તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:કંઠ અને ક્રોધ પર નિયંત્રણથી સૌના પ્રિય બનો

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
 • કૉપી લિંક

મને પોતાની જ મર્યાદા રેખા તોડવામાં ઘણો આનંદ આવે છે. શિસ્તબદ્ધ રહેવું તેના સ્વભાવમાં નથી. દરેક ઈચ્છાની પાછળ દોડવા લાગે છે અને જ્યારે બેકાબુ બને છે ત્યારે તેની પ્રતિક્રિયા શરીર પર થાય છે. મેનેજમેન્ટની ભાષામાં અનિયંત્રિત મનના વ્યક્તિગત આચરણને એલટી અને એસટી પણ કહે છે. એલટી એટલે ‘લૂઝ ટંગ’ અને એસટી એટલે ‘શોર્ટ ટેમ્પર્ડ’. જેનું મન નિયંત્રિત નથી, તે ચીડિયા અને જીભના હલકા પણ બની જાય છે. તેમને ઝડપથી ગુસ્સો આવે છે. મેં એવા અનેક લોકો જોયા છે, જે આ બે બાબતોમાં અત્યંત નબળા હોય છે અને એટલે જ લાયક હોવા છતાં પણ પોતાના સાથીદારોમાં સ્વીકૃત થઈ શકતા નથી. જો લૂઝ ટંગ કે શોર્ટ ટેમ્પર્ડ બનવાથી બચવા માગો છો તો એક નાનકડી રીત અપનાવવી જોઈએ. 8 પ્રકારના જે પ્રાણાયામ જણાવાયા છે, તેમાંથી એક છે ‘ઉજ્જાઈ’. દરરોજ આ પ્રાણાયામ કરો, કંઠ આપમેળે જ મીઠાસ પકડી લેશે. જો કંઠ નિયંત્રિત છે તો તમારી જીભ પણ મીઠી બની જશે. આવી જ રીતે બંને પાંપણની વચ્ચે આજ્ઞાચક્ર પર ધ્યાન લગાવવાથી ક્રોધ પર નિયંત્રણ આવશે. આ રીતે તમે બે ખરાબ ટેવથી બચી શકો છો. humarehanuman@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો