તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:‘ક્વોલિટી લાઈફ’ની કીંમત ચૂકવવા તૈયાર રહો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણી પેઢી કંઈક પ્રાપ્ત કરી શકે છે. આપણા માતા-પિતાએ આપણને મૂળભૂત સુવિધાઓ આપવા અને સારી તંદુરસ્તી સુનિશ્ચિત કરવા મહેનત કરી હતી. પછી જ્યારે આપણી પેઢીને જવાબદારી મળી તો આપણે ખુદને અને મતા-પિતાને સગવડો આપવા માટે સુવિધાઓ અને સંપત્તિમાં વધારો કર્યો. જોકે, હવે આપણા બાળકો માત્ર પોતાના જીવનમાં જ નહીં પરંતુ પોતાના બિઝનેસ અને એ ઉત્પાદનોમાં પણ ગુણવત્તા ઉમેરી રહ્યા છે, જેને તેઓ બીજા માટે બનાવે છે. ગોવાના પણજીના 58 વર્ષના ઉદય પ્રભુ દેસાઈનું ઉદાહરણ જુઓ. તેમની પુત્રીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના દાપોલીની કૃષિ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પુરું કર્યું અને પુત્ર જૈવિક ખેતીમાં ડૂબેલો છે. તાજેતરમાં જ્યારે નજીકની શુગર ફેક્ટરી બંધ થઈ તો તેના વિસ્તારના મોટાભાગના શેરડીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. જોકે, બે પેઢીના આ પરિવારે ‘લીપ ફ્રોગ’વાળો કૂદકો માર્યો. ‘લીપ ફ્રોગ’ મેનેજમેન્ટનો શબ્દ છે, જ્યો એક વ્યક્તિ પાછળ જાય છે, આવકનું નુકસાન કરાવે છે અને પછી દેડકાની જેમ એટલો મોટો કૂદકો મારે છે કે, માત્ર નુકસાનની ભરપાઈ જ થતી નથી, મોટો ફાયદો પણ થાય છે. શુગર ફેક્ટરી બંધ થયા પછી બીજા ખેડૂતો શેરડીને ગોવાથી બહાર મોકલવા લાગ્યા. જોકે,દેસાઈ પરિવારે કંઈક અલગ કરવાનો નિર્ણય લીધો. પરિવારને લાગ્યું કે, રાજ્યમાં જૈવિક ગોળના અનેક ઉત્પાદક છે, પરંતુ તેમાંથી કોઈ જૈવિક શેરડીની ખેતી કરતું નથી. પ્રોસેસિંગ દરમિયાન સલ્ફર અને બીજા કેમિકલનો ઉપયોગકરીને શેરડીના રસને ઝાંખો કરે છે, જેથી ગોળ પીળા રંગનો બને છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેસાઈ પરિવારે પોતાના ખેતરમાં કેમિકલનો ઉપયોગ કર્યો નહીં. આજે તેમનો આછા કાળાથી લગભગ કાળા રંગનો બને છે. ખાનગી યુનિટમાં દેસાઈ પરિવારના લગભગ રૂ.15 લાખનો ખર્ચ થયો. તેઓ અત્યારે ગોળ અને સિરપ બનાવે છે. એક કિલો ગોળ અને સિરપની કીંમત રૂ.150 છે, જ્યારે તેઓ ગોળનો પાઉડર બનાવીને પ્રતિ કિલો રૂ.200ના ભાવે વેચવા માગે છે. દેસાઈ પરિવાર સાચા અર્થમાં ‘આત્મનિર્ભર’ બનીને આન્ત્રપ્રેન્યોર બની શક્યો, કેમ કે આગામી પેઢીએ આપણી પેઢી પાસેથી જવાબદારી ઉપાડી લીધી છે. આ વલણથી વિપરીત આપણી પેઢીને માત્ર ઘરમાં સામાન ખરીદવાની નહીં પરંતુ જાહેર સ્થળો પર કબ્જા માટે પણ દોષી ઠેરવે છે. આ જ કારણે દેશના અનેક નગરનીકમે પોતાના ઘરની સામે ગાડી ઊભી રાખનારા પાસેથી વાર્ષિક રૂ.5,000 લેવાનો નિર્ણય લીધો છે. મુંબઈ આવું પગલું લેનારું અને પાર્કિંગ માટે વાર્ષિક રૂ.5000 લેનારું પ્રથમ શહેર છે. પછી બેંગલુરુ, પુણે અને હવે મોટાભાગના શહેરોમાં નગરનિગમોને આવાસિય પાર્કિંગ પરમિટ આપવાની નવી વ્યવસ્થા બનાવી છે. જોકે, આવી પરમિટમાં શરતો પણ છે. તેઓ પાર્કિંગની જગ્યાની ગેરન્ટી આપતા નથી. જગ્યા ઉપલબ્ધ હોય તો જ પાર્કિંગ થઈ શકે છે. એક ગલી માટે અપાયેલી પરમિટ બીજે ક્યાંય ઉપયોગ કરી શકાતી નથી. પરમિટ ગાડી પર મળે છે, વ્યક્તિને નહીં. જોકે, પરમિટ ધારકનું એ સડક પર રહેવું અનિવાર્ય છે, જેના માટે પરમિટ અપાઈ છે. દરેક અરજીકર્તા એક ગાડી માટે જ અરજી કરી શકે છે. જોકે, એપાર્ટમેન્ટમાં રહેનારા લોકોને પરમિટ મળશે નહીં, કેમ કે તેમના માટે પાર્કિંગની જવાબદારી કો-ઓપરેટિવ સોસાયટીની છે. અત્યાર સુધી મફતમાં મળતી વસ્તુ પર કીંમત વસુલાતા વિરોધ થવો સ્વાભાવિક છે. જોકે, આપણે એટલો સામાન ખરીદીએ છીએ કે પછી તેની કીંમત તો ચુકવવી જ પડશે.ફંડા એ છે કે, વાત જ્યારે ગુણવત્તા અને સ્તરની હશે, તો ઘરમાં મતભેદ તો પેદા થશે જ, પરંતુ સમગ્ર દૃષ્ટિકોણ અપનાવો અને દરેક સાથે ચર્ચા કરીને ઉચિત નિર્ણય લો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો