તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:તમારા જુના દસ્તાવેજો ફેંકો નહીં!

3 મહિનો પહેલાલેખક: એન રઘુરામન
 • કૉપી લિંક

વેબ સીરિઝ ‘પાતાલ લોક’માં પોલીસ ઈન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી (જેની ભૂમિકા જયદીપ અહલાવતે ભજવી છે) કાટ લાગેલું તાળું તોડીને, ધૂળ ભરેલા ક્રિમિનલ રેકોર્ડ રૂમમાં ઘુસે છે અને એક અત્યંત જટિલ અપરાધિક કેસનો ઉકેલ લાવવા અપરાધી સાથે જોડાયેલી ફાઈલ શોધે છે. જેમ્સ બોન્ડ પણ ફિલ્મોમાં કોઈ બીજા દેશમાંથી આવો જ રેકોર્ડ શોધી કાઢે છે, પરંતુ અંગુઠામાં એક ચિપની મદદથી. તે સ્થિતિનો સામનો કરવા માટે ખુદને અપડેટ રાખે છે, કેમ કે અપરાધીની માહિતી ઈલેક્ટ્રોનિકલી સ્ટોર છે, જેને મંજુરી મળ્યા પછી ગમે ત્યાંથી જોઈ શકાય છે. આવા જ સાહસિક કાર્યોમાં નવો અધ્યાય ઉમેરાયો છે. ગયા શનિવારે તમિલનાડુ પોલીસે હૈદરાબાદમાં જબલપુરના સાત ચોરને ચોરીના 24 કલાકમાં જ પકડી લીધા. ચોરોએ હોસુરની મુથૂટ ફાઈનાન્સ બ્રાન્ચમાંથી 25 કિલો સોનું અને રૂ.96,000 રોકડાની ચોરી કરી હતી. આવું એટલા માટે થયું કેમકે સાતેયને એ ખબર ન હતી કે, જ્વેલરી પાઉચમાં જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસ હોય છે, જે કંપની સુરક્ષાના ઉપાયો અંતર્ગત લગાવે છે. આ રીતે તમિલનાડુ પોલીસે ગેન્ગનો પીછો કર્યો અને તેલંગાણા પોલીસને એલર્ટ આપીને ઝડપથી જાળ પાથરી દીધી.

એક તરફ ટેક્નોલોજીનો ફાયદો આપણને આનંદ આપે છે, ત્યારે બીજી તરફ યુકેમાં એક ભૂલ આપણને ચેતવે પણ છે, જેના કારણે આધુનિક ટેક્નોલોજી પ્રત્યે અનિશ્ચિતતાની ભાવના જાગે છે. ઈંગ્લેન્ડમાં ડેટાની ચૂકના કારણે 4,00,000 ક્રાઈમ રેકોર્ડ નાશ પામ્યા, જેમાં ગંભીર અપરાધો અંતર્ગત માહિતી હતી. કોડિંગમાં ભૂલને કારણે 10 જાન્યુઆરીના રોજ રેકોર્ડ ખોવાઈ ગયા, પરંતુ એક સપ્તાહ પછી આ વાત જાહેર થઈ હતી. એવું મનાય છે કે, પોલીસ નેશનલ કમ્પ્યૂટર (પીએનસી)ના ફિંગર પ્રિન્ટ્સ, ડીએનએ અને ધરપકડના રેકોર્ડને અસર થઈ છે. કેટલાક રેકોર્ડ ગંભીર અપરાધો સાથે જોડાયેલા હતા, જેને ‘કાયમ’ માટે સાચવવા જરૂરી હતી.

નેશનલ પોલીસ ચીફ કાઉન્સિલને મોકલવામાં આવેલો પત્ર જણાવે છે કે, ‘લગભગ 2,13,000 અપરાધિક રેકોર્ડ, 1,75,000 ધરપકડના રેકોર્ડ અને 15,000 દેખરેખ હેઠળ રહેલા લોકોનાં રેકોર્ડ નાશ પામ્યા છે. સાથે જ 21,710 લોકો સાથે જોડાયેલા લગભગ 26,000 ડીએનએ રેકોર્ડ પણ નાશ પામ્યા છે, જે ગંભીર આરોપો સાથે સંકળાયેલા હતા’. હજારો-લાખો ફિંગર પ્રિન્ટ પાછી મેળવવા સર્વશ્રેષ્ઠ ટેક્નિશિયન મથી રહ્યા છે, પરંતુ પોલીસનું માનવું છે કે, તે કાયમ માટે નાશ પામ્યા છે. પીએનસી સિસ્ટમ સમગ્ર યુકેમાં અપરાધિક રેકોર્ડ નોંધે છે અને શેર કરે છે. દરેક કાયદાકીય એજન્સી માહિતી મેળવવા તેનો ઉપયોગ કરે છે, જેના દ્વારા રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને સ્થાનિક તપાસમાં મદદ મળે છે. પીએનસી હકીકતમાં લોકોને ગોડીઓ, અપરાધો અને સંપત્તિ અંગે ‘રિયલ ટાઈમ’માં માહિતી આપે છે. દરેક અપરાધિક રેકોર્ડ વ્યક્તિના 100મા જન્મદિવસ સુધી સાચવવામાં આવે છે, ભલે તેને કોઈ કાર્યવાહી કર્યા વગર છોડી દેવાયો હતો. રેકોર્ડ નાશ પામવો એટલા માટે મોટી વાત છે, કેમ કે અસંખ્ય લોકોને ક્રાઈમ સીન પર મળેલી ફિંગરપ્રિન્ટ અને ડીએનએના આધારે આરોપી બતાવાયા છે. હવે પુરાવાના અભાવે કોર્ટમાં તેઓ છુટી જવાની આશંકા છે.

તેનાથી રેકોર્ડને વર્ચ્યુઅલ સ્વરૂપમાં રાખવા અંગે સવાલ ઉઠી રહ્યા છે, ખાસ કરીને જમીન અને સંપત્તિ સંબંધિત માહિતીના. ઝડપી માહિતી મેળવવા કમ્પ્યૂટરાઈઝેશન જરૂરી છે, પરંતુ આવી ગરબડ ચેતવણી આપે છે કે, ઓછામાં ઓછું આપણે કેટલીક માહિતી કાગળ પર પણ રાખવી જોઈએ, જેથી ગુમાવેલા ડેટાને બીજી વખત બનાવવા કેટલાક પુરાવા બચે. ફંડા એ છે કે, મોટી સરકારી એજન્સીઓ પોતાના રેકોર્ડની સાથે ‘ક્લાઉડ’ પર જઈ રહી છે, પરંતુ તમારા દસ્તાવેજોની નકલ, ખાસ કરીને સંપત્તિ અંગેની હંમેશા સાથે રાખો, જેથી આવી દુર્ઘટનાની સ્થિતિમાં તે સરળતાથી મળી શકે. - મેનેજમેન્ટ ગુરુ, raghu@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો