તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:હસતા-ગાતા પડકારોનો સામનો કરો

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

જે લોકો દિલથી જીવે છે, તેઓ બીજાનાં ધબકારા ઈશારામાં સમજી જાય છે. સાંભળીને આશ્ચર્ય થાય છે કે આવા લોકો પણ છે! ભારતીય સંસ્કૃતિમાં તેના બે મોટા અદભૂત ઉદાહરણ છે, શ્રીરામ અને કૃષ્ણ. હનુમાન સાથે પ્રથમ મુલાકાતમાં રામ ચિંતિત હતા, પરંતુ હનુમાને જ્યારે સવાલ પુછ્યો તો જવાબ આપતા સમયે તેમણે કહ્યું, ‘આપન ચરિત કહા હમ ગાઈ’. અહીં ‘ગાઈ’ શબ્દ સારો સંદેશો આપે છે. પોતાની સમસ્યાઓથી ઘેરાયેલા હોવા છતાં રામના ગીતમાં વાતચીતની મસ્તી હતી. આવી જ રીતે કૃષ્ણ શાંતિની વાંસળી વગાડતા હતા. તેમના માટે લખાયું છે, ‘ચારયન ગાહ સબ પશુપાલન. બાલ: ચુકુજવેણું’. ગાયોને ચરાવતા અને વાંસળી વગાડતા જઈ રહ્યા હતા અને સાથે ગોવાળોના બાળકો પણ હતા. આને કહે છે, જીવન જીવતા રહીને તેનો આનંદ લેવો. રામ, શાંતિનું ગીત ગાતા હતા, કૃષ્ણ શાંતિની વાંસળી વગાડતા હતા. હકીકતમાં બંને સામે મોટી સમસ્યાઓ હતી. વર્તમાનમાં આપણી આજુબાજુ ઘટતી ઘટનાઓ પણ આપણને સતત વિચલિત કરી રહી છે. તો રામ અને કૃષ્ણ પાસેથી શીખવામાં આવે, ગાતા-વગાડતા પડકારોનો સામનો કરવામાં આવે. કુલ મળીને આંતરિક મસ્તી ભંગ ન થાય અને બહારના પડકારોના બધા કામ કરવામાં આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો