તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બામુલાહિઝા:પાંચ ભૂલને લીધે મોદી સરકાર કૃષિકાયદાનો જંગ હારી ગઈ

16 દિવસ પહેલાલેખક: શેખર ગુપ્તા
  • કૉપી લિંક

આ સંકટનો રાજકીય અને વહીવટી કુશળતાથી ઉકેલ લાવવાની જરૂર છે. ભાજપામાં આ બંને નથી. તેની પાસે ચૂંટણી જીતવા, મજબૂત પકડ બનાવવાની જ કુશળતા છે.મોદી સરકાર હજુ પણ જો શીખ અલગતાવાદનો મુદ્દો ચલાવતી રહેશે તો મુશ્કેલીઓમાં વધારો થશેબામુલાહિઝા }ત્રણ કૃષિકાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને ત્રણ મહિના વીતી ચૂક્યા છે. જેમાં છ મુખ્ય હકીકત છે, જે અહીં રજૂ કરી છે :1. આ કૃષિકાયદા ખેડૂતો અને ભારત માટે કુલ મળીને સારા છે. સમયાંતરે મોટાભાગના રાજકીય પક્ષ અને નેતા આ પરિવર્તન ઈચ્છે છે, પરંતુ તમારામાંથી અનેક લોકો તેની સાથે અસહમત હોઈ શકે છે.2. હવે એ વાતનો કોઈ અર્થ રહ્યો નથી કે આ કાયદા ખેડૂતો માટે સારા છે કે ખરાબ. મહત્ત્વ એ ધરાવે છે કે, લોકશાહીમાં કોઈ નીતિગત પરિવર્તનથી પ્રભાવિત થનારા લોકો (અહીં ઉત્તર ભારતાન ખેડૂત) તેના અંગે શું વિચારે છે.3. મોદી સરકાર સાચું કહી રહી છે કે, વાત હવે કૃષિકાયદાની નહીં, કેમ કે કોઈ પણ એમએસપી, સબસિડી, મંડળી વગેરેની વાત કરતું નથી. તો પછી વાત શું છે?4. સંક્ષેપમાં જવાબ એવો છે કે આ રાજનીતિ અંગે છે. અને કેમ ન હોય? જ્યારે યુપીએ સત્તામાં હતી, ભાજપાએ તેના ભારત-અમેરિકા પરમાણુ કરારથી માંડીને વીમા ક્ષેત્રમાં એફડીઆઈ સુધી, દરેકનો વિરોધ કર્યો હતો. આજે એ જ ભાજપા એ નીતિઓને 6 ગણી ગતિથી લાગુ કરી રહી છે.5. કૃષિકાયદાનો જંગ મોદી સરકાર હારી ચૂકી છે.6. મોદી સરકાર પાસે બે વિકલ્પ છે. તે તેને એક મોટા રાજકીય જંગમાં બદલી શકે છે કે પીછેહઠ કરી શકે છે.મોદી સરકાર કૃષિકાયદાની જંગ હારી ગઈ છે, તેનો પ્રથમ પુરાવો તેની આ કાયદાને 18 મહિના સુધી સ્થગિત રાખવાનો એકપક્ષીય ઓફર છે. આજથી 18 મહિના ગણીએ તો 2024ની સામાન્ય ચૂંટણી માટે 18 મહિના બાકી રહે છે. મોદી-શાહ એ સમયે આ મોરચો ખોલવા માગતા નથી. હકીકતમાં, મ.પ્ર., છત્તીસગઢ અને રાજસ્થાન જેવા મહત્ત્વના રાજ્યોની ચૂંટણીમાં પણ 12 મહિના બાકી રહેશે. હવે સરકાર સામે પડકાર એ છે કે, પરાજિત ન દેખાતા તે એ સામાન્ય સ્થિતિ સ્થાપવા માટે કઈ કિંમત ચૂકવે. સરકાર જો હથિયાર હેઠા મૂકે છે તો આ વિવાદ બંધ થઈ શકે છે, પરંતુ ત્યારે રાજનીતિ ગરમ થઈ જશે. નવા શ્રમ કાયદા જેવા બીજા સુધારા નિશાન પર હશે.મારા હિસાબે સરકારને આ સ્થિતિમાં લાવનારી 5 મોટી ભૂલ આ છે:1. આ કૃષિકાયદાને વટહુકમ દ્વારા લાવવા મોટી ભૂલ હતી. પહેલા લોકોને રાજી કરવા સાચો રસ્તો રહેતો.2. આ કાયદાને રાજ્યસભામાં જે રીતે ઉતાવળે પાસ કરાયા તેમાં શંકા ઘેરી બની. તેના માટે થોડી સંસદીય કુશળતાની જરૂર હતી. તેણે એ ‘હવા’ બનાવી કે ખેડૂતો પર પરાણે કંઈ ઠોકી બેસાડવામાં આવી રહ્યું છે.3. સત્તાધારી પાર્ટી બહુમતના બળે એટલી ઊંચી ઉડાન ભરવા લાગી કે તેણે સાથી પક્ષોની ચિંતા કરવાનું છોડી દીધું.4. તે મોદી-શાહની રાજનીતિના કારણે નબળા પડેલા હરિયાણા અને પશ્ચિમ ઉ.પ્ર.ના જાટોની હતાશાનો અંદાજ લગાવી શકી નહીં. હરિયાણામાં ભાજપા પાસે ગણતરીને લાયક કોઈ જાટ નેતા નથી. જરા પૂછો કે, ભાજપાના જાટ સહયોગી દુષ્યંત ચૌટાલા કે યુપીનો કોઈ જાટ નેતા, લોકો વચ્ચે જઈને આ કાયદાનું માર્કેટિંગ કેમ નથી કરી રહ્યો? તેમની હિંમત નથી.5. ભાજપાએ વાટાઘાટોમાં ઘણું બધું એકપક્ષીય માની લીધું અને હવે વધુ માનવું પડશે. ખેડૂત નેતા પણ પાછા ખસવાના નથી.હવે સવાલ એ છે કે, તે આગળ શું કરશે? એક રીત એવી હોઈ શકે કે, ખેડૂતોને થકવી નાખવામાં આવે. જોકે, હાલ આમ થવાની કોઈ અપેક્ષા નથી. રવી પાકની કાપણી એપ્રિલમાં યોજાશે, એટલે હજુ 75 દિવસ બાકી છે. બીજી સંભાવના એવી છે કે, જાટ આખરે કોઈ સમાધાન કરી લે. આવું શક્ય છે. સિંધુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડમાં અંતર પર ધ્યાન આપો. સિંધુ બોર્ડર પર કોઈ નેતા સેલ્ફી પડાવવા પણ જઈ શકતો નથી, પરંતુ ગાઝીપુર બોર્ડર પર કોઈ પણ જઈ શકે છે. જ્યાં પણ રાજનીતિ છે, ત્યાં નેતા હાજર છે. જોકે, આવું ખરેખર થયું તો શું થશે?ત્યારે ભારત અને મોદી સરકાર માટે સૌથી ખતરનાક સ્થિતિ બની જશે. પંજાબના શીખોને અલગ પાડી શકે છે. તેના સંકેત પણ મળી રહ્યા છે. કેટલાક મોટા લોકો કૃષિકાયદાને રાષ્ટ્રીય એક્તાના સવાલ સાથે જોડીને જેવી ટ્વીટ કરી રહ્યા છે અને તેના પર સરકારની જે પ્રતિક્રિયા આવી રહી છે તે આવા જ સંકેત આપી રહી છે. ખેડૂત આંદોલનના સમાચારને શીખ અલગતાવાદના સમાચારમાં બદલવાના પ્રયાસ મોદી સરકારની ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે. ભારતીય રાજનીતિની હકીકતો અને સંસદીય બહુમતની મર્યાદાને સમજવાની અક્ષમતાએ જ આ પાર્ટીને આજે આ સ્થિતિમાં પહોંચાડી છે. શું તેમાં આ સ્થિતિમાંથી બહાર નીકળી શકવાની બુદ્ધિક્ષમતા અને ઉદારતા છે? ખબર નહીં. જોકે, તેનામાં આ ક્ષમતા હશે. કેમકે, આજે ભારતને રાષ્ટ્રીય એક્તાના નામે કોઈ બીજી લડાઈ નથી જોઈતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો