તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:યોગ્ય કામ માટે ઉચિત વ્યક્તિ પસંદ કરવી એક કળા છે

16 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

એન. રઘુરામન, મેનેજમેન્ટ ગુરુ, raghu@dbcorp.in‘ચિટ્ટિયાં કલાઈયાં વે ઓહ બેબી મેરી ચિટ્ટિયાં કલાઈયાં વે...’, જે રૂમમાં મારે જવાનું હતું, ત્યાં આ ગીત વાગી રહ્યું હતું. એટલે હું રૂમની બહાર ઊભો રહીને 2015ની ફિલ્મ ‘રોય’નું આ ગીત સમાપ્ત થાય તેની રાહ જોવા લાગ્યો. મારા કાન જ્યારે સંગીત સાંભળવામાં વ્યસ્ત હતા, મારીં આખોએ રૂમની બહાર એક યુવતીને જોઈ, જે ગીત પર જેકલીન ફર્નાન્ડીઝની જેમ નાચી રહી હતી. ગીત પૂરું થવામાં સમય હતો, એટલે મેં યુવતીને પુછ્યું, ‘અંદર શું ચાલી રહ્યું છે?’ તેણે કહ્યું, ‘ડાન્સ પ્રેક્ટિસ’. વધુ પુછતાં ખબર પડી કે તે દરેક કાર્યક્રમમાં સૌની સામે ડાન્સ કરતી હતી, પરંતુ આ ગીત માટે તેને પસંદ નથી કરાઈ કેમ કે તેની કલાઈયાં ગોરી નથી. ગયા સપ્તાહે હું કેટલાક વિદ્યાર્થીઓનું મેન્ટરિંગ કરી રહ્યો હતો. મેં તેમને એક સંયુક્ત એક્ટિવિટી માટે બે ટીમ બનાવવા કહ્યું. આ એક્ટિવિટી એકલાજ કરવાની હતી, પરંતુ તેને ટીમ તરીકે રજૂ કરવાની હતી. ટીમ બની તો મેં જોયું કે, કેટલાક એવા વિદ્યાર્થી બચી ગયા હતા, જે બીજા વિદ્યાર્થીઓથી હોંશિયાર (વ્યવહારિક સમજદારીવાળા) હતા. મેં તેમને સામેલ ન કરવાનું કારણ પુછ્યું તો ટીમ લીડર બોલ્યા કે તેમણે સભ્યો બુદ્ધિમત્તાને આધારે પસંદ કર્યા છે. તેણે બુદ્ધિમત્તાનો અર્થ ‘સારું એકેડમિક પ્રદર્શન’ જણાવ્યો. ટીમ લીડર્સે મારા શબ્દો ‘એક એક્ટિવિટી જેને કરવાની અલગ-અલગ, પરંતુ પ્રસ્તુત સાથે કરવાની છે..’ પર ધ્યાન આપ્યું, પરંતુ પુછ્યું નહીં કે એક્ટિવિટી શું છે. તેમનું ધ્યાન ‘શીખવા’ કરતા ‘જીતવા’ પર હતું. હોંશિયાર લોકો વગર બંને ટીમે ખરાબ પ્રદર્શન કર્યું.ઝડપી વૃદ્ધિ, અચાનક ખાલી થયેલા પદ અને અન્ય માગણીઓ કંપનીઓને ઉતાવળે નિમણૂક કરવા મજબુર કરી શકે છે. કર્મચારીઓને ક્યારેક અનુચિત બઢતી આપી દે છે, કેમ કે નિમણૂક કરનારા કંપનીની યોજનાઓ અને લક્ષ્યો અનુસાર કર્મચારીઓના કૌશલ્યનું ખોટું આકલન કરી લે છે. એ સુનિશ્ચિત કરવા માટે કે લાયક વ્યક્તિને નોકરી મળે, એચઆર પ્રોટોકોલ ઉપરાંત આ પાંચ સુચનો પર વિચાર કરે :1. એડેપ્ટેબિલિટી: તેમને એવી સ્થિતિ અંગે પુછો જ્યારે તેઓ દબાણમાં હતા ત્યારે તેમણે તેનો સામનો કેવી રીતે કર્યો.2. ગ્રાહક સેવા : તેમને પુછો કે તેમણે મુશ્કેલ ગ્રાહકોને કેવી રીતે સાચવ્યા.3. નિર્ભરતા: તેમને એવી સ્થિતિ અંગે પુછો, જ્યો તેમને પ્રતિબદ્ધતા જાળવી રાખવામાં મુશ્કેલી થઈ.4. નૈતિકતા : તેમને એવી સ્થિતિ અંગે પુછો, જ્યો તેમણે એવી વ્યક્તિ સાથે કામ કર્યું હોય, જેનું તેઓ સન્માન ન કરતા હોય અને તેમણે સંબંધ કેવી રીતે જાળવી રાખ્યા.5. પહેલ અને નિર્ણય ક્ષમતા: તેમને એક કાલ્પનિક કપરી પરિસ્થિતિ આપો અને પુછો કે, તેઓ કઈ પહેલ કરશે અને નિર્ણય લેવા પર પહોંચવાની કેવી પ્રક્રિયા અપનાવશે.ફંડા એ છે કે, પોતની સંસ્થાને સારી બનાવવા માટે લોકોની એકેડમિક ઉપલબ્ધિની સાથે તેમની આંતરિક ક્ષમતાના આધારે સાચા લોકોની ઓળખ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો