તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:બોની કપૂર વિરુદ્ધ રાજામૌલી ‘મેદાન’માં

3 મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
 • કૉપી લિંક

બોની કપૂરે અજય દેવગણ અભિનીત ફિલ્મ ‘મેદાન’ની રીલિઝ તારીખ જાહેર કરી છે કે, ફિલ્મ દશેરાના દિવસે સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે. હજુ થોડા દિવસ પહેલા જ દક્ષિણ ભારતમાં બનેલી ફિલ્મ ‘આરઆરઆર’ના પ્રદર્શનની જાહેરાત થઈ છે, જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામા છે. જાણે કે, દશેરાના દિવસે અજય વિરુદ્ધ અજયની લડાઈ થશે.

આજના સમયમાં નૈતિકતાની વાત કરવી વ્યસ્થ છે, પરંતુ ‘મેદાન’ની જાહેરાત પછી ‘આરઆરઆર’ કોઈ બીજા દિવસે પ્રદર્શિત કરવી જોઈએ. તેનાથી સ્પષ્ટ છે કે, દર્શકોનું સંકટ ઘેરું છે અને માત્ર રજાના દિવસોમાં જ ભીડ એકઠી થાય છે. સિનેમા પર કર ઠોકી બેસાડનારા રવિવારની ભીડ જોઈને કર પર કર ઠોકી રહ્યા છે, કેમ કે તેમણે બીજા દિવસોમાં સિનેમાઘરોમાં છવાયેલો ભેંકાર સાંભળ્યો નથી. ફિલ્મો જ નહીં, તમામ મનોરંજન, સામાજિક અને પારિવારિક મેલ-મિલાપ શનિવાર-રવિવારની આજુબાજુ સીમિત રહી ગયા છે. ઉલ્લેખનીય છે કે, બોની કપૂરને ‘મેદાન’નું શૂટિંગ કોરોનાના કારણે બંધ રાખીને ભવ્ય સેટ તોડવો પડ્યો હતો. તેમણે મહેનત અને પ્રતિભાની મદદથી ફરીથી તમામ આયોજન કર્યું છે. આજકાલ પ્રદર્શનથી પહેલા પૂર્વ પ્રચાર માટે કલાકારો વિવિધ કાર્યક્રમોમાં હાજર રહીને પોતાની ફિલ્મનો પ્રચાર કરે છે. અજય દેવગણ માટે એ અઘરું રહેશે કે, તે બંને ફિલ્મોનો પ્રચાર કરે. એવું લાગે છે કે, તે બોની કપૂરની ફિલ્મનો જ પ્રચાર કરશે. બોની મોટાભાગે દક્ષિણ ભારતમાં બનેલી ફિલ્મોથી પ્રેરિત હિન્દી ફિલ્મ જ બનાવતા રહ્યા છે. જોકે, થોડા સમય પહેલા તેમણે તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન અભિની ફિલ્મ ‘પિન્ક’ને તેલુગુ ભાષામાં બનાવી હતી. તેમણે મુંબઈમાં બનેલી કેટલીક ફિલ્મોના અધિકાર ખરીદ્યા છે, જેને તેઓ તમિલ અને તેલુગુમાં બનાવવાના છે. દક્ષિણ ભારતમાં બનેલી ફિલ્મો સાહસિક અને સામાજિક વિષયોથી પ્રેરિત હોય છે. હેરાલ્ડ સ્કોલરશિપ મેળવનારા ગિરિશ કર્નાડે અભિનયની સાથે જ કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે.

21 માર્ચના રોજ કોરોનાના કારણે જ્યારે ‘મેદાન’ સ્થગિત કરાઈ ત્યારે સ્ટેડિયમનો ભવ્ય સેટ ખોલી નાખવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ‘મેદાન’ એક ફૂટબોલ કોચની કથા છે. ફિલ્મને ફરીથી શૂટ કરવા માટે મેદાન પર સુરક્ષા કર્મચારી નિમાયા હતા. એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ પણ ફૂટબોલ કેન્દ્રીત ફિલ્મ છે. ફૂટબોલ એકમાત્ર રમત છે, જેમાં બધું જ ખેલાડીની ક્ષમતા અને ચતુરાઈ પર આધાર રાખે છે. હોકી અને ક્રિકેટમાં સ્ટિક અને બેટની મદદ મળે છે. પ્રકાશનો અભાવ હોય અને વરસાદની સંભાવનાને કારણે ક્રિકેટ રોકી દેવાય છે, પરંતુ ફૂટબોલ તો જોરદાર વરસાદમાં પણ ચાલુ રખાય છે. કીચડમાં લથપથ ખેલાડીની ઓળખ તેની ખેલનીતિથી જ સમજાય છે. ક્યારેક સેલ્ફ ગોલ પણ નિર્ણાયક સાબિત થાય છે. પેલે અને મેરેડોના આ રમતના સર્વકાલિન મહાનાયક સાબિત થયા છે. - ફિલ્મ સમીક્ષક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો