તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:ભવિષ્યમાં ચારિત્ર્ય જ સૌથી મોટી ડિગ્રી હશે

એન. રઘુરામનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમને રામાયણના બાલીની વાર્તા યાદ છે, જેમાં એક વખત તેણે રાવણને પણ હરાવી દીધો અને વધુ અપમાનથી બચવા માટે રાવણે બાલિ સમક્ષ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. આ રીતે, જો ભગવાન રામ બાલિ સાથે દોસ્તી કરી લેતા તો તેઓ એક દિવસમાં જ સીતાને રાવણના કબજામાં છોડાવીને શ્રીરામને આપી શકતો હતો. છતાં શ્રીરામે બાલિ સાથે નહીં, સુગ્રીવ સાથે દોસ્તી કરી અને બદલામાં શ્રીરામ અને સુગ્રીવ, બંનેએ એક-બીજાને મદદનું વચન આપ્યું હતું. પરંતુ શું ખર-દૂષણની 14,000 રાક્ષસોની સેનાનો નાશ કરનારા, તડકા, મારીચ અને સુબાહુને ડર્યા વગર મારનારા, ઈન્દ્રના પુત્રને પણ બોધપાઠ ભણાવનારા શ્રીરામ જેવા વ્યક્તિને એ સુગ્રીવની જરૂર હતી, જે ખુદ બાલિથી ડરીને જીવતો હતો? સ્વાભાવિક છે, જવાબ ના હશે. શ્રીરામને હકીકતમાં સુગ્રીવ કે બાલિની મદદની જરૂર ન હતી. ખુદ સુગ્રીવે વાલ્મીકિ રામાયણમાં કહ્યું છે કે, શ્રીરામને પોતાની પત્ની પાછી મેળવવા માટે કોઈની મદદની જરૂર ન હતી.પોતપોતાની રીતે રામાયણની વ્યાખ્યા કરનારા અનેક વિશેષજ્ઞ એ વાત સાથે સહમત છે કે, શ્રીરામ દુનિયા માટે નૈતિકતાનું દૃષ્ટાંત રજૂ કરવા માગતા હતા. તેમણે તીરથી ઘાયલ પડેલા બાલિને કહ્યું હતું, ‘જે યુદ્ધ માટે હું જઈ રહ્ય છું, તેને શક્તિશાળીની નહીં, સદાચારીની જરૂર છે, જે તું નથી..’. મહાન ગ્રંથનો એક નાનકડો આ ભાગ મારા મગજમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતો હતો, જ્યારે મેં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેની ધરપકડ અને સસ્પેન્શન અંગે સાંભળ્યું, જે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની હત્યાની ધમકીના હાઈ-પ્રોફાઈલ કેસ સાથે જોડાયેલો હતો. તપાસ એજન્સીઓ હવે નવા સવાલની તપાસ કરી રહી છે : શું અંબાણીના ઘરની બહાર મળેલી વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો હકીકતમાં ચોરેલી હતી કે કેટલાક દિવસથી વાઝે પાસે જ હતી? આ શંકા પાછળનું કારણ એ છે કે, ‌વાઝેએ અંબાણી ધમકી કેસમાં પોતાના જ હાઉસિંગ કોમ્પ્લેક્સનું ડિજિટલ વીડિયો રેકોર્ડર કાઢી નાખ્યું હતું. મંગળવારે એનઆઈએએ વાઝેની ઓફિસમાંથી તેનું લેપટોપ, આઈપેડ અને મોબાઈલ ફોન કબજામાં લીધા છે.કાયદાકીય સમુદાયમાં ચર્ચા છે કે, વાઝેના અન્ય કેસોનું શું થશે? શું આવા અધિકારી દ્વારા એક્ઠા કરાયેલા પુરાવા પર વિશ્વાસ મુકી શકાય છે, જે પોતે જ બીજા અપરાધમાં આરોપી હોય? કાયદાકિય નિષ્ણાતો કહે છે કે, વાઝે દ્વારા બીજા કેસોમાં એકઠા કરાયેલા પુરાવાને પડકાર આપી શકાય છે. ઓછામાં ઓછું ડિફેન્સ, પ્રોસિક્યુશનના કેસને નબળો પાડવા માટે આવું કરી શકે છે, જોકે, પુરાવાની ગુણવત્તા પર અંતિમ ચુકાદો તો અદાલત જ લેશે.ભારતીય પુરાવા અધિનિયમની ધારા-53 આરોપીના પુરાવા સંબંધિત છે, તપાસ અધિકારી સાથે નહીં. કેસ પર ચુકાદામાં ધ્યાન આપી શકાય કે, અધિકારી વિશ્વાસપાત્ર નથી. એટલે અનેક લોકો માને છે કે, વાઝેની પૃષ્ઠભૂમિની એ પુરાવા પર નકારાત્મક અસર પડશે, જે તેણે પોતાની કારકિર્દી દરમિયાન એકઠા કર્યા છે. વિવાદાસ્પદ અને દાગી પોલીસ અધિકારી વાઝેએ 16 વર્ષના સસ્પેન્શન પછી 9 મહિના પહેલા જ ફરીથી નોકરી શરૂ કરી હતી. શનિવારે ધરપકડ કરાયા પછી સોમવારે તેને ફરીથી સસ્પેન્ડ કરી દેવાયો છે. તેનું પ્રથમ સસ્પેન્શન 2004 બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ખ્વાજા યુનુસની કસ્ટડીમાં મોત બાબતે થયું હતું. જે અનેક લોકોને વાઝેના ચરિત્ર પર ચર્ચા કરવા મજબૂર કરે છે.ફંડા એ છે કે, આગામી દિવસોમાં મનુષ્યોની સરખામણીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બધું જ ઝડપથી અને અસરકારક રીતે કરશે. એટલે, યાદ રાખો કે સદાચારી લોકોનો સૌથી મજબૂત હથિયાર ચારિ�ય જ હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો