તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:બાળકોમાં ભાવનાત્મક અને રચનાત્મક ગુણ વિકસાવો

2 મહિનો પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

ગયા મહિને 6 વર્ષની ટેરેસા મનિમાલા વાઈરલ હસ્તી બની ગઈ, જ્યારે ઊંઘતા સમયે વાર્તા સાંભળવાનું તેનું રૂટીન લૈંગિક ભેદભાવ અને અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો માર્ગ બની ગયું. ટેરેસાએ પોતાની માતા સોનિયા જોનને ઊંઘતા સમયે વાર્તા સાંભળતા પુછ્યું કે, પુસ્તકોમાં આટલી લૈંગિક અસમાનતા કેમ છે. તે કહે છે, ‘પુસ્તકોમાં ‘મેન-મેડ’ (પુરુષ દ્વારા નિર્મિત) કેમ લખેલું હોય છે, ‘પીપલ મેડ’ (લોકો દ્વારા નિર્મિત) કેમ નહીં? શું મહિલાઓને કંઈ બનાવવાની મંજુરી નથી? તેઓ એવું કેમ નથી લખતા કે આ મનુષ્યએ બનાવ્યું છે?)’. પુસ્તક બંધ કરતા પહેલા તે માતાને કહે છે, ‘આ સાચું નથી, કેમ?’તેની માતા સોનિયા ડેટા એનાલિસ્ટ છે, જે અમેરિકાના સ્ટિલવોટર, ઓક્લાહામાં રહે છે. તેના પિતા જેમ્સ મનિમાલા ઓક્લાહામા સ્ટેટ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર છે. તેની એકમાત્ર પુત્રીને પુસ્તકો ગમે છે અને તેણે ઊંઘતા સમયે વાર્તાઓ વાંચવાની ટેવ પાડી છે. પોતાની પુત્રીના તીખા સવાલથી ચકિત સોનિયાએ તેનો સવાલ પુછતો વીડિયો બનાવ્યા, જ્યારે તે અબ્રાહમ લિંકનની બાળકોની આત્મકથા વાંચી રહી હતી. કોઈએ ક્લોઝ ગ્રૂપમાં નાખેલો આ વીડિયો જાહેર પ્લેટફોર્મ પર નાખી દીધો અને પછી અનેક સેલિબ્રિટીઝ અને લૈંગિક સમાનતાના સમર્થકોએ તેને શેર કર્યો. બધા જાણે છે કે, બાળકોની સમજવાની ક્ષમતા 2-3 વર્ષની ઉંમરે બને છે, જેનાથી તે વસ્તુઓ વચ્ચે તાર્કિક સંબંધ સ્થાપે છે અને સમજે છે કે, કંઈ પણ કેમ થાય છે. આ મહત્ત્વની કુશળતા છે, જેનાથી તેમનામાં દુનિયા કેવી રીતે ચાલે છે, તેની જટીલ સમજ પેદા થાય છે. તેઓ જ્યારે પુછે છે, ‘કેમ?’ તો આ બાબતે તેમની જ્ઞાન પ્રત્યેની લાલસા દર્શાવે છે. આપણે માતા-પિતા તરીકે અને સ્કૂલો બાળકોને આ જ શીખવાડે છે. બાળકો આજે તાર્કિક સવાલ પુછવાના વિશેષજ્ઞ બની રહ્યા છે. જોકે, મારો સવાલ છે કે, જ્યારે 2030 પછીની આધુનિક દુનિયામાં આ બાળકો સફળ યુવાન બનશે ત્યારે પણ તેમનામાં આ ગુણ હશે? મારો જવાબ છે, ના. આવું એટલા માટે કે...સૌથી પહેલા સમજીએ કે, 2030માં શું થશે. ગૂગલના ટોપ રેટેડ ફ્યુચરિસ્ટ, આઈપીએમના સૌથી વધુ પુરસ્કૃત એન્જિનિયર, સ્પીકર અને ભવિષ્યના આર્કિટેક્ચર થોમસ ફ્રેએ 2030માં નોકરીના સંદર્ભમાં આ બાબતનું અનુમાન લગાવ્યું છે. તેઓ કહે છે કે, ઓછામાં ઓછી 50% ફોર્ચ્યુન 500 કંપનીઓ સમાપ્ત થઈ જશે, જેના કારણે બે અબજ જેટલી નોકરીઓ જતી રહેશે. આ સાથે જ 50% પારંપરિક શિક્ષણ કોલેજો સમાપ્ત થઈ જશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ડોક્ટરોની 80% વિઝિટ, પોલીસની 50% નોકરીઓ અને ટ્રાફિક મેનેજમેન્ટ સાથે જોડાયેલી 80% નોકરીઓને ઓટોમેટ કરી નાખશે. તેનો અર્થ એવો છે કે, તાર્કિક વિચાર ધરાવતા તમામ કામ એઆઈ કરશે. કેવી રીતે? મનુષ્યના મગજને હેક કરીને, તે ગતિ અને સૂક્ષ્મતામાં આપણાં કરતા આગળ રહેવાનો પ્રયાસ કરે છે. તે જૂના ડેટાનું વિશ્લેષણ કરીને આમ કરે છે. હવે સવાલ એ છે કે, એઆઈની સાથે કેવી રીતે રહેવું કે આપણા બાળકોને એઆઈથી આગળ કેવી રીતે રાખવા?કોલેજોએ એવા શિક્ષણ કોર્સ લાવવા પડશે, જે બાળકોને એક-બે વર્ષને બદલે છ મહિનામાં જ નવી કુશળતાની તાલીમ આપી શકે. તેનાથી બાળકો નવા યુગની કોઈ પણ નવી ભૂમિકામાં પોતાને ગોઠવી શકશે. તેમના માટે આ બધું સરળ હશે, કેમ કે કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ 20%થી વધુ નોકરીઓ માટે મુખ્ય કુશળતા હશે અને તેને સ્કૂલના સ્તરે જ શીખવાડવામાં આવશે. એ આઈ અત્યારે રચનાત્મકતા અને મનુષ્યની ભાવનાઓના ગુણ નથી, જે માનવીય મૂલ્યોનાં કેન્દ્ર છે. આ જ વાત બાળકોને અસલી ભાવનાઓ અને એઆઈ દ્વારા પેદા કરાયેલી ભાવનાઓ વચ્ચે અંતર પેદા કરવામાં સક્ષમ બનાવશે. તેનાથી બાળકોને સાચો નિર્ણય લેવા અને પોતાના અસ્તિત્વને સાબિત કરવામાં મદદ મળશે.ફંડા એ છે કે, બાળકોમાં ભાવનાત્મક અને રચનાત્મક ગુણ વિકસિત કરો, તેમને ભવિષ્યની દુનિયા માટે તૈયાર થવામાં મદદ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો