તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવારે સાંજે આવેલા સામાન્ય બજેટમાં મહિલા સશક્તીકરણ સાથે જોડાયેલી કેટલીક જોગવાઈ પણ છે. મહિલા સશક્તીકરણ સાથે જોડાયેલા આ પગલાથી મને તાજેતરમાં જ વાઈરલ થયેલો વીડિયો યાદ આવ્યો, જેણે પોસ્ટ વિભાગ અધિકારીઓને તેની સાથે સંકળાયેલી પોસ્ટ ટિકિટ બહાર પાડવા મજબૂર કરી દીધા હતા. આ વીડિયો પૂણેથી 60 કિમી દૂર પાલુ ગામની રેણુકા ગુરવનો હતો.જેમાં તે 18 જાન્યુઆરીના રોજ પંચાયત ચૂંટણીમાં વિજય મેળવનારા પોતાના પતિને ખભા પર ઊંચકીને ચાલતી દેખાય છે. તેણે પૂણેની જનરલ પોસ્ટ ઓફિસના અધિક્ષકનું ધ્યાન ખેંચ્યું. આ શિવારે અધિકારીઓએ નક્કી કર્યું કે, આ ક્ષણ અને ‘મહિલા સશક્તીકરણ’ની પ્રશંસા તરીકે દંપતીની તસવીરવાળી પોસ્ટ ટિકિટ બહાર પાડવામાં આવે. દંપતીએ સહર્ષ સહમતિ આપી. પોસ્ટ વિભાગે રેણુકાને પ્રમાણપત્ર અને તેની પોસ્ટ ટિકિટની નકલ પણ આપી છે. આ ટિકિટ સોમવારે સામાન્ય જનતાને મળવાની સંભાવના છે. મતદારોને રાજી કરવામાં રેણુકાની મહત્ત્વની ભૂમિકા રહી, જેનાથી તેના પતિ સંતોષ ગુરવ જીત્યો હતો. તાજેતરમાં જ મેં વાચ્યું કે, લદ્દાખમાં મહિલાઓનો એક સમુહ એલપીજી પ્લાન્ટ ચલાવે છે. આ મહિલાઓ દ્વારા ચલાવાતું દેશનું એકમાત્ર એલપીજી યુનિટ છે.આપણામાંથી મોટાભાગનાએ ‘કોબાનીની દીકરીઓ’ અંગે સાંભળ્યું નહીં હોય. તે ઈસ્લામિક સ્ટેટ સામે લડીને જીતનારી મહિલાઓના સાહસની અનોખી સ્ટોરી છે. ઉત્તર પૂર્વ સીરિયાના ઈસ્લામિક સ્ટેટે 2014માં વિવિધ શહેરોમાં આતંક ફેલાવીને દેશને ગૃહ યુદ્ધની આગમાં હોમી દીધું હતું. આવા સ્થાને ભાગ્યે જ મહિલા અધિકારો પર આધારિત ક્રાંતિની કલ્પના કરી શકાય. જોકે,એ વર્ષે કોબાની નામના અજાણ્યા શહેરમાં માત્ર મહિલા સભ્યોની એક નાગરિક સેના આઈએસઆઈ સામે ટકરાઈ ગઈ. કોબાનીમાં આ અશક્ય લડાઈથી એક યુદ્ધ લડતી સેના બની, જેણે અમેરિકા સાથે સમગ્ર ઉત્તર સીરિયામાં આઈએસઆઈએસ વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું. આ પ્રક્રિયામાં, આ મહિલાઓએ પોતાના રાજકીય દૃષ્ટિકોણનો પણ વિસ્તાર કર્યો અને મહિલાઓનું ખરીદ-વેચાણ કરતા પુરુષો સામે લડીને મહિલાઓને સમાનતા અપાવવાનો નિશ્ચય કર્યો. તેમણે આ લડાઈ ઘરે-ઘરે, શહેરે-શહેરે લડી. કોબાનીની દીકરીઓનો આ સંઘર્ષ સીરિયામાં આઈએસઆઈએસને રોકવામાં મોટું આશાનું કિરણ બની ગઈ.ગયા સપ્તાહે પૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન, તેમની પુત્રી ચેલ્સી ક્લિન્ટન અને સેમ બ્રેનસને શરૂ કરેલી પ્રોડક્શન કંપની હિડનલાઈટ પ્રોડક્શન્સે બેસ્ટ સેલિંગ લેખિકા ગેલ જેમાખ લેમાનના પુસ્તક ‘ધ ડોટર્સ ઓફ કોબાની’ના અધિકાર સીરિઝ બનાવવા ખરીદ્યા છે. ક્લિન્ટને કહ્યું, ‘અમે આવા અજાણ્યા હીરોઝની સ્ટોરી સામે લાવવા હિડનલાઈટ શરૂ કરી છે, જેમના સાહસને હંમેશા નજરઅંદાજ કરી દેવાય છે. અમે આ સ્ટોરી દુનિયા સામે લાવવા ઉત્સાહિત છીએ.’ફંડા એ છે કે, મહિલા શક્તિની પ્રશંસા કરો, કેમ કે તેઓ માત્ર સરહદ પર સેનાનું પેટ ભરવા અને ચૂંટણી જીતાડવાનું જ કામ કરતી નથી, પરંતુ આતંકવાદ સામે લડવા હથિયાર પણ ઉઠાવી શકે છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.