાર કરવા પાછળનું મુખ્ય કારણ સજાનો ડર છે, જે કોઈ પણ બંધારણિય પ્રતિબદ્ધતાથી માંડીને અભિવ્યક્તિની આઝાદી અને લોકશાહી મૂલ્યો ઢીલા પડવાની વાત સામે લાવે છે. આજના રાજકીય તંત્રમાં વીસી શુક્લા જેવા લોકો ભરેલા પડ્યા છે, જેમના સ્વભાવમાં જ સત્તાનો દુરુપયોગ છે. આવકવેરાની ફાઈલ ખોલવાથી માંડીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એફઆઈઆર દાખલ કરકવા સુધી, સરકારી એજન્સીઓ દ્વારા સતત ધનિક અને પ્રખ્યાત લોકોની નબળાઈ પકડવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત, માત્ર સત્તાધારી રાજકીય શ્રેષ્ઠી વર્ગ જ ધમકાવવા-ડરાવવાનો દોષી નથી. હવે, સ્વગોષિત દેખરેખ સમુહ, પ્રાયોજિત સોશિયલ મીડિયા સેનાઓ અને કેટલાક નાગરિક પણ ગુન્ડા બની જાય છે અને સાઈબર હિંસા પર ઉતરી આવે છે. હોલિવૂડમાં મેરિલ સ્ટ્રીપ જેવા કલાકારોની સત્ય બોલવા પર પ્રશંસા થાય છે, ભારતમાં નિંદા થાય છે.યાદ કરો, થોડાં વર્ષ પહેલાં શાહરૂખ ખાન અને આમિર ખાનને એમ કહેવાનો વિરોધ સહન કરવો પડ્યો હતો કે, સમાજમાં અસહિષ્ણુતા વધી રહી છે. સડકો પર થયેલા દેખાવોમાં ખાનોની ‘દેશભક્તિ’ સામે સવાલ ઉઠાવાયા હતા. તેમની ફિલ્મોના બોયકોટની ધમકી, સ્પોન્સર્સને તેમને જાહેરાતમાંથી કાઢી નાખવાની માગ દ્વારા દેખાવકારો કીંમતી બ્રાન્ડ્સની નાણાકિય ક્ષમતાને પણ નિશાન બનાવતા હતા. મોટી ફિલ્મના નિર્માણમાં એટલું બધું દાવ પર લાગેલું હોય છે કે, કોઈ જોખમ લેવા માગતું નથી.મુશ્કેલી એ છે કે આપણા ટોચના સ્ટારે લઘુત્તમ વિરોધનો માર્ગ પસંદ કર્યો છે, જેની સામે પ્રખ્યાત બનાવવાના ઉદ્યોગની અણીએ ઊભેલા લોકો વધુ સાહસિક છે. કદાચ, એટલા માટે કેમ કે તેમની પાસે ગુમાવવા જેવું કશું હોતું નથી. ઉદાહરણ માટે પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયનના સમુહને જુઓ. કુણાલ કામરાએ સુપ્રીમ કોર્ટની અપમાનની નોટિસ સામે ઝુકવાનો ઈનકાર કરી દીધો, અનેકે પોતાના સાહસિક મનોરંજન કાર્યક્રમ ચાલુ રાખ્યા છે. જોકે જ્યારે મુનવ્વર ફારૂકી જેવા સ્ટેન્ડ અપ કોમેડિયનની એક એવા કાર્યક્રમ માટે ધરપકડ કરીને એક મહિના માટે જેમાં રખાયા, જે તેમણે શરૂ જ કર્યો ન હતો. આવા સમયે તમે ખુદને પુછો છો : તેમના પર લગામ કસવામાં કેટલો સમય લાગશે. જેવું કે કિશોર કુમારે ગાયું છે : યે કહાં આ ગએ હમ!

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો