તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:વિચારોના જંગલમાંસર્જાતા કાલ્પનિક પાત્રો

એક મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

સા હિત્ય અને સિનેમાના કાલ્પનિક પાત્ર લાંબા સમય સુધી વાચક અને દર્શકની યાદોમાં રહે છે. એ કલાકારને ભુલાવી દેવાય છે, જેણે પાત્ર ભજવ્યું છે. કહેવાય છે કે, સમગ્ર સૃષ્ટિ જ માનવીય કલ્પનાનું એક રૂપ છે. કલ્પના વાસ્તવિકતાથી વધુ મજબુત થાય છે. સમાચાર છે કે, એક દર્શકને રેણુ અને શૈલેન્દ્રની ફિલ્મ ‘તીસરી કસમ’માં વહીદા રહેમાનનો અભિનય એટલો સારો લાગ્યો કે તેણે પોતાની પુત્રીનું નામ વહીદા રાખ્યું હતું.ઘટના એટલી જુની છે કે, આ વહીદા હવે વયોવૃદ્ધ થઈ ગઈ હશે. એવું પણ શક્ય છે કે, વહેંચાયેલા સમાજમાં તેણે અદાલતમાં અરજી આપીને પોતાનું નામ બદલી નાખ્યું હોય. એવું પણ શક્ય છે કે, તેણે વિજય આનંદની ‘ગાઈડ’માં વહીદા રહેમાનના અભિનયથી પ્રભાવિત થઈને પોતાનું નામ ‘રોજી’ રાખી લીધું હોય. ‘તીસરી કસમ’ની હીરાબાઈ અને ગાઈડની રોજી, બંને સમાજના હાંસિયામાં ઉભેલા પાત્ર છે. વહીદા દ્વારા ગુરુદત્તની ‘પ્યાસા’માં અભિનીત પાત્ર ગુલાબો પણ હાંસિયામાં શોષણનો ભોગ બનતું પાત્ર છે?એ પણ એક સંયોગ જ છે કે, વહીદા રહેમાને ગુરુદત્તની ફિલ્મ ‘સીઆઈડી’માં પણ હાંસિયામાં ધકેલાયેલું પાત્ર ભજવ્યું હતું. એક ઉજળા કપડા પહેરતા અપરાધીએ તેને મજબુર કરીને પોતાના અપરાધ જગતમાં સામેલ કરી હતી.ફિલ્મના ક્લાઈમેક્સમાં તે નાયકને અપરાધીની ચુંગાલમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને તેને જીવનમાં બીજી તક મળે છે. ફિલ્મમાં ગીત છે, ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના..’. વહીદાએ લાંબી ઈનિંગ્સ રમી છે.‘ગાઈડ’ની ‘રોજી’થી ‘લમ્હે’ની દાઈજાસુધી અને ‘રંગ દે બસંતી’માં શહીદની માતાની ભૂમિકા, ‘દિલ્હી-6’માં સહૃદય દાદી સુધી. આજે પણ તેઓ મુંબઈના બાન્દ્રામાં સમુદ્ર કિનારે રહે છે. તેઓ સલીમ ખાનનાં પડોશી છે.વહીદા ઘરની બાલ્કનીમાંથી સમુદ્રની લહેરોને જોઈને ગાતા હશે, ‘વક્ત ને કિયા, ક્યા હસીં સિતમ, હમ રહે ન હમ, તુમ રહે ન તુમ’.આનંદની વાચ છે કે, સાહિત્ય અકાદમી દ્વારા સર્જનધર્મી અનામિકાને પુરસ્કાર અપાઈ રહ્યો છે. અકાદમીના ભલામણ પત્રમાં અનામિકાના કાવ્યસંગ્રહ ‘ટોકરી મેં દિગંત’નો ઉલ્લેખ છે. તેમણે ત્રણ નવલકથા પણ લખી છે. ‘ટોકરી મેં દિગંત’ની કેટલીક પંક્તિઓ છે, ‘દુર્વચનોં કી ઔષધિ, મુઝે મધુર કરો, આએં ન આએં મુઝે યુક્તિયાં જીવન કી, તુમ મેરે ભીતર કે ખેત મેં પૂલો, બાગડ પર જૈસે દોપહરિયા કે ફુલ, ઇતના ફૂલો કે મૈં બન જાઉં ઔષધિ, ધરતી કે ઘાવોં કી..’. ખરાબ શબ્દો અને ગાળોથી પણ ઘાયલ કરાય છે. દમન ગુજારનારા હંમેશા શબ્દોથી જ ઘાયલ કરતા હોય છે.સર આર્થર કોનન ડોયલે પોતાના શિક્ષક પાસેથી પ્રેરણા મેળવી કાલ્પનિક પાત્ર શેરલોક હોમ્સ રચ્યું. નવલકથામાં પાત્રના સરનામા 10, બેકર સ્ટ્રીટ પર પ્રશંસકોનાં પત્રો આવવા લાગ્યા.પોસ્ટ વિભાગ હેરાન થઈ ગયો. કેટલીક નવલકથા પછી થાકી ગયો. ડોયલે નવલકથામાં લખ્યું કે, પર્વત પરથી ખલનાયક સામે લડતા-લડતા બંને પાત્ર મરી ગયા.પ્રસંસકોએ શેરલોક હોમ્સના મૃત્યુ સામે વાંધો ઉઠાવ્યો. દબાવ એટલો વધ્યો કે, લેખકને લખવું પડ્યું કે, દુર્ઘટનામાં શેરલોક હોમ્સ એક ગાઢ વૃક્ષની ડાળીઓમાં પડ્યો અને બચી ગયા.શેરલોક હોમ્સ પોતાના ઘરે બેઠા-બેઠા જ દલીલના આધારે શંકાઓને એક પછી એક ફગાવી દઈને સત્યની નજીક પહોંચે છે. તર્કની આ પદ્ધતિ આપણા આદર્શ નેતિ-નેતિ-નેતિ સાથે સમાનતા ધરાવે છે કે, ઈશ્વર આ નહીં, ત્યાં નહીં તો અહીં હોઈ શકે છે.વર્તમાનમાં વૈજ્ઞાનિક વિચારણા અને તર્કની પદ્ધતિ ભૂલાવી દેવાઈ છે. એવું પણ શક્ય છે કે, ભવિષ્યમાં ક્યારેક આપણાં વર્તમાનનું આકલન કરવામાં આવે. ત્યારે આપણે સૌ કાલ્પનિક પાત્ર હોઈ શકીએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો